Etv Bharat Gujarat (Etv Bharat Gujarat) અમદાવાદઃ AMC દ્વારા વરસાદી પાણીના સંગ્રહ માટે પરંપરાગત ખંભાતી કુવાનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. આ કુવા 'ખંભાતી કૂવા'ના નામે જાણીતા છે. પાયલટ પ્રોજેક્ટ તરીકે સમગ્ર શહેરમાં 13 સ્થળોએ કૂવાઓનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે.
અમદાવાદ કોર્પોરેશનમાં એવી ઘણી જગ્યાઓ છે જ્યાં વરસાદી પાણી ભરાય છે. જો વધુ પડતો વરસાદ પડે તો આ સ્થળોએ સમસ્યા સર્જાય છે. અમદાવાદમાં પાયલોટ પ્રોજેક્ટ તરીકે આવા 13 ખંભાતી કૂવાઓ બનાવવામાં આવ્યા છે. જેનો પરિઘ 15 ફૂટ છે, ઊંડાઈ લગભગ 30 ફૂટ છે...દિપક બોગરિયા(અધ્યક્ષ, પાણી પુરવઠા અને ગટર સમિતિ, AMC)
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા હાથ ધરવામાં આવેલી આ પહેલ ખૂબ જ પ્રશંસનીય છે. જો વોટર હાર્વેસ્ટિંગ થશે તો તે આપણા માટે ખૂબ જ ફાયદાકારક છે. તેનાથી પાણીનું સ્તર ઉપર આવશે...ડો.હર્ષ ગઢવી(સ્થાનિક, અમદાવાદ)
પ્રશંસનીય પહેલઃ આ પહેલથી અમદાવાદ શહેરમાં ભૂગર્ભ જળનું સ્તર વધશે અને લોકોને પીવાનું શુદ્ધ પાણી પુરુ પાડી શકાશે. આ પહેલથી શહેરના હાલના જળ સ્ત્રોતો પરનું ભારણ ઘટશે. શહેરના નાગરિકો પણ કોર્પોરેશનની આ પહેલને પ્રશંસી રહ્યા છે. દેશના મોટા શહેરો ઝડપથી વધતી વસ્તી અને ભૂગર્ભ જળ સ્તરના ઘટાડા સામે ઝઝુમી રહ્યા છે, ત્યારે જળ વ્યવસ્થાપનની દિશામાં અમદાવાદ મહા નગર પાલિકાનું પગલું અન્ય મહાનગરોને પણ પ્રેરણા પૂરી પાડશે.
- AMC Green bond : એએમસી ગ્રીન બોન્ડનું બોમ્બે સ્ટોક એક્સચેન્જમાં લિસ્ટીંગ, સીએમે કરી બેલ રીંગીંગ સેરેમની
- AMC AMTS Budget : અમદાવાદીઓ આનંદો! એએમટીએસની વધુ 1078 બસો રોડ પર સંચાલનમાં મુકાશે