ગુજરાત

gujarat

ETV Bharat / state

ના લૂંટ, ના ચોરી... તો અમરેલીના નાયબ મામલતદારની માતાની હત્યા કોણે કરી? ઘેરાયું રહસ્ય ! - AMRELI CRIME NEWS

અમરેલીના ચિતલમાં એક ચોકાવનારી ઘટના સામે આવી છે. જેમાં એક વિપ્ર પ્રૌઢાની અજાણ્યા શખ્સો દ્વારા હત્યા કરી હોવાની માહિતી મળી રહી છે.

અમરેલીના નાયબ મામલતદારની માતાની હત્યા
અમરેલીના નાયબ મામલતદારની માતાની હત્યા (Etv Bharat Gujarat)

By ETV Bharat Gujarati Team

Published : Nov 29, 2024, 9:52 PM IST

અમરેલી: શહેરના ચિતલના જશવંતગઢપરામા આજે એક વૃદ્ધા પોતાના ઘરે એકલા હતા ત્યારે કોઈ અજાણ્યા શખ્સોએ તેમના ગળા પર તિક્ષ્ણ હથિયારના ઘા મારી ઘાતકી હત્યા કરી નાખી હતી. ઘરમાંથી લૂંટ કે ચોરી થઇ ન હતી અને પરિવારને કોઇ સાથે વિખવાદ પણ ન હતો. તેમાં હત્યાના કારણ અંગે ઘેરૂ રહસ્ય સર્જાયુ છે.

કેવી રીતે થઈ આ હત્યા: હત્યાની આ ઘટના અમરેલી તાલુકાના ચિતલ ખાતે જશવંતગઢપરામા લીમડાવાળી શેરીમા રાજગોર ફળીયામાં બની હતી. જયાં પ્રભાબેન ભાનુશંકર તેરૈયા (ઉ.વ.55) નામના પ્રૌઢની કોઇ અજાણ્યા હત્યારાઓએ નિર્મમ હત્યા કરી નાખી હતી. તેમના પતિ ભાનુશંકર ભીમજીભાઇ તેરૈયા નિવૃત શિક્ષક છે અને આજે સવારે તેઓ પોતાની વાડીએ હતા. અને પ્રભાબેન ઘરે એકલા હતા ત્યારે આ ઘટના બની હતી.

અમરેલીના નાયબ મામલતદારની માતાની હત્યા (Etv Bharat Gujarat)

હત્યારાએ પ્રભાબેન પર કોઇ તિક્ષ્ણ હથિયારનો ગળાના પાછળના ભાગે એટલો જોરદાર પ્રહાર કર્યો હતો કે અડધુ ગળુ કપાઇ ગયુ હતું. તેમની શેરીમાં મોટાભાગના મકાન બંધ હાલતમાં છે. અને શેરીમાં પ્રભાબેન એકલા જ પોતાના ઘરે હતા. તેમણે શરીર પર પહેરેલા સોનાના દાગીના અને ઘરમાં પડેલી રોકડ સહિતની માલમતા પણ અકબંધ હતી. વળી તેમના પરિવારને કોઇ સાથે અણબનાવ કે દુશ્મની ન હતી. તો આ હત્યા કોણે કરી તે સ્પષ્ટ થઇ શકયુ ન હતું.

બનાવની જાણ થતા અમરેલી તાલુકા પોલીસ ઘટના સ્થળે દોડી ગઇ હતી. એલસીબી, એફએસએલ અને ડોગ સ્કવોડ પણ તપાસમા જોડાયા બાદ હજુ સુધી હત્યારા અંગે કોઇ કડી મળી ન હતી. પ્રભાબેનના પુત્ર રાજુભાઇ તેરૈયા અમરેલીમા નાયબ મામલતદાર છે અને પુરવઠા ઇન્સ્પેકટર તરીકે કામ કરે છે. તેમને ત્યાં પુત્રીનો જન્મ થયો હતો. તેથી પ્રભાબેન હાલમાં તેમને ત્યાં જ રહેતા હતા અને છેલ્લા આઠ દિવસથી જ ચિતલ ગયા હતા. તેઓ ચિતલથી આવતા તે જશવંતગઢમાં તેમની ઘરે હત્યા થઈ હતી. આ હત્યાનું રહસ્ય ઘેરો ઘેરાતું જાય છે કારણ કે તેમના ગળામાં ચેન સહિત રોકડ પણ અકબંધ હતી તેથી હાલ પોલીસ ઘટનાની તપાસ કરી રહી છે.

આ પણ વાંચો:

  1. દ્વારકામાં પાકિસ્તાનને સિક્રેટ માહિતી વેચતો ભારતીય જાસૂસ પકડાયો
  2. કરોડોનું કોકેઈન: કારમાં કોકેઈન છુપાવવાનો આ પેંતરો પણ કામ ન લાગ્યો, કચ્છમાં પ્રવેશ કરતા જ પંજાબના 4 ઝડપાયા

ABOUT THE AUTHOR

...view details