અમરેલી: અમરેલીની પાટીદાર યુવતીના પત્રકાંડનો મામલો હાલ સતત ચાલી રહ્યો છે. ત્યાર આજે પાટીદાર યુવતીના બીજા વકીલ ગોપાલ ઇટાલિયા પહોંચ્યા અમરેલી એસ.પી.કચેરીએ પોહચ્યા હતા અને ગોપાલ ઇટાલીયા સમર્થકો સાથે એસ. પી. સંજય ખરાતને પાઠવ્યું આવેદનપત્ર આપ્યું હતું.
પાટીદાર પીડિતા યુવતીના સરઘસ કાઢવા મુદ્દે ગોપાલ ઇટાલીયાએ કરી રજૂઆત કરી હતી.સાથેજ અનેક આગેવાનો સ્થાની અગ્રણી તેમજ લોકો ઉપસ્થિત રહ્યા હતા અને આવેદનપત્ર આપ્યું હતું.
દોઢેક માસ પહેલા સાવરકુંડલા કોર્ટમાં આહીર યુવકે ઝેરી દવા પી આપઘાત કર્યાની નોંધાઈ છે.ઝેરી દવા પીવા પ્રકરણમાં ભાજપના નેતાઓની ધરપકડ નથી થઈ જેવું પણ જણાવ્યું હતું. એસપી સંજય ખરાત ને આવેદનપત્ર પાઠવીને રૂબરૂ રજૂઆત ગોપાલ ઇટાલીયા કરી હતી.
પાટીદાર યુવતીના સરઘસનો મામલો (Etv Bharat Gujarat) અમરેલીની પાટીદાર યુવતીના જેલવાસનો મામલે આજે સેશન કોર્ટમાં થઈ વકીલોની દલીલો કરવામાં આવી હતી. સેશન કોર્ટ દ્વારા પીડિત યુવતીના વકીલની દલીલો કોર્ટે સાંભળી હતી. કોર્ટ દ્વારા આજે પીડિત યુવતીને જેલવાસમાંથી મુક્તિ મળવાની આશા જોવાઈ રહી છે. કોર્ટે દલીલો બાદ ઓર્ડર પર હોવાનું વકીલ સંદીપ પંડ્યાનું નિવેદન આપ્યું હતું. બપોર બાદ પીડિત યુવતીના જેલવાસ અંત આવવાની શક્યતાઓ પણ છે. કોર્ટ દ્વારા જેલવાસ માંથી મુક્તિનો ઓર્ડર થશે કે જેલવાસ લંબાશે તેના પર મીટ મંડાઈ છે. કોર્ટના ઓર્ડરના હુકમની પીડિત યુવતીના પરીજનો રાહ જોઈ રહ્યા છે.
- ફ્લાવર શોમાં પહોંચ્યા 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના 'સુંદરલાલ', અમદાવાદીઓ માટે કહી એક ખાસ વાત, જાણો
- ટાઈપીસ્ટ દીકરીના સરઘસનો મામલો, ઉપલેટામાં ઇન્ડિયા ગઠબંધને વિરોધ નોંધાવ્યો