અમદાવાદ: BZ ગ્રુપ દ્વારા 6000 કરોડ રૂપિયાના કૌભાંડના આરોપમાં ભુપેન્દ્ર ઝાલા આજે શનિવારે ગ્રામ્ય કોર્ટમાં રજૂ કરવાના હતા પરંતુ ભુપેન્દ્ર ઝાલાને ન્યાયાધીશના ઘરે રજૂ કરવામાં આવ્યા હતાં. ભુપેન્દ્ર ઝાલાના વકીલ ન આવતા લીગલ સર્વીસ ઓથોરિટીમાંથી વકીલ આપવામાં આવ્યા હતા, આ મામલે ભુપેન્દ્રસિંહ ઝાલાના સાત દિવસના પોલીસ રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યાં છે.
ગુજરાતમાં સૌથી વધારે ચર્ચાનો વિષય બનેલા 6 હજાર કૌભાંડના મુખ્ય આરોપી ભુપેન્દ્રસિંહ ઝાલાની આખરે ધરપકડ કરવામાં આવી, CID ક્રાઇમ દ્વારા ગઈકાલે શુક્રવારે મહેસાણાના વિસનગરના દવાળા ગામના એક ફાર્મ હાઉસમાંથી ભુપેન્દ્ર ઝાલાની ધરપકડ કરવામાં આવી હતી. ત્યાર બાદ આજે શનિવારે ભુપેન્દ્ર ઝાલાને ન્યાયાધીશના ઘરે રજૂ કરવામાં આવ્યા. આ તકે આરોપી ભુપેન્દ્ર ઝાલાને 14 દિવસ સુધી રિમાન્ડ પર રાખવાની માંગ CID ક્રાઇમ દ્વારા કરવામાં આવી હતી, પરંતુ ન્યાયાધીશએ તેમના સાત દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે, હવે ભુપેન્દ્ર ઝાલાએ કરેલા નાણાકીય વ્યવહારો, ફરાર થયા ત્યા સુધીમાં કોની કોની સાથે સંપર્ક થયો સહિતની વિગતો પણ તપાસ કરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે ગત સોમવારે ગુજરાત હાઇકોર્ટ ભુપેન્દ્ર ઝાલાના આગોતરા જામીન ના મંજૂર કર્યા હતા, ત્યારથી જ ભુપેન્દ્ર ઝાલાની અટકાયતનું કાઉનડાઉન શરૂ થઈ ગયું હતું. સીઆઇડી ક્રાઈમ દ્વારા નાણાકીય વ્યવહારોની સાથે-સાથે ભુપેન્દ્ર ઝાલાને આશરે આપવામાં આવ્યો અને છુપાવવામાં અત્યાર સુધી કોણે કોણે મદદ કરી છે તે તમામ લોકો વિરુદ્ધ પણ કાર્યવાહી કરવામાં આવી શકે છે, અને 6 હજાર કરોડનું કૌભાંડનું રહસ્ય પણ ખુલી શકે છે.
મહત્વપૂર્ણ છે કે, એક મહિના અગાઉ સાબરકાંઠા જિલ્લામાં રહેતા BZ ગ્રુપના CEO ભુપેન્દ્રસિંહ ઝાલાએ રોકાણની સામે ઊંચા વળતરની લાલચ આપીને 6,000 કરોડનું કૌભાંડ કર્યા હોવાનું સામે આવતા સમગ્ર ગુજરાતમાં ખળભળાટ મચી ગયો છે. ત્યાર બાદ BZ ગ્રુપના CEO ભુપેન્દ્રસિંહ ઝાલા ભૂર્ગભમાં ઉતરી ગયા હતાં. આ મામલે ગાંધીનગર CID ક્રાઈમે અલગ અલગ ટીમ બનાવી સાબરકાંઠા, વડોદરા, ગાંધીનગર અને રાજસ્થાન સહિત સ્થળો પર દરોડા પાડ્યા હતા. જેમાં અનેક મહત્વના દસ્તાવેજો તેમજ કેસને લગતા પુરાવા એકઠા કરીને કાર્યવાહી કરી છે.
- BZ કૌભાંડનો આરોપી ભુપેન્દ્રસિંહ ઝાલા આજે કોર્ટના પગથીયા ચડશે, રિમાન્ડ અંગે નિર્ણય લેવાશે
- ભુપેન્દ્ર સિંહ ઝાલાએ ગુજરાત હાઈકોર્ટના દ્વાર ખખડાવ્યા, અગાઉ ગ્રામ્ય કોર્ટે ફગાવી હતી અરજી