ગુજરાત

gujarat

ETV Bharat / state

પાંજરાપોળ જંકશન પર ઓવરબ્રિજ બનશે? સુનાવણી બાદ હાઇકોર્ટે ચુકાદો અનામત રાખ્યો - AHMEDABAD NEWS

ગુજરાત હાઇકોર્ટે પાંજરાપોળ જંકશન ઉપર ઓવરબ્રિજ બનાવવા મુદ્દે કરાયેલી જાહેર હિતની અરજી પર સુનાવણી પૂર્ણ કરી આ મામલે ચુકાદો અનામત રાખ્યો છે.

ગુજરાત હાઇકોર્ટ
ગુજરાત હાઇકોર્ટ (Etv Bharat Gujarat)

By ETV Bharat Gujarati Team

Published : 23 hours ago

અમદાવાદ: અમદાવાદના પાંજરાપોળ જંકશન ઉપર ઓવર બ્રિજ બનાવવા મામલે ગુજરાત હાઇકોર્ટમાં એક જાહેર હિતની અરજી કરવામાં આવી છે. આ મામલે સતત બીજા દિવસે હાઇકોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. ગઈ કાલે હાઇકોર્ટમાં આ મુદ્દે બે કલાક સુધી સુનાવણી ચાલી હતી. આજે ફરી હાઇકોર્ટે આ મામલે સુનાવણી કરી છે.

હાઈકોર્ટ પાસે સ્ટેની માંગ કરાઈ:આ જાહેર હિતની અરજી પર સુનાવણી દરમિયાન હાઇકોર્ટમાં અરજદારોએ જણાવ્યું હતું કે,'આ જંકશન ઉપર ઉતરોતર ટ્રાફિક ઘટ્યો છે. અમદાવાદમાં ગ્રીન કવર ઓછું છે. ત્યારે આ પ્રોજેક્ટ માટે વૃક્ષો કાપવાથી પર્યાવરણને નુકસાન થશે. આની સાથે જ રસ્તો સાંકડો થશે અને જે કોન્ટ્રાક્ટરને કોન્ટ્રાક્ટ સોપાયો છે. તે રણજીત ગ્રુપનું ટ્રેક રેકોર્ડ ખરાબ છે. તેથી બ્રિજ બનવા સામે હાઇકોર્ટ સ્ટે આપે એવી માંગ કરવામાં આવી હતી.'

કેટલા અંદાજે કોર્ટ હસ્તક્ષેપ કરી શકે: ગુજરાત હાઇકોર્ટના ચીફ જજ સુનિતા અગ્રવાલ અને જજ પ્રણવ ત્રિવેદીની બેંચ સમક્ષ આ અંગે સુનાવણી હાથ ધરવામાં આવી હતી. હાઇકોર્ટે અરજદાર પાસે વહીવટ પાંખના નીતિવિષયક નિર્ણયોમાં કેટલા અંદાજે કોર્ટ હસ્તક્ષેપ કરી શકે તે અંગે જવાબ માંગ્યા હતા. ત્યાર પછી અરજદાર તરફે હાઇકોર્ટના હસ્તક્ષેપની જરૂરિયાત અંગે જણાવ્યું હતું કે,'જો નિર્ણય કુદરતી સિદ્ધાંતોથી લેવાયો હોય તો કોર્ટે હોશે કરવું જોઈએ.' અરજદારે કેટલાક સુપ્રીમ કોર્ટના ચુકાદાઓ હાઇકોર્ટમાં રજૂ કર્યા હતા.

અરજદારના સિનિયર વકીલે તે અંગે કહ્યું હતું કે,'જો લેવાયેલો નિર્ણય ભૂલ ભરેલો, કાયદા વિરુદ્ધ, અયોગ પ્રક્રિયા અને તર્કસંગત ના હોય તો હાઇકોર્ટ જ્યુડિશિયલ રિવ્યુ કરી શકે. ભારતમાં બંધારણ સુપ્રીમ કાયદો છે કોર્ટ આવા સંજોગોમાં વહીવટ અને અમલદારીના કાર્ય ક્ષેત્રમાં હસ્તક્ષેપ કરી શકે છે.'

બીજી તરફ આ મામલે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તરફે એડવોકેટ જનરલે રજૂઆત કરી હતી કે અરજદારના જણાવ્યા મુજબ જો AMC એ બ્રિજ બનાવવા જ હોય તો યુનિવર્સિટીથી નહેરુનગર તરફ પહેલા બનાવવો જોઈતો હતો. પરંતુ આની પાછળ આખી પ્રક્રિયા સમજવી જરૂરી છે.

34 ઇન્ટરસ્ટેશન રિપોર્ટ તૈયાર કરાયા: તેમણે વધુ જણાવ્યું હતું કે, 'અમદાવાદ શહેર પશ્ચિમ તરફ વિસ્તરી રહ્યું છે. સૌથી પહેલા રીલીફ રોડ ત્યારબાદ આશ્રમ રોડ અને હવેથી અમદાવાદ શહેરનો વિસ્તાર આગળ વધી રહ્યો છે. 2012માં અમદાવાદના 34 ઇન્ટરસ્ટેશન ઉપર રિપોર્ટ તૈયાર કરવામાં આવી હતી. જેમાં પાંજરાપોળનો પણ સમાવેશ થયો હતો. જે તે વખતે ગુજરાત યુનિવર્સિટી થી નેહરુનગર તરફ જતા રોડ ઉપર બીઆરટીએસની કામગીરી ચાલી રહી હતી. ત્યારે શહેરમાં કેટલાક રેલવે બ્રિજોનું પણ નિર્માણ થઈ રહ્યું હતું.'

ત્યારે હાઇકોર્ટે કહ્યું હતું કે આ તો નિતિ વિષયક નિર્ણય જ નથી. પરંતુ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને લગતો નિર્ણય છે. ત્યારે સ્વાભાવિક છે કે આને લઈને કોર્ટની પાસે ટેકનિકલ જ્ઞાન ન હોય.

ગ્રીન કવર વધારવા શું કરી શકાય: આ મામલે એડવોકેટ જનરલે જણાવ્યું હતું કે,'હાઇકોર્ટ દ્વારા જે શરતો રાખવામાં આવશે. એ મંજૂર રાખવામાં આવશે. અને ગ્રીન કવર માટે વધુ વૃક્ષા રોપણ પણ કરવામાં આવશે. તે ઉપરાંત જ્યાં સુધી કંપનીના ટ્રેક રેકોર્ડનો સવાલ છે ત્યાં સુધી એને પણ ધ્યાનમાં લેવામાં આવશે. અરજદારો દ્વારા અગાઉ એવી રજૂઆત કરવામાં આવી હતી કે IIM ચાર રસ્તા ઉપર અગાઉના ત્રણ રિપોર્ટ મુજબ વર્ષ 2012 માં નવેમ્બર મહિનામાં સવારે અને સાંજના સમયે અનુક્રમે 10000 અને 9882 વધુ વાહનો પસાર થયા હતા. ત્યારબાદ 2020 માં એક IITRAM ની રિપોર્ટ સામે આવી હતી. આ રિપોર્ટ મુજબ સવારે 8582 અને રાત્રિના સમયે 7788 વાહનો એક એક કલાકમાં પસાર થાય છે.

આ પણ વાંચો:

  1. ઈસ્કોન મંદિર ફરી વિવાદમાં: દીકરીને પાછી મેળવવા નિવૃત્ત આર્મીમેને HCના દ્વાર ખખડાવ્યા, જાણો શું છે મામલો?
  2. ભુપેન્દ્રસિંહ ઝાલાને હાઈકોર્ટનો ઝટકો, કોર્ટે આગોતરા જામીન અરજી ફગાવી

ABOUT THE AUTHOR

...view details