રાજકોટઃરાજકોટ એસીબીએ મુંબઈ પોલીસમાં ઈન્સપેક્ટર તરીકે ફરજ બજાવતા પીઆઈ અને તેના વચેટીયા સામે કાર્યવાહી હાથ ધરી છે. મુંબઈના એક ગુનામાં રાજકોટમાં રહેતા એક વ્યક્તિને નોટિસ મોકલીને તેની પાસેથી 10 લાખ રૂપિયાની લાંચ માગી હતી. જેને લઈને એસીબી દ્વારા છટકું ગોઠવાતા રાજકોટમાં મુંબઈના પીઆઈ માટે કામ કરતા એક વચેટીયાને ઝડપી પાડ્યો હતો. સાથે જ વધુ કાર્યવાહી હાથ ધરી હતી.
આ ઘટનામાં આક્ષેપીત માટુંગા પોલીસ સ્ટેશન મુંબઈમાં પોલીસ ઈન્સપેકટર તરીકે ફરજ બજાવતા દીગંબર.એ.પાગરે માટુંગા પોલીસ સ્ટેશનમાં નોંઘાયેલા એક ગુના મામલે રાજકોટ ખાતે રહેતા એક વ્યક્તિને નિવેદન નોંઘાવવા માટે રાજકોટના સરનામે નોટિસ મોકલી હતી. એસીબીએ જણાવ્યા અનુસાર, જેને લઈ વચેટીયા એવા જયમીન સાંવલિયા કે જે રાજકોટનો જ રહેવાસી છે તેણે પીઆઈના કહેવાથી સામેથી આ વ્યક્તિનો સંપર્ક કરતા જણાવ્યું કે, તમોને નોટિસ ઇસ્યુ કરનાર માટુંગા પોલીસ સ્ટેશનનાં પોલીસ અઘીકારી મારા ઓળખીતા છે અને તેઓ સાથે રાજકોટના વ્યક્તિનો સંપર્ક કરાવતા પીઆઈએ માટુંગા પોલીસ સ્ટેશનનાં ગુનામાં તેમની ધરપકડ તથા હેરાનગતી નહીં કરવાના ૧૦,૦૦૦૦૦/- (દસ લાખ) રુપીયાની માંગણી કરી હતી. તે રુપયા તેમણે આ વચેટીયાને આપવા જણાવ્યું હતું.