અમરેલી :ભાવનગર સોમનાથ નેશનલ હાઈવે પર રાજુલા પાસે અકસ્માત સર્જાયો છે. જેમાં બે લોકોના મોત થતા ચિચિયારીઓ ઉઠી હતી. સાથે જ અકસ્માતના પગલે ટ્રાફિક જામ સર્જાયો હતો. બનાવની જાણ પોલીસને કરવામાં આવી હતી. પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
અમરેલીના રાજુલા નજીક ગોઝારો અકસ્માત, ટ્રકની ટક્કરે બે વ્યક્તિના મોત - AMRELI ACCIDENT
અમરેલી જિલ્લામાં ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે પર રાજુલા પાસે અકસ્માત સર્જાયો હતો. જેમાં ટ્રકની ટક્કર વાગતા બાઈક પર બેસેલા બે લોકોના મોત નીપજ્યા છે.
Published : Oct 19, 2024, 3:47 PM IST
રાજુલા નજીક જીવલેણ અકસ્માત :અમરેલી જિલ્લામાં ભાવનગર સોમનાથ હાઇવે પર બે દિવસ પહેલાં થયેલા અકસ્માત બાદ વધુ એક અકસ્માત સર્જાયો છે. રાજુલા નજીક ટ્રક અને મોટરસાયકલ વચ્ચે અકસ્માત સર્જાયો છે. ટ્રકની ટક્કર વાગતા બે લોકોના મોત થયા છે. અકસ્માત બાદ ટ્રક ચાલક યુવકને 1 કિમી સુધી ઢસડી ગયો હતો. અકસ્માત સર્જાતા લોકોના ટોળા ઉમટી પડ્યા હતા.
બે વ્યક્તિના મોત :પોલીસ દ્વારા બંને મૃતકની ઓળખ કરવામાં આવી છે. જે અનુસાર જાદવભાઈ વાળા અને ખોડાભાઈ વાળા નામના બે વ્યક્તિ અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ થતાં તેમના મોત થયા છે. મોત થતાં પોલીસે મૃતદેહનો કબજો લઈ અને પીએમ અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવાની કામગીરી કરી છે. ઉપરાંત હાઇવે પર અકસ્માત સર્જાતા ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા.