ગુજરાત

gujarat

ETV Bharat / state

કચ્છમાં દિવાળીમાં 108 એમ્બ્યુલન્સનો એક્શન પ્લાન, 40 જેટલી વાન સહિત 200 નો સ્ટાફ તમારા માટે રહેશે તૈનાત, શું રાખશો તકેદારી - DIWALI IN GUJARAT

દિવાળીમાં નાની-મોટી ઘણી એવી ઘટનાઓ થતી હોય છે કે જેમાં 108 એમ્બ્યુલન્સની જરૂર પડે. તેના માટે લોકોને મદદ મળે તેવો પ્લાન તૈયાર Diwali In Gujarat

108 એમ્બ્યુલન્સ
108 એમ્બ્યુલન્સ (Etv Bharat Gujarat)

By ETV Bharat Gujarati Team

Published : Oct 26, 2024, 9:56 PM IST

કચ્છઃકચ્છ જિલ્લામાં કાર્યરત 108ની ટીમ દ્વારા દિવાળી પર્વને ધ્યાનમાં રાખીને એક્શન પ્લાન બનાવવામાં આવ્યો છે. દિવાળી પર ઘટતી ઘટનાઓને પહોંચી વળવા 108 ટીમના કર્મચારીઓની ટીમ 24/7 તૈયાર રહેશે.તહેવારો તેમજ મોટા દિવસો દરમિયાન ઈમરજન્સી સેવા દરમિયાન કોઈ પણ પ્રકારની ચૂકના કારણે કોઈ પણ વ્યક્તિનો જીવ ન જાય તે રીતે આ ટીમ કામ કાર્યરત રહેશે.

કચ્છના 108ની ટીમના કર્મચારીઓ 24/7 ખડેપગે રહેશે

દિવાળીના પર્વને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે કચ્છ જીલ્લાની 108ની ટીમ દ્વારા ખાસ પ્રકારની તૈયારીઓ કરવામાં આવી છે. દિવાળીના સમયે બનતા અકસ્માત અને ફટાકડા ફોડતા સમયે ઘટતી અન્ય ઈમરજન્સી ઘટનાઓને ધ્યાનમાં રાખી કચ્છના 108ની ટીમના કર્મચારીઓ 24/7 ખડેપગે રહેશે.

40 જેટલી એમ્બ્યુલન્સ તૈયાર કરવામાં આવી

કચ્છ જિલ્લાના 108ના પ્રોગ્રામ મેનેજર સુજીત માલવિયાએ Etv Bharat સાથેની ટેલીફોનીક વાતચીત દરમિયાન જણાવ્યું હતું કે, કચ્છમાં 40 જેટલી એમ્બ્યુલન્સ તૈયાર કરવામાં આવી છે. તહેવારો દરમિયાન અકસ્માતની સંખ્યામાં વધારો થાય છે જેથી 108ની ટીમના સભ્યો સતત ખડેપગે રહીને કાર્યરત રહેશે. દિવાળી અને તેના આસપાસના દિવસોમાં સૌથી વધારે કેસો રોડ અકસ્માત અને દાઝી જવાના સામે આવતા હોય છે. ત્યારે આ વખતે ઓછામાં ઓછાં કેસ બને તેમજ જો કોઈ ઇમરજન્સી કેસ બને તો તાત્કાલિક દર્દીને સારવાર આપવા 108ની ટીમ સક્ષમતાથી તૈનાત રહેશે.

200 લોકોનો સ્ટાફ દિવાળી પર્વ દરમિયાન કાર્યરત રહેશે

તહેવારો દરમિયાન 108 એમ્બ્યુલન્સમાં ઈમરજન્સી દવાનો જથ્થો, ઓક્સિજનની વ્યવસ્થા અને વધારાના સ્ટાફને પણ તૈનાત કરી લેવામાં આવ્યા છે. આગામી અઠવાડિયામાં આવતા તમામ તહેવારોને ધ્યાનમાં રાખીને 108ની ટીમ લોકોને સમયસર સારવાર આપવા કાર્યરત રહેશે. એમ્બ્યુલન્સની સેવા ખોરવાય નહીં તે રીતે પણ એક્શન પ્લાન ઘડીને વ્યવસ્થા કરવામાં આવી છે.તો દરેક એમ્બ્યુલન્સની અંદર 4 લોકોનો સ્ટાફ હોય છે આમ કચ્છમાં કુલ 160 જેટલા એમ્બ્યુલન્સના સ્ટાફ સાથે તેમજ વધારાના સ્ટાફને મળીને કુલ 200 લોકોનો સ્ટાફ દિવાળી પર્વ દરમિયાન કાર્યરત રહેશે.

શું રાખશો તકેદારી?

આ ઉપરાંત દિવાળી તહેવારના મુખ્ય 5 દિવસો દરમિયાન નર્સિંગ સ્ટાફની રજા પણ કેન્સલ કરી નાખવામાં આવી છે અને તેઓ પણ લોકોની સેવામાં હાજર રહેશે. આ ઉપરાંત 108ની ટીમે દ્વારા પણ તહેવાર નિમિતે અપીલ કરવામાં આવી છે કે, ફટાકડા ફોડતી વખતે બને તો ખુલ્લા પ્લોટની અંદર ફટાકડા ફોડવા અને સાથે પાણીના બેરલ પણ રાખવા. તો સાથે જ ફટાકડા ફોડીને રોડ ક્રોસ કરતી વખતે પણ બન્ને બાજુએ ધ્યાન આપીને રોડ ક્રોસ કરવા. અન્ય લોકો કે જેઓ પણ તહેવારની મજા માણતા હોય તેમને તમારા ફટાકડા મારફતે નુક્સાની ના પહોંચે તેનું પણ ધ્યાન રાખવું જોઈએ. સુતરાઉ કપડા પહેરવા જોઈએ. બાળકોએ વડીલોની સાથે જ ફટાકડા ફોડવા જોઈએ અને ફટાકડા ફોડવા અંગેના કાયદેસરના જાહેરનામાઓને અનુસરવા જોઈએ.

દર્દીને ઝડપી સારવાર મળે તે માટે એક્શન પ્લાન

કચ્છ જિલ્લામાં અત્યારે 40 ICU ઓન વ્હીલ એમ્બ્યુલન્સ તૈનાત કરી દેવામાં આવી છે. દર વર્ષે દિવાળીમાં શહેરીજનો ફટાકડા ફોડીને તહેવારની ઉજવણી કરતા હોય છે જેના કારણે દાઝી જવાના તેમજ અકસ્માતના કેસોની સંખ્યા વધતી હોય છે જેને લીધે તાત્કાલિક સારવાર માટે 108 ઇમરજન્સી હેલ્પલાઇનની જરૂર પડતી હોય છે. ત્યારે દરેક દર્દીને ઝડપી સારવાર મળે તેના માટે સરકારી હોસ્પિટલ સાથે સંકલન કરીને પણ એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે.

  1. 1956થી ચાલી રહી છે ભારત અને સ્પેનની અતૂટ મિત્રતા, વેપારથી લઈને સંરક્ષણ સુધીના દરેક ક્ષેત્રે છે આ ખાસ કનેક્શન
  2. રાજકોટઃ પોલીસની ઉંઘ ડિસ્ટર્બ કર્યા વગર SMCએ ઝડપ્યો 1200 લિટર દેશી દારુ, 2 શખ્સોને દબોચ્યા

ABOUT THE AUTHOR

...view details