અમદાવાદ: અમદાવાદ મહાનગપાલિકાનો વિસ્તાર વધી રહ્યો હોવાથી શહેરમાં ફાયર બ્રિગેડ વિભાગમાં 37 નવી જગ્યા ઊભી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ જગ્યાઓની ભરતી માટે 67:33ના રેશિયોનો અમલ કરવાનું નક્કી કરાયું છે. જેના પગલે AMCના બે કર્મચારીઓ અને એક કર્મચારી બહારથી ભરતી કરવાના રેશિયોને અનુસરવામાં આવશે. નવી જગ્યાઓમાં 2 એડિશનલ ચીફ ફાયર ઓફિસર, 3 ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર તથા 4 ડિવિઝનલ ફાયર ઓફિસરની જગ્યાઓનો સમાવેશ થાય છે.
પહેલાથી ફરજ બજાવતા હશે તેમણે બઢતીની તકો: AMCની સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અમદાવાદ ફાયર વિભાગમાં નવી જગ્યાઓ ઊભી કરવાના કામને મંજૂરી આપવામાં આવી છે. AMCના ફાયર એન્ડ ઈમરજન્સી સર્વિસ વિભાગના એસ્ટા શિડ્યૂલમાં અમદાવાદ શહેરના સમયાંતરે વધેલા વિસ્તાર તથા નવા શરૂ થનારા ફાયર સ્ટેશન અને ફાયર પ્રિવેન્ટિવ વિંગની કામગીરી માટે ફાયર વિભાગમાં 37 નવી જગ્યાઓ ભરતીનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ ભરતીમાં 67 % જગ્યાઓ બઢતીથી અને 33 % જગ્યાઓ સીધી ભરતીથી રાખવામાં આવશે. જેના કારણે ફાયર વિભાગમાં ફરજ બજાવતા કર્મચારીઓને બઢતીની તકો પણ મળશે.