અમદાવાદ:સરખેજ ચોકડીથી નારોલ વચ્ચે 1200 કરોડના ખર્ચે 4 નવા બ્રિજ બનાવવાની કામગીરી મે મહિનાથી શરૂ થશે. ત્યારે અમદાવાદના નારોલ સરખેજ વચ્ચે બ્રિજ માટે જુહાપુરામાં ગેરકાયદેસર બાંધકામ તોડવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. સર્વિસ રોડ પહોળા કરવા માટે જુહાપુરામાં બાંધકામ તોડવામાં આવી રહ્યું છે. અહીં કેટલાક દુકાનદારો સ્વૈચ્છિક રીતે દુકાનો અને મકાનો તોડી રહ્યા છે. આ ડિમૉલિશનના કારણે ઘણા લોકોના ધંધા રોજગાર પર માઠી અસર પડી છે ઘણા યુવાનો રોજગારીનો પણ પ્રશ્ન ઊભો થયો છે. તો શું છે અહીંની સ્થિતિ? જુઓ આ અહેવાલ.
જુહાપુરા વિસ્તારમાં જ નહીં સમગ્ર અમદાવાદમાં ટ્રાફિકની સમસ્યા દિવસે દિવસે બધું વિકટ બની રહી છે. જેથી જુહાપુરાના રહેવાસીઓ ઘણા વર્ષોથી એક બ્રિજ બનાવવાની માગ કરતા હતા. આ બ્રિજ બનવાની કામગીરી મે મહિનાથી શરૂ કરવામાં આવશે ત્યારે હાલ જુહાપુરા વિસ્તારમાં ડિમૉલિશન કાર્યવાહી કરવામાં આવી રહી છે લોકો પોતાના હાથથી જ પોતાની દુકાનો અને મકાનો તોડી રહ્યા છે. જુહાપુરા માં એએમસી પહોંચે તે પહેલા જ કબજેદારે દુકાનો અને મકાનો ખાલી કરી તોડી પાડવાની કામગીરી કરી રહ્યા છે.
જુહાપુરામાં ડિમૉલિશનની કાર્યવાહી (Etv Bharat Gujarat) આ મામલે સામાજિક કાર્યકર એજાઝ ખાન પઠાણે જણાવ્યું હતું કે, કેટલાક વર્ષોથી અહીંયા ટ્રાફિકની સમસ્યા હતી. સૌરાષ્ટ્રથી આવનારા લોકોને બહુ જ મુશ્કેલીથી અહીંયા પહોંચતા હતા. કેટલાક પેશન્ટ પણ ટ્રાફિકમાં ફસી જતા હતા. એટલે લોકો ઘણા વર્ષોથી બ્રિજની માંગ કરતા હતા અને હવે સરકારે 781 કરોડ રૂપિયા પાસ કરીને બ્રિજ મંજૂર કર્યા છે. નારોલથી ઉજાલા ચોકડી સુધી કોરિડોર બનશે. જેમાં 10.6 કિલોમીટરનો રોડમાં વિશાલાથી સરખેજ સુધી શિસ્ત લેન બ્રિજ બનશે. તેમાં જુહાપુરામાં આવેલા ઘણા વર્ષ જૂની દુકાનો અને મકાનોને તોડવામાં આવી રહ્યા છે. અહીંના વેપારીઓ પોતાનાની દુકાનો અને મકાનો પોતાની રીતે તોડી રહ્યા છે. કોર્પોરેશન દ્વારા 15 દિવસમાં આ કામગીરી પૂર્ણ કરવાનું સમય આપવામાં આવ્યો છે. એટલે અમારી માંગ છે કે, જે લોકોના મકાનો લીધો છે. એનો સર્વે કરીને વૈકલ્પિક વ્યવસ્થા આપવી જોઈએ.
જુહાપુરામાં ડિમૉલિશનની કાર્યવાહી (Etv Bharat Gujarat) આ મામલે કોંગ્રેસના મહામંત્રી શોએબ સૈયદે જણાવ્યું હતું કે, ટ્રાફિકની સમસ્યાનો સમાધાન આપે આવશે કારણ કે, હવે બ્રિજ બનશે એટલે લોકો પોતાની રીતે દબાણ હટાવી રહ્યા છે. જુહાપુરામાં આવેલી મહંમદી હોટલના માલિક મોહમ્મદી જુનેદે જણાવ્યું હતું કે, 45 વર્ષ જૂની અમારી મોહમ્મદી હોટેલ હતી પરંતુ કોર્પોરેશનના કહેવા મુજબ અમે પોતાને હાથથી જ અમારી હોટલને તોડી છે. હવે લોકોને આ હોટલની બહુ જ યાદ આવશે કારણ કે, આ હોટલ અમદાવાદમાં ફેમસ હોટલમાંથી એક છે. હવે જે જગ્યા મળશે એમાં ફરીથી અમે આ હોટલનું કામ શરૂ કરીશું.
જુહાપુરામાં ડિમૉલિશનની કાર્યવાહી (Etv Bharat Gujarat) એક બીજા એક સ્થાનિક દુકાનદારે જણાવ્યું હતું કે, મારી અહીંયા પ્રોવિઝનલ સ્ટોરની દુકાન હતી. 37 થી અમે અહીંયા વેપાર કરી રહ્યા હતા અને મારી દુકાન હવે 20 ફૂટ જેટલી તોડવામાં આવી છે. જેનાથી અમે રોજ એ રોટી ઉપર બહુ જ ખરાબ પડી છે. અમે બે રોજગાર થઈને અહીંયા ફરી રહ્યા છીએ.
અહીંના સ્થાનિક તોફીક ખાને જણાવી હતું કે, જુહાપુરામાં જે ડિમૉલિશન થયું છે. તે વેપારી મંડલ અને રહીશોની સમતિથી થઈ રહ્યું છે. જેમાં સરકારનો વિરોધ કરવામાં આવ્યો નથી. અહીંયા ડિમૉલિશનના કારણે 500 લોકો બે ઘર થઈ ગયા છે અને 6000 લોકો બેરોજગાર થઈ ગયા છે. એ લોકોનું ગુજરાન કેવી રીતે ચાલશે એના વિશે સરકારને વિચારવું જોઈએ.
મકતનપુરા મ્યુનિસિપલ કાઉન્સિલ હાજીઅસરાર બેગ મિર્ઝાએ જણાવ્યું હતું કે, અલગથી સર્વિસ રોડ લેવાના કારણે કેટલાક લોકોના ઘરભાર રોજી રોટી આજીવિકા પર અસર પડી છે. આના વિશે સરકારને વિચારવું જોઈએ.
આ મામલે ફોન વાતચીત કરતા આસિસ્ટન્ટ ટીડીઓ શંકર અસારીએ જણાવ્યું હતું કે, આવનારા દિવસોમાં વિશાલાથી સરખેજ પોલીસ સ્ટેશન સુધી બ્રિજ બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવશે. તેના માટે 7.5 મીટર જગ્યા ખોલવામાં આવી રહી છે. 45 મીટર હાઇવેની જગ્યા છે જુહાપુરાથી સોનલ સુધી 1100 મીટર લંબાઈમાં લોકો સ્વૈચ્છિક બાંધકામ તોડી રહ્યા છે. જેમાં ત્રણ રિલિજિયસ પ્લેસ છે અને એક સ્કૂલ છે અને સાથે 66 રેસીડેન્ટ અને 304 કોમર્શિયલ યુનિટનો સમાવેશ કરવામાં આવે છે. આ લોકોને 2018 અને 2021 માં નોટિસ પાઠવવામાં આવી હતી અને જે લોકોની પાસે 2010 નું પુરાવો હશે. તેને વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવશે.
- સરકાર સામે ધાનેરાના લોકોનો 'જન આક્રોશ', મંગળવારે મોટું વિરોધ પ્રદર્શન
- ગુજરાતના મહેસુલ વિભાગના અધિકારીઓની મોટા પાયે બદલીનો ગંજીપો ચીપાયોઃ જાણો કોને ક્યાં મળી બદલી