અમદાવાદ: દાહોદમાં એક છ વર્ષની દીકરીની હત્યા મામલે આજરોજ ગુજરાત કોંગ્રેસ પ્રદેશ સમિતિ દ્વારા પાલડી ખાતે આવેલ રાજીવ ગાંધી ભવનથી ટાઉન હોલ સ્વામી વિવેકાનંદની પ્રતિમા સુધી પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. ઉપરાંત બળાત્કારીને ફાંસી થાય તે પ્રકારની માંગ તેમના દ્વારા મૂકવામાં આવી હતી. આ પદયાત્રા કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને રાજ્યસભાના સાંસદ શક્તિસિંહ ગોહિલની અધ્યક્ષતામાં યોજાઇ હતી.
Etv Bharat Gujaratના સંવાદદાતા દ્વારા શક્તિસિંહ ગોહિલને જ્યારે પ્રશ્ન કરવામાં આવ્યો કે, અવારનવાર આવી ઘણી બધી હૈયુ હચમચાવી મૂકે તેવી ઘટનાઓ બનતી હોય છે, પરંતુ દર વખતે કોંગ્રેસ પાર્ટી આ પ્રકારે પદયાત્રાનું આયોજન કરતી નથી, શું કોંગ્રેસ ખરેખર કરુણ છે ? કે પછી આમાં કોંગ્રેસ પોતાનું રાજકીય હિત જુએ છે ? કે આરોપી આચાર્ય VHP સાથે સંકળાયેલો છે ?
પદયાત્રા કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને રાજ્યસભાના સાંસદ શક્તિસિંહ ગોહિલની અધ્યક્ષતામાં યોજાઇ હતી (Etv Bharat Gujarat) દાહોદની ઘટના મામલે કોંગ્રેસની પદયાત્રા, કરુણતા કે રાજકીય હિત ? (Etv Bharat Gujarat) દાહોદની ઘટના મામલે કોંગ્રેસની પદયાત્રા, કરુણતા કે રાજકીય હિત ? (Etv Bharat Gujarat)
પૂછવામાં આવેલા આ પ્રશ્નનો શક્તિસિંહ ગોહિલે જવાબ આપ્યો હતો કે,"આ પદયાત્રા કોઈ રાજકીય ઉદ્દેશ્ય સાથે નથી યોજાઇ આમાં કોઈ રાજકીય હિત નથી. ઉપરાંત આવી ઘટના જેમાં આચાર્ય દ્વારા છ વર્ષની બાળકી પર દુષ્કર્મનો પ્રયાસ અને ત્યારબાદ તેની હત્યા કરી દેવામાં આવી હોય તેવી ઘટના રાજ્યમાં અત્યાર સુધી નથી બની અને આવી બાબતોમાં રાજકીય હિત જોવાનું જ ન હોય. "
તેમણે વધુમાં જણાવતા કહ્યું કે, 'રાજ્યમાં આટલી મોટી ઘટના બની પણ છતાં નથી વડાપ્રધાન કશું બોલતા કેમ નથી, ગુજરાતના મુખ્યમંત્રી કશું બોલતા નથી. જ્યારે અન્ય રાજ્યમાં આવી કોઈ ઘટના બની હોય ત્યારે શેરી શેરીએ કેન્ડલ માર્ચ કાઢનાર ભાજપ ચૂપ છે. કારણ કે જેણે ગુનો કર્યો છે એ ભાજપનો પ્રચારક એમની વિચારધારાવાળો માણસ છે, RSSનો પ્રચારક છે. તમે ગુનેગારને ગુનેગારની રીતે જ જુઓ તેને બચાવો નહીં.'
આ પણ વાંચો:
- દાહોદના પ્રવાસે જેનીબેન ઠુમ્મર : મૃતક બાળકીના પરિવાર સાથે મુલાકાત, કલેક્ટરને આવેદનપત્ર આપ્યું - Dahod girl rape murder case
- બનાસકાંઠાના એક વિદ્યાર્થીના પત્રએ તંત્રની આંખ ઉઘાડી... એવું તો શું લખ્યું પત્રમાં ? - student wrote letter to principal