બંને દેશના પાસપોર્ટ મળી આવ્યા અમદાવાદઃ શહેરમાં છેલ્લાં 20 વર્ષથી ગેરકાયદેસર રીતે રહેતા બાંગ્લાદેશી નાગરીકને ભારત તથા બાંગ્લાદેશ બન્ને દેશોના પાસપોર્ટ સાથે ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી છે. આરોપીએ ખોટા દસ્તાવેજોને આધારે ભારતીય પાસપોર્ટ મેળવ્યો હતો. ગેરકાયદેસર રીતે બાંગ્લાદેશી નાગરીકોને અહી લાવવામાં પણ તેની ભૂમિકા રહી છે.
ચંડોળા છાપરામાં રહેતો હતોઃ અમદાવાદ શહેરના જોઈન્ટ કમિશનર ઓફ પોલીસ નીરજ બડગુજરે જણાવ્યું હતું કે, અમને ગુપ્ત બાતમી મળી હતી કે ચંડોળા તળાવ છાપરા ખાતે રહેતો મોહમંદ લાભુ સરદાર નામનો ઈસમ બાંગ્લાદેશનો નાગરિક છે અને ગેરકાયદેસર રીતે અમદાવાદમાં છેલ્લા 20 વર્ષથી વસવાટ કરી રહ્યો છે. તેમજ બાંગ્લાદેશ પાસપોર્ટ ધરાવે છે. તેણે ખોટા દસ્તાવેજો આધારે ભારતીય પાસપોર્ટ પણ મેળવ્યો છે. આ આરોપી ગેરકાયદેસર રીતે બાંગ્લાદેશી નાગરીકોને અહી લાવે છે.
દસ્તાવેજોની ખરાઈ કરાઈઃ નીરજ બડગુજરે વધુમાં જણાવ્યું હતું કે, પાસપોર્ટ ઓફીસમાંથી ભારતીય પાસપોર્ટની નકલ, ચુંટણી કાર્ડ, જન્મના દાખલાની ઝેરોક્ષ નકલ તેમજ બેન્કોમાંથી એકાઉન્ટ સ્ટેટમેન્ટ તથા સીમકાર્ડ કંપનીમાંથી આધાર કાર્ડની ઝેરોક્ષ મેળવી દસ્તાવેજોની ખરાઈ કરતા ઈનપુટમાં જણાવેલ વ્યક્તિની ગતિવિધિ શંકાસ્પદ જણાતા આ વ્યક્તિની શોધખોળ અમારી ટીમે ચાલુ કરી હતી.
આરોપી મલેશિયા મજૂરી અર્થે જવાનો હતોઃઆ દરમિયાન અહીં અમદાવાદમાં મોહમ્મદ લાભુ સરદારના ઓળખીતા રોબીયલભાઈ મલેશીયા રહેતા હતા. આરોપીએ પોતાને પણ મલેશીયા મજૂરી અર્થે લઈ જવાની વાત કરી હતી. તેથી રોબીયલભાઈએ તેના સાળા એજન્ટને અમદાવાદ મોકલ્યો હતો. આરોપીએ ભારત દેશના ઓરીજનલ ડોક્યુમેન્ટ પાસપોર્ટ, આધાર કાર્ડ, ચૂંટણી કાર્ડ તથા રોકડા ૩૦ હજાર એજન્ટને આપ્યા હતા.
- બોપલમાં ફિલ્મી દ્રશ્યો સર્જાયા, બિલ્ડર પર 10 લોકોનો હુમલો, વેપારીએ સ્વબચાવમાં ફાયરિંગ કર્યું - Ahmedabad Firing
- સજ્જુ કોઠારી પર ED નો સકંજો કસાયો, 4.29 કરોડની સ્થાવર મિલકત પર કાર્યવાહી - Sajju Kothari Gang