આણંદ: આણંદમાં મંગળવારે બુલેટ ટ્રેન પ્રોજેક્ટના નિર્માણ સ્થળ પર દુર્ઘટના સર્જાઈ હતી. કોંક્રિટ બ્લોક ધરાશાયી થયા હતા. તેની નીચે 3 જેટલા મજૂરો ફસાઈ ગયા હતા. જેમને બહાર કાઢવા માટે બચાવ અભિયાન ચલવાયું હતું છે. આણંદ પોલીસ અને ફાયર વિભાગના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા છે. વિગતો મુજબ, બ્લોકમાં નીચે ફસાયેલા 3 જેટલા મજૂરોના મોત થઈ ગયા છે.
સાંજના સમયે બની દુર્ઘટના
આ દુર્ઘટના સાંજે 5 વાગ્યાની આસપાસ થઈ હતી, જ્યારે બાંધકામ સ્થળ પર ઉપયોગમાં લેવાતું ગર્ડર તૂટી ગયો હતો અને મોટો ભાગ પડી ગયો હતો. ઘટનાની માહિતી મળ્યા બાદ સ્થાનિક અધિકારીઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને બચાવ કામગીરી શરૂ કરી હતી.
દુર્ઘટના સ્થળના વીડિયો (Visuals cooperation by Yashdeep Gadhvi) કામદારો નીચે દબાયા
આણંદ જિલ્લાના પોલીસ અધિક્ષક ગૌરવ જસાણીએ આ ઘટનાની પુષ્ટિ કરતા જણાવ્યું હતું કે, "બચાવ કરાયેલા બે કામદારોને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. તેઓ સાજા છે. માનવામાં આવે છે કે અન્ય બે કામદારો હજુ પણ ફસાયેલા છે. અમે બચાવ અભિયાન ચલાવી રહ્યા છીએ."
નેશનલ હાઈ સ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડે જણાવ્યું હતું કે, "મહી નદી પર બુલેટ ટ્રેન પ્રોજેક્ટના નિર્માણ સ્થળ પર આજે સાંજે ત્રણ મજૂરો કોંક્રીટના બ્લોક વચ્ચે ફસાઈ ગયા હતા. ક્રેન્સ અને જેસીબી મશીનોની મદદથી બચાવ કામગીરી ચાલી રહી છે. એક મજૂરને બચાવી લેવામાં આવ્યો છે. અને તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે."
આ પણ વાંચો:
- દસાડાના કઠાળા ગામે SMCના PSIનું મોત: બાતમી...બુટલેગર અને અકસ્માત, જાણો સંપૂર્ણ ઘટના...
- 2 વીઘામાં તબેલો, 70 ભેંસ અને દરોજ્જ 300 લિટર દૂધનું ઉત્પાદન, અમરેલીના આ પશુપાલક મહિને કરે છે લાખોની કમાણી