ગુજરાત

gujarat

ETV Bharat / state

જો તમારે રાશન કાર્ડ KYC કરવાનું બાકી રહી ગયું હોય તો, હવે ઘર બેઠા મોબાઈલથી કરી શકો છો, જાણો સંપૂર્ણ પ્રક્રિયા... - RATION CARD KYC

રેશનકાર્ડ સાથે આધારકાર્ડ KYC કરવા માટે કલાકો સુધી તમારે લાઇનમાં ઊભા રહેવાની હવે જરૂર નથી. ઘરે બેઠા જ મોબાઇલમાં જ સરળતાથી e-KYC કરી શકો છો.

હવે ઘર બેઠા મોબાઈથી કરી શકો છો રાશન કાર્ડ KYC
હવે ઘર બેઠા મોબાઈથી કરી શકો છો રાશન કાર્ડ KYC (Etv Bharat Gujarat)

By ETV Bharat Gujarati Team

Published : 5 hours ago

Updated : 3 hours ago

હૈદરાબાદ:રેશનકાર્ડ ધારકો માટે સારા સમાચાર છે. હવે રેશનકાર્ડ સાથે આધાર કાર્ડ KYC કરવા માટે કલાકો સુધી તમારે લાઇનમાં ઊભા રહેવાની હવે જરૂર નથી. હવે તમે ઘરે બેઠા જ તમારા મોબાઇલમાં જ સરળતાથી e-KYC કરી શકો છો. મોબાઇલ દ્વારા આ પ્રક્રિયા તદ્દન સરળતાથી કરી શકાય છે.

રેશનકાર્ડ e-KYC માટે સૌ પ્રથમ ગૂગલ પે સ્ટોરમાંથી માય રેશન એપ ડાઉનલોડ કરો. રેશનકાર્ડ ધારકોનો મોબાઈલ નંબર દાખલ કરો અને ઓટીપી દાખલ કરીને વેરિફાઈ કરો.

હવે ઘર બેઠા મોબાઈથી કરી શકો છો રાશન કાર્ડ KYC (MY RATION APP)

પ્રોફાઇલમાં જઈને પાસવર્ડ સેટ કરો અને રેશનકાર્ડ સાથે લિંક કરો. આ પ્રક્રિયામાં પહેલા રેશન કાર્ડનો નંબર નાખો ત્યારબાદ નીચે આધારકાર્ડના છેલ્લા ચાર નંબર નાખો. ત્યારબાદ કન્ફર્મેશનનો otp આવશે. તે ચકાસો અને તમારું આધાર અને રેશન લિંક થઈ જશે.

સ્ટેપ બાય સ્ટેપ જાણો સંપૂર્ણ પ્રક્રિયા (MY RATION APP)

ત્યારબાદ હોમ પેજ પર જાઓ અને આધાર e-KYC ઓપ્શન પસંદ કરો. એક નવી વિન્ડો ખુલશે જેમાં આધાર ફેસ રીડર એપ્લિકેશનની લિંક મળશે. ગૂગલ પ્લે સ્ટોરમાંથી આ એપ્લિકેશન ડાઉનલોડ કરો. ચેકબોક્સ પર ક્લિક કરો.

સ્ટેપ બાય સ્ટેપ જાણો સંપૂર્ણ પ્રક્રિયા (MY RATION APP)
સ્ટેપ બાય સ્ટેપ જાણો સંપૂર્ણ પ્રક્રિયા (MY RATION APP)

અને કાર્ડની વિગતો મેળવો નવી વિન્ડો ખુલશે જેમાં કોડ દાખલ કરો પછી રેશનકાર્ડ અને તેના સભ્યોની વિગત દર્શાવાશે એક નવું વિન્ડો ખુલી જશે. જેમાં દર્શાવાશે કે KYC થયેલું છે કે નહીં.

હવે ઘર બેઠા મોબાઈથી કરી શકો છો રાશન કાર્ડ KYC (MY RATION APP)

જે નામ સામે no દેખાય તે નામને ઇવાયસી માટે પસંદ કરો. આ સાથે જ નવી વિન્ડો ખુલી જશે ત્યાં ચેકબોક્સ પર ક્લિક કરીને ઓટીપી જનરેટ કરો અને વેરિફાઈ કરો.

સ્ટેપ બાય સ્ટેપ જાણો સંપૂર્ણ પ્રક્રિયા (MY RATION APP)

આધાર ફેસ રીડર એપ્લિકેશન ઓપન થશે જે વ્યક્તિનું વેરિફાઈ કરવાનું છે તેની સેલ્ફી લો. આ સેલ્ફી લીલી સીમાની અંદર હોવી જોઈએ જ્યાં આંખ ખુલ્લી રાખવી જરૂરી છે. તો જ KYC સફળતાપૂર્વક થશે ત્યારબાદ સબમિટ પર ક્લિક કરો.

હવે તમને સક્સેસફુલ મેસેજ મળશે. આ રીતે તમારું રેશનકાર્ડ e-KYC સફળતાપૂર્વક પૂર્ણ થઇ જશે.

હવે ઘર બેઠા મોબાઈથી કરી શકો છો રાશન કાર્ડ KYC (MY RATION APP)

રેશનકાર્ડ સાથે આધારકાર્ડ e-KYC કરતી વખતે ઘણીવાર એરર જોવા મળે છે ત્યારે થોડીવાર રહીને ફરીથી પ્રયાસ કરો. કેટલીક વાર e-kyc કરતી વખતે ઓટીપી ફોન પર આવતો નથી તો તમે પહેલાં ચકાસી લો કે આધાર કાર્ડ સાથે જૂનો અથવા તો બંધ નંબર તો લિંક નથી ને. જો આવવું હોય તો ઓટીપી મેળવવામાં સમસ્યા થઇ શકે છે. તમારા આધાર કાર્ડ સાથે સક્રિય મોબાઇલ નંબરને લિંક કરાવવો જરૂરી છે.

આ પણ વાંચો:

  1. ખેડૂતો માટે સારા સમાચાર, હવે મળશે જામીન વગર 2 લાખ રૂપિયા સુધીની લોન
  2. સીનિયર સિટીઝન માટે જોખમ વગરની જબરદસ્ત સ્કીમ, બસ કરો આ કામ અને મેળવો 12 લાખથી વધુનું વ્યાજ
Last Updated : 3 hours ago

ABOUT THE AUTHOR

...view details