સીએસ બની ગઇ પણ બીકોમનો અભ્યાસ હજુ ચાલી રહ્યો છે અમદાવાદ : તાજેતરમાં જ દેશભરમાં પરીક્ષા આપી રહેલા સીએસની પરીક્ષાની એક્ઝ્યુક્યુટીવ અને પ્રોફેશનલનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. સીએસનું પરિણામ ખૂબ જ ઓછું આવે છે, છતાં અમદાવાદની વિદ્યાર્થીને સીએસના ત્રણેય લેવલ એક જ ટ્રાયલમાં પૂર્ણ કર્યાં છે અને વિદ્યાર્થિની 19 વર્ષની ઉમરમાં જ સીએસ બની છે. હજુ વિદ્યાર્થિનીનો બીકોમનો અભ્યાસ પણ ચાલી રહ્યો છે જે આગામી મે મહિનામાં પૂર્ણ થશે.
ખાનગી કોંચિગથી સીએસનો અભ્યાસ શરુ કર્યો :અમદાવાદમાં રહેતી મહેક સેજવાની નામની વિદ્યાર્થી સીએસનો અભ્યાસ કરતી હતી. વર્ષ 2021માં મહેકે ધોરણ 12 કોમર્સની પરીક્ષા પાસ કરી હતી જેમાં તેણે 72 ટકા આવ્યા હતા, જ્યારે ધોરણ 10માં 74 ટકા આવ્યા હતાં. ધોરણ 12 બાદ મહેકે જે.જી કોલેજમાં બીકોમમાં એડમિશન મેળવ્યું હતું અને સાથે ખાનગી ઇન્સ્ટિટ્યૂટમાંથી સીએસનો અભ્યાસ ચાલુ કર્યો હતો. કોલેજ શરૂ થઈ તે પહેલાંથી જ સીએસનો અભ્યાસ શરૂ કરી દીધો હતો.
ત્રણેય લેવલ એક જ ટ્રાયલમાં પાસ કર્યા મહેકે જૂન 2021માં સીએસનો અભ્યાસ શરૂ કર્યો હતો જેમાં પ્રથમ લેવલ એટલે કે CSEET ની પરીક્ષા નવેમ્બર 2021માં આપી હતી જેમાં 200માંથી 138 માર્કસ મેળવ્યા હતા ત્યારબાદ બીજા લેવલની તૈયારી શરૂ કરી હતી.બીજા લેવલ એટલે કે એક્ઝીક્યુટીવની પરીક્ષા ડિસેમ્બર 2022માં આપી હતી જેમાં 800માંથી 471 માર્કસ મેળવ્યા હતા અને ઓલ ઇન્ડિયા 3rd રેન્ક મેળવ્યો હતો.ત્યારબાદ ડિસેમ્બર 2023માં સીએસ પ્રોફેશનલની પરીક્ષા આપી હતી જેનું 25 ફેબ્રુઆરીએ પરિણામ જાહેર થયું છે.ત્રીજા અને અંતિમ લેવામાં 900માંથી 450. માર્ક્સ મેળવ્યા છે.આમ ત્રણેય લેવલ એક જ ટ્રાયલમાં પાસ કર્યા છે.હવે મહેક 21 મહિના ઇન્ટર્નશિપ કરશે.આ સાથે LLB,LLM અને PHD નો પણ અભ્યાસ કરશે.
પૂરી મહેનત, ગંભીરતા તથા હાર્ડ વર્ક સાથે તૈયારી કરતી હતી. રોજ લખવાની તથા વાંચવાની પ્રેક્ટિસ પણ કરતી હતી. મેં શરૂઆતથી કોંચિંગ ઇન્સ્ટિટ્યૂટથી જ અભ્યાસ કર્યો હતો. બંને લેવલે ખૂબ સારી રીતે પાસ કર્યાં હતાં પરંતુ પ્રોફેશનલની પરીક્ષા અગાઉ હું ખૂબ બીમાર હતી. છતાં ઘરવાળા અને કોચિંગ ક્લાસના સપોર્ટથી હું પરીક્ષા આપવા તૈયાર થઈ હતી અને આજે 19 વર્ષ 9 મહિનાની ઉમરમાં હું સીએસ થઈ ચૂકી છું.અત્યાર સુધી નાની ઉમરના સીએસ મેં જોયા છે તે મુજબ સૌથી નાની ઉમરના સીએસની ઉમર 19 વર્ષ 11 મહિના છે પરંતુ મારી ઉમર 19 વર્ષ 9 મહિના છે જેથી મેં ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ માટે એપ્લાય કર્યું છે...મહેક સેજવાની ( 19 વર્ષે સીએસ પાસ વિદ્યાર્થિની )
મોટી કંપનીમાં ઇન્ટર્નશિપ કરશે6 મહિના કોન્સેપ્ટ સમજવા માટે મહેનત કરી હતી ત્યારબાદ છેલ્લા 4 મહિના લખવાની પ્રેક્ટિસ કરી હતી. ક્લાસમાં સૌથી વધુ પરીક્ષા લેવામાં આવતી હતી. 5 મહિના જેટલો સમય ક્લાસમાં સતત પરીક્ષા લેવામાં આવતી હતી. જેનાથી એક તબક્કે મહેક કંટાળી ગઈ હતી અને ફરિયાદ પણ કરી કે આટલી બધી પરીક્ષા શા માટે? પરંતુ ક્લાસમાં જે પ્રિલીમ્સ પરીક્ષા આપી તેનું જ પરિણામ મને મળ્યું છે. મારે હવે ટાટા, અદાણી જેવી મોટી કંપનીમાં ઇન્ટર્નશિપ કરવી છે.
બંને મોડ્યુલ સાથે પાસ મહેકે ધોરણ 12 પૂરું કર્યા બાદ કોલેજ પહેલાં જ સીએસનો અભ્યાસ શરૂ કરી દીધો હતો. આ અભ્યાસ શરૂ કર્યા બાદ ત્રણેય લેવલ એક એક ટ્રાયલમાં જ પાસ પણ કરી દીધા હતાં. મોટાભાગના વિદ્યાર્થીઓ બંને મોડ્યુલ સાથે પાસ કરી શકતા નથી, જેથી અલગ અલગ પરીક્ષા આપે છે. પરંતુ મહેકે બંને મોડ્યુલ સાથે પાસ કરી દીધા હતાં. જેથી નાની ઉમરમાં જ સીએસનો અભ્યાસ પૂર્ણ કર્યો છે.
- CSની પરીક્ષામાં ગુજરાતની દીકરી દેશમાં પ્રથમ, શું છે તેનો અકસીર ફોર્મ્યુલા
- સૌથી નાની ઉંમરે CA CS અને CMA પરીક્ષા પાસ કરતો વિદ્યાર્થી શશાંક તંબોલી, જાણો સંઘર્ષની વાત