ગુજરાત

gujarat

ETV Bharat / state

કર્ણાવતી કલબની સામે 40 લાખની લૂંટ: કારમાં પંચર છે કહી ચાલકનું ધ્યાન દોરી આરોપી થેલો લઈ રફૂચક્કર - 40 lakh robbery

અમદાવાદ શહેરમાં કર્ણાવતી ક્લબની સામેની તરફ આવેલા માર્ગ પર ઇનોવા કારમાંથી 40 લાખ રૂપિયા ભરેલી બેગ લઈને અજાણ્યા શખસો ફરાર થઈ ગયા હોવાનો બનાવ સામે આવ્યો છે. જાણો. 40 lakh robbery

કારમાં પંચર છે કહી ચાલકનું ધ્યાન દોરી આરોપી થેલો લઈ રફૂચક્કર
કારમાં પંચર છે કહી ચાલકનું ધ્યાન દોરી આરોપી થેલો લઈ રફૂચક્કર (Etv Bharat Gujarat)

By ETV Bharat Gujarati Team

Published : Sep 29, 2024, 10:32 AM IST

અમદાવાદ:કોન્ટ્રાક્ટર આંગડિયા પેઢીમાંથી રૂપિયા લઈને જતો હતો ત્યારે તેની કાર પાસે વાહન લઈને આવેલા બે શખ્સોએ કાર રોકીને કહ્યું કે, કારમાં પંચર છે. વેપારી ઉતરીને જોવા ગયો એટલી વારમાં કારમાં પડેલો થેલો લઈને બે શખ્સ રફૂચક્કર થઈ ગયા હતા. આ બનાવની જાણ થતા હાલ ઉચ્ચ અધિકારીઓ બનાવના સ્થળે પહોંચ્યા છે અને કાર્યવાહી શરૂ કરી છે.

પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે આગામી દિવસોમાં શહેરમાં તહેવારોના કારણે અલગ-અલગ જગ્યાએ બંદોબસ્ત અને વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. એવા સમયે આજે કર્ણાવતી ક્લબની સામેની તરફ સેટેલાઈટ બાજુ જતા રસ્તા પર એક ઇનોવા કારને રોકીને બે વાહનચાલકોએ કહ્યું હતું કે, કારમાં પંચર છે અને કારમાં બેઠેલા વ્યક્તિ નીચે ઉતરીને જોતા હતા તે સમય જ કારમાં પડેલો 40 લાખ ભરેલો થેલો લઈને શખ્સો ફરાર થઈ ગયા હોવાની ઘટના સામે આવી છે.

કારમાં પંચર છે કહી ચાલકનું ધ્યાન દોરી આરોપી થેલો લઈ રફૂચક્કર (Etv Bharat Gujarat)
કર્ણાવતી કલબની સામે 40 લાખની લૂંટ (Etv Bharat Gujarat)

આ બનાવની જાણ થતાં સ્થાનિક પોલીસ અને ઉચ્ચ અધિકારીઓ બનાવના સ્થળે પહોંચ્યા હતા અને સમગ્ર મામલાની તપાસ શરૂ કરી છે. હાલ આ સમગ્ર બનાવવા આનંદનગર પોલીસ સ્ટેશનની હદમાં હોવાનું જાણવા મળી રહ્યું છે, ત્યાં ઝોન-7 DCP પહોંચ્યા છે અને સમગ્ર મામલાની તપાસ કરી રહ્યા છે. હાલ આ મામલે સમગ્ર વિસ્તારના CCTV ચેક કરવામાં આવી રહ્યા છે. તેમજ પોલીસને એવી પણ શંકા છે કે, આંગડિયા પેઢીથી આ કારનો પીછો કરવામાં આવી રહ્યો હતો. હાલ આ સમગ્ર બનાવ અંગે પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે.

આ પણ વાંચો:

  1. વ્યારા ખાતે આવેલ માર્કેટ યાર્ડમાં ભીંડાના ઓછા ભાવ મળતા ખેડૂતો કલેકટર કચેરી પહોંચ્યા, જુઓ વિડીયો - TAPI VYARA APMC FARMERS
  2. દ્વારકા જામનગર હાઇવે પર આખલો બન્યો મોતનું કારણ, ખાનગી બસ, કાર, અને બાઈક વચ્ચે અકસ્માત, 7 લોકોના મોત - Accident on Dwarka Jamnagar Highway

ABOUT THE AUTHOR

...view details