અમરેલી : હાલમાં જ અમરેલી જિલ્લામાં એક આગળની ઘટના સામે આવી છે. અમરેલી જિલ્લાના જાફરાબાદમાં સામા કાંઠા વિસ્તારમાં આગ લાગી હતી. આગ લાગતાની સાથે જ રહેણાક વિસ્તારમાં નાસભાગ સર્જાઈ હતી. જોકે, બાદમાં સમયસર આગ પર કાબૂ મેળવી લેવાયો હતો.
જાફરાબાદમાં આગનો બનાવ :જાફરાબાદના સામા કાંઠા વિસ્તારમાં મચ્છી સૂકવણીના વાડામાં આગ લાગી હતી. પ્રાથમિક તપાસમાં મુજબ ઇલેક્ટ્રિક શોક સર્કિટથી આગ લાગી હતી. આ આગથી બાદમાં 2 ગેસના બાટલા ફાટતા આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું.
જાફરાબાદના સામા કાંઠા વિસ્તારમાં આગ લાગી (ETV Bharat Gujarat) 2 મકાન ભસ્મીભૂત થયા :આગ લાગતા આ વિસ્તારમાં ધુમાડાના ગોટે ગોટા જોવા મળ્યા હતા. જેથી વિસ્તારમાં નાસભાગ મચી ગઈ ગઈ હતી. વધુમાં આજુબાજુમાં આવેલા 2 મકાનો પણ આગની ઝપેટમાં આવ્યા હતા. આ 2 કાચા મકાન આગમાં બળીને ભસ્મીભૂત થયા હતા.
મોટી જાનહાની ટળી :આગ લાગ્યાની જાણ થતા જ ધારાસભ્ય હીરા સોલંકી ઘટનાસ્થળે પહોંચ્યા હતા. બીજી તરફ ફાયર વિભાગની ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી હતી. હીરા સોલંકીએ ફાયર ફાઇટરમાંથી પાણીનો મારો ચલાવ્યો હતો. આમ ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવાયો હતો.
- અમરેલીમાં હાઈવે પર 2 સિંહ જોવા મળ્યા
- ભગવાનના ઘરમાં ચોરી, CCTVમાં ઘટના કેદ