અમરેલી:અમરેલી પોલીસ હેડ ક્વાટર ખાતે જન સંપર્ક સભાનું પોલીસ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિવિધ બેંકો દ્વારા સરળતાથી લોન મળી રહે તેવું આયોજન પોલીસે કર્યું હતું. બેંક અધિકારીઓની ઉપસ્થિતી વચ્ચે પોલીસ સેતુ બની હતી.
વ્યાજખોરોના દૂષણ સામે અમરેલી પોલીસની નવતર પહેલ કરવામાં આવી હતી. વ્યાજખોરોના ચુંગલમાં ના ફસાઈ તે માટે અમરેલી પોલીસ તંત્રની નવતર પહેલ કરતા લોન મેળાનું આયોજન કર્યું હતું.
લોન મેળામાં બેંકના અધિકારીઓ પણ જોડાયા (ETV Bharat Gujarat) રાજ્યમાં વ્યાજખોરોનો ત્રાસથી લોકો હાલ પરેશાન છે અને આ વ્યાજખોરોના ત્રાસથી લોકોને મુક્ત કરાવવા માટે પોલીસ દ્વારા અલગ અલગ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ગેરકાયદેસર નાણા ધિરાણ કરનાર લોકો સામે પોલીસ કાયદેસરની કાર્યવાહી કરે છે. તો સાથે જ બીજી તરફ જરૂરિયાતવાળા લોકો જાણકારીના અભાવે બેંકમાં લોન લેવા જતા નથી. જેથી પૂરતા ડોક્યુમેન્ટ માટે પોલીસે લોકોને સરળતાથી લોન મળી રહે તે માટે લોન મેળાનું આયોજન કર્યું હતું.
અમરેલી જિલ્લામાં પોલીસ દ્વારા લોન મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. અમરેલી પોલીસ હેડ ક્વાર્ટર તેમજ તાલુકા મથકો વિસ્તારની અંદર આયોજન કરવામાં આવ્યા હતા. મોટી સંખ્યામાં લોકો આ મેળામાં આવ્યા હતા અને વિવિધ મુદ્દાઓની જાણકારી પોલીસ દ્વારા આપવામાં આવી હતી. બેંકના અધિકારીઓ દ્વારા લોન કઈ રીતે મળી શકે તેની પ્રોસેસ લોકોને સમજાવવામાં આવી હતી.
આ પણ વાંચો:
- કચ્છના સફેદ રણમાં રણોત્સવનો રંગારંગ પ્રારંભ, જાણો આ વખતે શું છે ખાસ
- અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલમાં 2 લોકોના મોતથી ઉહાપોહ, લોકોએ કરી તોડફોડ