અમદાવાદ: ઓલ ઈન્ડિયા ચાર્ટર્ડ એકાઉન્ટ્સનું પરિણામ જાહેર થઈ ગયું છે. જેમાં અમદાવાદની વિદ્યાર્થિની રિયા શાહ દેશભરમાં બીજા ક્રમે અને ગુજરાતમાં પ્રથમ ક્રમે આવી છે. આ ઉપરાંત વડોદરાના બે વિદ્યાર્થીઓને પણ ટોપ 50માં સ્થાન મળ્યું હતું. આ વખતે CA ફાઈનલની પરીક્ષામાં 11 હજાર 500 વિદ્યાર્થીઓને સફળતા મળી હતી. તો ઓવરઓલ CAના પરિણામની વાત કરીએ તો દેશનું પરિણામ આ વખતે 13.45 ટકા આવ્યું હતું.
અમદવાદની રિયા દેશભરમાં ઝળહળી
CA ફાઈનલના પરિણામમાં અમદાવાદની રિયા શાહે મોટી ઉપલબ્ધિ હાંસેલ કરી છે. રિયા 501 માર્ક્સ સાથે સમગ્ર દેશમાં બીજા ક્રમની ટોપર રહી છે. તેને 83.50 ટકા આવ્યા છે. રીયા જ્યારે પ્રથમ ક્રમ સંયુક્ત રીતે હૈદરાબાદનો હેરંબ મહેશ્વરી અને તિરુપતિના રીષભ ઓત્સવાલને મળ્યો હતો. તેમને 508 માર્ક્સ (84.67 ટકા) મળ્યા હતા. જ્યારે કોલકાતાની કિંજલ અજમેરા 493 માર્ક્સ (82.17 ટકા) સાથે ત્રીજા ક્રમે રહી હતી.
- ગ્રુપ I: 66,987 ઉમેદવારોમાંથી, 11,253 પાસ થયા, જેની પાસ ટકાવારી 16.8 ટકા છે.
- ગ્રુપ II: 49, 459 ઉમેદવારોમાંથી 10,566 પાસ થયા, 21.36 ટકાની પાસ ટકાવારી હાંસલ કરી.
- બંને ગ્રુપો: કુલ 30,763 ઉમેદવારો હાજર રહ્યા હતા, અને 4,134 પાસ થયા હતા, જેની ટકાવારી 13.44 ટકા હતી.