અમરેલી:અમરેલીના માર્કેટિંગ યાર્ડમાં તલના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે,માર્કેટિંગ યાર્ડમાં આજે તલના ભાવ 4545 રૂપિયા બોલાતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. અમરેલી જિલ્લાના ગ્રામીણ વિસ્તારના ખેડૂતોહાલ સાચવી રાખવામાં આવેલા તલની નિકાસ કરી રહ્યા છે, ત્યારે તલનો સારો એવો ભાવ મળતા ખેડૂતોના ચહેરાઓ પર ખુશીનો માહોલ જોવા મળ્યો.
અમરેલી માર્કેટીંગ યાર્ડમાં આજે તલ સફેદનો ભાવ 1620 રૂપિયાથી 2620 રૂપિયા સુધી નોંધાયો હતો, જ્યારે કાળા તલનો ભાવ 2800 રૂપિયા થી લઈને 4,545 રૂપિયા સુધી બોલાયો હતો. માર્કેટિંગ યાર્ડમાં કશ્મીરી તલનો ભાવ 3,225 બોલાયો હતો. હાલમાં માર્કેટિંગ યાર્ડમાં 1 હજાર ક્વિન્ટલની આવક નોંધાય છે.
અમરેલીના માર્કેટિંગ યાર્ડમાં તલના ભાવે રેકોર્ડ સર્જયો (Etv Bharat Gujarat) આજનો માર્કેટિંગ યાર્ડમાં તલનો ભાવ
- સફેદનો તલનો ભાવ 1620 રૂપિયાથી 2620 રૂપિયા
- કાળા તલનો ભાવ 2800 રૂપિયાથી લઈને 4,545 રૂપિયા
- કશ્મીરી તલનો ભાવ 3,225 રૂપિયા
અમરેલી જિલ્લામાં માર્કેટિંગ યાર્ડમાં તલના ભાવે રેકોર્ડ સર્જયો છે. હાલ શિયાળાની સિઝન ચાલુ છે, અને ચીકી તેમજ સાનીમાં તલનો ઉપયોગ કરવામાં આવે છે, જેથી હાલ વધુ માંગ હોવાથી તલના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે, તો સાથે જ માર્કેટિંગ યાર્ડમાં કપાસના ભાવમાં પણ વધારો થયો છે.
અમરેલી માર્કેટિંગ યાર્ડમાં આજે કપાસનો ભાવ 925 રૂપિયા થી રૂપિયા 1,478 સુધીનો ભાવ બોલાયો હતો.માર્કેટિંગ યાર્ડમાં 949 ક્વિન્ટલ આવક કપાસની નોંધાઈ હતી. માર્કેટિંગ યાર્ડ અમરેલીમાં આજે ચણા નો ભાવ ₹700 થી 1,264 રૂપિયા સુધી બોલાયો હતો, જ્યારે જીરુંનો ભાવ ₹4,15 રૂપિયાથી 4430 સુધી બોલાયો હતો. મહત્વપૂર્ણ છે કે, માર્કેટિંગ યાર્ડમાં આજે જીરું કપાસની આવકમાં સતત વધારો થયો છે.
- કપાસનો ભાવ ₹ 925 થી ₹ 1,478
- ચણાનો ભાવ ₹700 થી ₹ 1,264
- જીરુંનો ભાવ ₹4,15 થી ₹ 4430
- સોયાબીનનો ભાવ ₹500થી ₹ 830
અમરેલી માર્કેટિંગ યાર્ડમાં સોયાબીનના ભાવમાં પણ વધારો થયો છે, સોયાબીનનો આજે 500 રૂપિયાથી લઈને 830 રૂપિયા સુધી ભાવ બોલાયો હતો. માર્કેટિંગ યાર્ડમા 1135 ક્વિન્ટલ આવક નોંધાઈ હતી. તો બાજરાનો ભાવ 350 રૂપિયાથી 6002 રૂપિયાનો થયો હતો જ્યારે જુવારનો ભાવ ₹400 થી 792 બોલાયો હતો.
- અમરેલી પંથકના આ આયુર્વેદિક ડોક્ટરે પ્રાકૃતિક બાગાયતી ખેતીમાં કરી કમાલ, અશક્યને શક્ય કરી બતાવ્યું
- પ્રાકૃતિક ખેતીમાં પ્રગતિ, અમરેલીના આંબા ગામના ખેડૂતને ફળી શાકભાજીની ખેતી