અમરેલી:દિવાળીના દિવસો પૂર્ણ થતા જ અમરેલી જિલ્લાના માર્કેટીંગ યાર્ડ મગફળી થી છલકાય ગયા છે ને મગફળી થી યાર્ડ આખું છલોછલ ભરાઈ ગયું હોય તેમ ખેડૂતો મગફળી વેચવા ઉમટી પડ્યા છે ને યાર્ડમાં ચારેતરફ મગફળી મગફળી જ જોવા મળી રહી છે જ્યારે ખેડૂતોને મગફળીના ભાવો હજુ ઓછા મળતા હોય ત્યારે ટેકાના ભાવે મગફળી ખરીદી વ્હેલી શરૂ થાય તેવી લાગણીઓ ખેડૂતો વ્યક્ત કરી રહ્યા છે, ત્યારે શું છે અમરેલી જિલ્લાના માર્કેટીંગ યાર્ડની સ્થિતિ જોઈએ આ ખાસ અહેવાલમાં..
મગફળીથી માર્કેટિંગ યાર્ડ છલોછલ:અમરેલી અને સાવર કુંડલાના માર્કેટીંગ યાર્ડમાં ચેરતરફ મગફળી મગફળી જ જોવા મળી રહી છે, દિવાળીના તહેવારો પૂર્ણ થતાં યાર્ડ ફરી ધમધમતા થયા છે અને જિલ્લાના ખેડૂતો મગફળી લઈને યાર્ડમાં પહોંચી રહ્યાં છે. યાર્ડમાં બીટી 32 મગફળીના ભાવ 950 થી 1150 સુધીના મળી રહ્યા છે, જ્યારે 20 નંબર મગફળી 1100 થી 1200 રૂપિયા સુધીમાં જાહેર હરાજીમાં વેચાઈ રહી છે. ત્યારે સરકાર દ્વારા ટેકાના ભાવ 1356 રૂપિયા નક્કી કર્યા હોવાથી સરકાર વહેલી તકે ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ કરે તેવી ખેડૂચોની માંગ છે.
મગફળીના મબલખ આવક, ધાર્યા ભાવ ન મળતા ખેડૂતો નિરાશ (Etv Bharat Gujarat) પાછોતરા વરસાદથી ખેડૂતોને નુકસાન: આ વર્ષ પણ ખેડૂતો માટે સારા વરસાદથી સારું હતું પણ પાછોતરા વરસાદથી ખેડૂતોને વ્યાપક નુકશાની થઈ હોય જો સરકાર ટેકાના ભાવે મગફળી ખરીદી કરી લે તો ખેડૂતોને ખાતર, બિયારણ, મોંઘી દાટ મજૂરી સાથે ખેતીમાં નુકશાની માંથી બચી શકે તે માટે સરકાર તાકીદે 1356 જેવા ટેકાના ભાવે ખરીદી કરી લે તો નુકશાની માંથી ખેડૂત ઉગારી જાય તેવું ખેડૂતો જણાવી રહ્યા છે ત્યારે માર્કેટીંગ યાર્ડના સેક્રેટરી મુકેશ ત્રિવેદીએ જણાવ્યું છે કે
ટેકાના ભાવે મગફળીની ખરીદીના રાહ જોતા ખેડૂતો: સાવરકુંડલા માર્કેટીંગ યાર્ડમાં 19 હજાર ગુણી એટલે 35 હજાર મણ મગફળીની આવક નોંધાઈ છે, જ્યારે અમરેલી અને બાબરાની મગફળીની આવક મળીને 50 હજાર મણ મગફળીની આવક થઈ રહી છે, માર્કેટિંગ યાર્ડના સેક્રેટરીના જણાવ્યા અનુસાર ટેકાના ભાવે મગફળીની ખરીદી 12 તારીખ આસપાસ શરૂ થવાની શક્યતાઓ વ્યક્ત કરી રહ્યાં છે. જો ખેડૂતોને ટેકાના ભાવે મગફળીનો ભાવ મળે તો તેમને સારો એવો ફાયદો મળી શકે છે.
- કડવા કોઠીંબાને બનાવ્યું કમાણીનું સાધન, મળો અમરેલી પંથકના આ પ્રગતિશીલ ખેડૂતને
- અમરેલીમાં 5 ચોપડી ભણેલા ખેડૂતની કમાલ, પ્રાકૃતિક ખેતીથી આ રીતે 12 હજારના ખર્ચની સામે મેળવે છે 80 હજારનું ઉપ્તાદન