અમદાવાદ:ચોમાસાની ઋતુને ધ્યાનમાં રાખીને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા દર વર્ષની જેમ ચાલુ વર્ષે પણ ચોમાસાની ઋતુ દરમ્યાન સંસ્કાર કેન્દ્ર, પાલડી ખાતે મોનસુન મુખ્ય કંટ્રોલરૂમ શરૂ કરવામાં આવ્યો છે. જ્યાં જુદા જુદા ઝોનના કંટ્રોલરૂમોમાંથી દર બે કલાકે વરસાદની સ્થિતિ પર મોનિટરિંગ કરવામાં આવશે.
ચોમાસા દરમ્યાન વરસાદને કારણે ઉદભવતી સમસ્યાઓનો ત્વરિત નિરાકરણ થઈ શકે તે માટે શહેરીજનો મોનસુન મુખ્ય કંટ્રોલરૂમ સહિત સાત (૭) ઝોનમાં શરુ કરવામાં આવેલ કંટ્રોલ રૂમમાં વ્હોટ્સઅપ WhatsApp સોશીયલ મિડીયાના માધ્યમથી મોનસુન સંબંધિત ફરિયાદો નોંધાવી શકશે.
મધ્ય ઝોન ૯૭૨૬૪૧૫૮૪૬
પૂર્વ ઝોન ૯૦૯૯૦૬૩૮૫૬
પશ્ચિમ ઝોન ૬૩૫૯૯૮૦૯૧૬
ઉત્તર પશ્ચિમ ઝોન ૯૭૨૬૪૧૬૧૧૨
દક્ષિણ પશ્ચિમ ઝોન ૬૩૫૯૯૮૦૯૧૩
ઉત્તર ઝોન ૯૭૨૬૪૧૫૫૫૨
દક્ષિણ ઝોન ૯૦૯૯૦૬૩૨૩૯
મુખ્ય કંટ્રોલ રૂમ ૯૯૭૮૩૫૫૩૦
મુખ્ય કંટ્રોલરૂમ ખાતેથી જુદા જુદા ઝોનના 24 કટ્રોલ રૂમો અને અન્ડરપાસોને વાયરલેસ સીસ્ટમ અને ઈન્ટરનેટ માધ્યમથી ડિઝીટલી કનેકટ કરવામાં આવ્યા છે તેમજ વરસાદ માપવાના કુલ 27 અદ્યતન ઓટોમેટીક રેઈન ગેજ મુકીને સુસજ્જ કરવાની કામગીરી હાથ ધરેલ છે.
શહેરમાં આવેલ કુલ 21 અન્ડરપાસોમાં વરસાદી પાણીનો નિકાલ થઈ રહે તે માટે હેવી કેપેસીટીના પમ્પો મુકવામાં આવે છે તેમજ અનુભવી - નિષ્ણાંત સ્ટાફને વોકી ટોકી સાથે એપોઈન્ટ પણ કરવામાં આવેલ છે.
શહેરમાં ભરાતા વરસાદી પાણીનો ત્વરિત અને યોગ્ય રીતે નિકાલ થઈ રહે તે માટે અમદાવાદ શહેરમાં કુલ ૬૩,૭૩૫ કેચપીટોની સફાઈની કામગીરી પ્રગિતમાં છે. હાલમાં બીજા અને ત્રીજા રાઉન્ડની સફાઈ કરવાનું આયોજન કરવામાં આવે છે. હાલમાં ભયજનક વૃક્ષો અને સુકા વૃક્ષોનો સર્વે કરવાની કામગીરી પ્રગતિમાં છે. ભયજનક વૃક્ષો અને સુકા વૃક્ષોને ટ્રીમીંગ કરવાની કામગીરી શરૂ છે.
બગીચા વિભાગ દ્વારા 9 ટ્રીમીંગ-વાન રાખવાનું આયોજન કરવામાં આવેલ છે તેમજ 60 ટ્રેક્ટર-ટ્રોલીની ફાળવણી અને વોર્ડ દીઠ 4 શ્રમિકો હાજર રહે તે મુજબનું આયોજન કરવામાં આવેલ છે.
સાબરમતી નદીમાં વરસાદી પાણીનાં નિકાલ અંગે પશ્ચિમ છેડે ૨૩ અને પૂર્વના છેડે ૧૮ ડિસ્ચાર્જ પોઈન્ટ દ્વારા વરસાદી પાણીનો નિકાલ કરવામાં આવશે.
તળાવોના ઇનલેટ અને આઉટલેટ પોઈન્ટની સફાઈ કરવામાં આવેલ છે તેમજ તળાવોમાં પાણી વધુ ભરાય અને ઊંડા ઉતરી શકે તે માટેની કામગીરી ચાલુ છે. તળાવોના પરકોલેશન વેલની સફાઈ કરાવવામાં આવે છે. ખારીકટ કેનાલમાં વરસાદી પાણીના નિકાલ માટે કુલ ૬૭ પમ્પો બનાવવામાં આવેલ છે અને તેમાં ૧૧૩ પમ્પો દ્વારા વરસાદી પાણીનો નિકાલ કરવામાં આવે છે.
ભારે વરસાદ દરમ્યાન ભરાયેલ વરસાદી પાણી અને વોટર લોગીંગ સ્પોટ ઉપર ઉપરી અધિકારીઓ દ્વારા સ્થળ નિરિક્ષણ અને વરસાદી પાણીના ત્વરિત નિકાલ માટે કુલ ૩૫ સ્ટ્રોર્મ વોટર પમ્પીંગ સ્ટેશન તથા ૮૭ પમ્પો દ્વારા વરસાદી પાણીનો નિકાલ કરવામાં આવશે.