અમદાવાદ:શહેરના ગોમતીપુર વિસ્તારમાં આવેલું ચારતોડા કબ્રસ્તાન ફરી એકવાર ચર્ચામાં આવ્યું છે. ચારતોડા કબ્રસ્તાનમાં ગેરકાયદેસર કબજાના વિવાદ મામલે ગુજરાત વકફ ટ્રિબ્યુનલે સ્ટે ઓર્ડરને ફગાવી દીધા છે. આ અંગે એડવોકેટ ફોઝાન સોનીવાલાએ જણાવ્યું કે, વક્ફ કમિટીનાં માલિકી અને વહીવટી તાબા હેઠળ આવેલું ચારતોડા કબ્રસ્તાન, જે ગોમતીપુર ખાતે આવેલું છે. તેના કેટલાક દબાણદારોએ વકફ ટ્રિબ્યુનલમાં દાવા દાખલ કર્યા છે. તે પૈકી અબ્દુલ અઝીઝ જમીર અલી અન્સારીના વારસ આબેદા બાનું અબ્દુલ અઝીઝ અન્સારીને તેમને દાખલ કરેલ દાવા સામે વક્ફ કમિટીનો મનાઈ હુકમ મળ્યો છે.
કબ્રસ્તાનમાં વધી રહ્યા છે ગેરકાનૂની દબાણ:ગુજરાત વક્ફ ટ્રિબ્યુનલે આ વિવાદ અંગેની સુનવણી દરમિયાન કામચલાઉ મનાઈ હુકમ ઉઠાવી લઈ મનાઈ હુકમ રદ્દ કરી દીધો છે. એડવોકેટ ફોઝાન સોનીવાલાએ આગળ કહ્યું કે, અમદાવાદના ગોમતીપુરમાં આવેલ ચારચોડા કબ્રસ્તાનમાં કેટલાક વર્ષોથી ગેરકાનૂની દબાણો વધતી જાય છે. આ દબાણો હટાવવા માટે અમદાવાદ સુન્ની મુસ્લિમ વક્ફ કમિટી દ્વારા પણ ઘણા સમયથી પ્રયત્નો થઈ રહ્યા છે. તો પણ પરિસ્થિતિ સુધારવાનું નામ નથી લેતી એટલા માટે સફાઈ ઝુંબેશ પણ ચાલુ કરવામાં આવ્યું હતું. પરંતુ ચારતોડા કબ્રસ્તાનમાં ગેરકાયદેસર રહેણાંક લોકોએ ક્યાં કબજા બનાવીને ત્યાંથી હટવાનું નામ નથી લેતા.
કેટલાક દબાણદારો એ વક્ફ ટ્રિબ્યુનલમાં દાવા દાખલ કર્યા છે. તે પૈકી અબ્દુલ અઝીઝ જમીર અલી અન્સારીના વારસ આબેદાબાનું અબ્દુલ અઝીઝ અન્સારીને તેમને દાખલ કરેલા દાવા નં 06/24 નાં કામે વક્ફ કમિટી સામે મનાઈ હુકમ મળ્યો હતો. આ દાવામાં વક્ફ કમિટી એ જવાબ રજુ કરી દીધો હતો. પરંતુ છેલ્લા કેટલાક વખતથી આબેદા બાનુંનાં વકીલ યેનકેન પ્રકારે મનાઈ હુકમ લંબાવવાની અરજી આપતા હતા. 4 ઓક્ટોબરના રોજ પણ તેઓએ રિજોઇન્ડર રજુ કરવા માટે મુદતની અરજી આપી કોર્ટને મનાઈ હુકમ લંબાવી આપવાની અરજી કરી હતી. પરંતુ વક્ફ કિમટીએ વાંધો લેતા નામદાર ટ્રીબ્યુનલે આબેદાબાનુના વકીલ વારંવાર મુદત લઇ જાય છે, તેવું ધ્યાને લઇ કામચલાઉ મનાઈ હુકમ ઉઠાવી લઇ મનાઈ હુકમ રદ્દ કરી દીધો છે. આમ વક્ફ કમિટીની તરફેણમાં આ હુકમ આવેલો છે અને હવે ચારતોડા કબ્રસ્તાનના દબાણદારો પૈકી કોઈ પણ દબાણદારની તરફેણમાં અને વક્ફ કમિટીની વિરુધમાં કોઈ પણ જાતનો મનાઈ હુકમ કોઈ પણ અદાલતમાં રહેતો નથી.