સુરત:ગુજરાત રાજ્ય સહિત સુરત જિલ્લામાં શંકાસ્પદ હાલતમાં મોત થવાનો સિલસિલો યથાવત છે. વધુ એક મોતની ઘટના સામે આવી છે. સમગ્ર ઘટનાની જાણ ઉમરપાડા પોલીસને કરવામાં આવતા ઉમરપાડા પોલીસે હાલ અકસ્માત મોતનો ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.જુવાન જોધ દીકરાનું મોત થતાં પરિવાર શોકમાં ડૂબી ગયો છે.
ઉમરપાડા તાલુકામાં રાત્રે નિત્યક્રમ મુજબ સૂઈ ગયેલ યુવક ઊંઘમાં જ મોતને ભેટ્યો - Umarpada News - UMARPADA NEWS
ઉમરપાડા તાલુકાના વાડી ગામે રાત્રે સૂઈ ગયેલ યુવકનું ઊંઘમાં જ અગમ્ય કારણોસર મોત નીપજ્યું હતું. સમગ્ર ઘટનાની જાણ ઉમરપાડા પોલીસને કરાતા પોલીસે હાલ અકસ્માત મોતનો ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું હતું.
Published : Apr 8, 2024, 12:17 PM IST
ઉમરપાડા તાલુકાના વાડી ગામે નવા બાંધતા ડામર પ્લાન્ટમાં કામ કરી પરિવારને આર્થિક મદદ કરતા મૂળ પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના બારીયા ગામના 35 વર્ષીય ફતાભાઈ નારસંગ ભાઈ દિંડોર જેઓ નિત્યક્રમ મુજબ સૂઈ ગયા હતા. વહેલી સવારે 7.30 વાગ્યા છતાં ઊભા ન થતાં તેઓને જગાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો તે દરમિયાન યુવકનું મોત નિપજ્યું હોવાનું જાણવા મળ્યું હતું.હાર્ટ એટેક અથવા આચંકી ના કારણે યુવકનું મોત નિપજ્યું હોવાનું હાલ અનુમાન છે.
ઉમરપાડા પોલીસ મથકના ASI નાનસિંગ ભાઈએ જણાવ્યું હતું કે યુવક સૂતો હતો તે દરમિયાન અગમ્ય કારણોસર તેનું મોત થયું હતું.મૃતક યુવકના પરિવારની ફરિયાદ મુજબ હાલ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.હાલ અકસ્માત મોતનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે.Conclusion: