ગુજરાત

gujarat

ETV Bharat / state

'ભાજપની સંકુચિત વિચારસરણીનો જવાબ, રાજરત્ન આંબેડકરએ આપ્યો છે' - મનીષ દોશી - Rajaratna Ambedkar Ambedkar family - RAJARATNA AMBEDKAR AMBEDKAR FAMILY

થોડા સમય પહેલા લોકસભા વિપક્ષના નેતા રાહુલ ગાંધી જ્યારે વોશિંગ્ટન ડીસી ગયા હતા ત્યારે તેમના દ્વારા ત્યાં અનામતને લઈને એક નિવેદન આપવામાં આવ્યું હતું. તે સંદર્ભે આંબેડકર પરિવારના રાજરત્ન આંબેડકર દ્વારા એક વીડિયો બનાવવામાં આવ્યો છે. જાણો. Rajaratna Ambedkar Ambedkar family

ભાજપ રાહુલ ગાંધી વિરુદ્ધ બોલવાનું કહે છે એવો આક્ષેપ
ભાજપ રાહુલ ગાંધી વિરુદ્ધ બોલવાનું કહે છે એવો આક્ષેપ (Etv Bharat Gujarat)

By ETV Bharat Gujarati Team

Published : Sep 18, 2024, 6:05 PM IST

Updated : Sep 18, 2024, 7:55 PM IST

'ભાજપની સંકુચિત વિચારસરણીનો જવાબ, રાજરત્ન આંબેડકરએ આપ્યો છે' - મનીષ દોશી (Etv Bharat Gujarat)

અમદાવાદ:આંબેડકર પરિવારના રાજરત્ન આંબેડકર દ્વારા શેર કરવાં આવેલા વીડિયોના સંદર્ભે ગુજરાત કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશી જણાવે છે કે, 'લોકસભા વિપક્ષના નેતા રાહુલ ગાંધી જ્યારે વોશિંગ્ટન ડીસી ગયા હતા ત્યારે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ પૈસા આપીને પણ જે ભીડ ભેગી નથી કરી શકતા, જે પ્રતિસાદ નથી મેળવી શકતા તે પ્રકારનો અતિભવ્ય પ્રતિસાદ રાહુલ ગાંધીને મળ્યો હતો.' તમને જણાવી દઈએ કે, આ વીડિયોમાં ભારતીય જનતા પાર્ટી રાહુલ ગાંધીનો વિરોધ કરવા માટે રાજરત્ન આંબેડકર પર દબાણ કરતી હોય તે પ્રકારના આક્ષેપો લગાડવામાં આવ્યા છે.

'ભાજપની સંકુચિત વિચારસરણીનો જવાબ, રાજરત્ન આંબેડકરએ આપ્યો છે' - મનીષ દોશી (Etv Bharat Gujarat)

મનીષ દોશીએ જણાવતા કહ્યું કે, આમ ભારતીય જનતા પાર્ટી બધા લોકોને રાહુલ ગાંધીનો વિરોધ કરવા માટે દબાણ કરી રહી છે. રાજરત્ન આંબેડકરનો એ વીડિયો મારા સુધી પણ પહોંચ્યો જેમાં આંબેડકર પરિવારના રાજરત્ન આંબેડકર તે બાબત સ્પષ્ટ પણે જણાવી રહ્યા છે કે, રાહુલ ગાંધી દ્વારા જે વાત કરવામાં આવી હતી તે વાતથી બાબા સાહેબ આંબેડકર પણ સહમત હશે કે જો સમાજની અંદર ભેદભાવ અને અસમાનતા દૂર થઈ જાય તો અનામતની જરૂર રહેતી નથી. તો પણ ભારતીય જનતા પાર્ટી દ્વારા તેમને રાહુલ ગાંધીનો વિરોધ કરવા માટે બે દિવસથી દબાણ કરવામાં આવી રહ્યું છે, તેવું તેઓ વીડિયોમાં સ્પષ્ટ જણાવી રહ્યા છે.'

'ભાજપની સંકુચિત વિચારસરણીનો જવાબ, રાજરત્ન આંબેડકરએ આપ્યો છે' - મનીષ દોશી (Etv Bharat Gujarat)

મનીષ દોશી વધુમાં જણાવે છે કે, 'ભારતીય જનતા પાર્ટીની નીતિ જ આવી રહી છે સમાજની અંદર સમાનતા આવે તેના કરતાં અસમાનતા રહે તેમાં જ તેઓનું હિત જળવાયેલું છે. તેથી તેઓ અવારનવાર આ પ્રકારના પ્રપંચો કરતા હોય છે, પરંતુ આ પ્રકારની ભારતીય જનતા પાર્ટીની સંકુચિત વિચારસરણીનો જવાબ રાજરત્ન આંબેડકરે આપ્યો છે.'

આ પણ વાંચો:

  1. વલસાડ સિવિલ હોસ્પિટલમાં શ્વાન ફરતા હોવાનો વીડિયો વાયરલ, મુખ્ય સંચાલકે સુરક્ષામાં બેદરકારીની વાત કબૂલી - Stray dogs roam the Civil Hospital
  2. આમ આદમી પાર્ટી દિલ્હીમાં કરી રહી છે મોટી રેલીનું આયોજન, અરવિંદ કેજરીવાલ જનતાને કરશે સંબોધન! - DELHI AAP PLANNING FOR BIG RALLY
Last Updated : Sep 18, 2024, 7:55 PM IST

ABOUT THE AUTHOR

...view details