ગુજરાત

gujarat

ETV Bharat / state

ઉપલેટાને લીલો દુષ્કાળ જાહેર કરવાની માંગ, કોંગ્રેસ પ્રમુખની આગેવાનીમાં કૃષિ મંત્રીને લેખિત આવેદન પત્ર પાઠવ્યું - rajkot news - RAJKOT NEWS

રાજકોટ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ લલિત વસોયાએ ઉપલેટા પંથકના ખેડૂત આગેવાનો અને પશુપાલકોને સાથે રાખી ગુજરાત રાજ્યના કૃષિ મંત્રીને સંબોધીને ઉપલેટા મામલતદાર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવી ઉપલેટા અને લીલો દુષ્કાળ જાહેર કરવાની માંગ કરી છે. જાણો વિગતો આ અહેવાલમાં., Request to declare Upaleta and green drought

ઉપલેટાને લીલો દુષ્કાળ જાહેર કરવાની માંગ
ઉપલેટાને લીલો દુષ્કાળ જાહેર કરવાની માંગ (ETV Bharat Gujarat)

By ETV Bharat Gujarati Team

Published : Sep 6, 2024, 9:08 PM IST

ઉપલેટાને લીલો દુષ્કાળ જાહેર કરવાની માંગ (ETV Bharat Gujarat)

રાજકોટ: ઉપલેટા તાલુકામાં સતત પડેલા વરસાદ અને તાલુકાના વિસ્તારોને જોડતા તમામ ડેમોમાંથી છોડેલા પાણીના પુરથી સમગ્ર તાલુકાના અનેક ખેતરો અને જમીનોનું ધોવાણ થયું છે. આ ધોવાણને કારણે હાલ ખેડૂતોએ વાવેતર કરેલા સમગ્ર મોલ ભારે વરસાદથી સદંતર નષ્ટ થયો છે અને સાથે જમીનોનું પણ ધોવાણ થયું છે. આ તમામ બાબતોને ધ્યાને લઈને રાજકોટ જિલ્લા કોંગ્રેસના પ્રમુખ લલિત વસોયાની આગેવાનીમા ખેડૂતો, આગેવાનો, પશુપાલકો એકત્રિત થઈ સૂત્રોચાર કરી રેલી કાઢી હતી. જેમાં ઉપલેટા મામલતદાર કચેરી ખાતે પહોંચ્યા હતા. ગુજરાત રાજ્યના કૃષિ મંત્રીને સંબોધીને ઉપલેટા મામલતદારને આવેદનપત્ર પાઠવી ઉપલેટામાં લીલો દુષ્કાળ જાહેર કરવાની માંગ કરી છે.

ઉપલેટાને લીલો દુષ્કાળ જાહેર કરવાની માંગ (ETV Bharat Gujarat)

ખેડૂતોને સૌથી વધુ નુકસાન: ઉપલેટા પંથકમાં પડેલા ભારે વરસાદ અને નદીઓમાં આવેલા પુરને કારણે નીચાણવાળા અનેક વિસ્તારો, ખેતરો અને રહેણાંક મકાનોમાં પણ પાણી ઘુસ્યા હતા. જેથી લોકોની ઘરવખરી સહિતની વસ્તુઓમાં મોટા પ્રમાણમાં નુકસાન થયું છે. તો બીજી તરફ સૌથી વધુ નુકશાન ખેડૂતોને થયું છે કારણ કે, અહીંયાના ખેડૂતોને ખૂબ વ્યાપક પ્રમાણમાં નુકસાન થયું હોવાનું સામે આવતા ખેડૂતોના તમામ પાકો સદંતર નિષ્ફ્ળ ગયા છે જેથી આ ખેડૂતોને લાખો રૂપિયાનું નુકસાન થયું છે. ત્યારે આ નુક્સાનીમાં હાલ ખેડૂતો પાસે ફરી બીજા વાવેતર કરવા માટે પણ જોઈતી મૂળી રહી નથી.

ઉપલેટા મામલતદાર કચેરી ખાતે પહોચ્યા (ETV Bharat Gujarat)

પુનઃ નુકસાની ભોગવવાનો વારો આવ્યો:થોડા સમય પહેલા પડેલા વરસાદના કારણે ઉપલેટા પંથકના ઘણા ખરા ખેડૂતોના પાક ધોવાણ થઈ ગયા હતા. જેમાં તેમનું સર્વે પૂર્ણ કરી સરકારે સહાયની જાહેરાત કરી હતી. જેમાં જાહેરાત કર્યા બાદ પુનઃ વરસાદ અને પૂરના કારણે અગાઉની સહાય મળે તે પહેલા પુનઃ નુકસાની સહન કરવાનો વારો આવ્યો છે. ખેડૂતોને અગાઉનું વળતર મળે તે પહેલા જ નવું નુકસાન થઈ ગયું છે.

ઉપલેટા મામલતદાર કચેરી (ETV Bharat Gujarat)

આવી પરિસ્થિતિઓની અંદર તમામ ખેડૂતોની માંગણી, ફરિયાદો અને રજૂઆતોને ધ્યાને લઇ ઉપલેટા શહેર તેમજ તાલુકા કોંગ્રેસ સહિત તાલુકાના ખેડૂતો, આગેવાનો, અગ્રણીઓ, પશુપાલકો દ્વારા ગુજરાત રાજ્યના કૃષિ મંત્રીને સંબોધીને ઉપલેટા મામલતદારને આવેદન આપી વહેલામાં વહેલી તકે ઉપલેટા તાલુકામાં કાયદેસર સર્વે કરી ખેડૂતોને વહેલું વળતર ચુકવવામાં આવે તેવી માંગ કરી છે.

ઉપલેટા મામલતદાર કચેરી (ETV Bharat Gujarat)

સરકાર સમક્ષ સહાયની માંગ: આ બાબતે ગુજરાત કિસાન સભાના પ્રમુખ ડાયાભાઈ ગજેરાએ જણાવ્યું છે કે, ઓગસ્ટના છેલ્લા પખવાડિયામાં પડેલા વરસાદથી ખેડૂતોના પાકો બળી ગયા છે. ઉપરાંત જમીનનો પણ ધોવાઈ ગઈ છે. આ સાથે પશુધનને પણ નુકસાની થઈ છે. આ વરસાદના કારણે ગામડાઓ અને નીચાણવાળા વિસ્તારો જે નદી કાંઠા પાસે આવેલા છે તેમના ઘરોમાં પાણી ઘુસી જવાથી તેમની ઘરવખરીને પણ ભારે નુકસાન થયું છે. ત્યારે આ બધી પરિસ્થિતિને લઈને સરકાર સમક્ષ માંગ લઈને આવ્યા છીએ અને સરકાર સ્પેસ ટેકનોલોજીથી આ બાબતોનો સર્વે કરાવી જે નુકસાન થયું છે તે અંગેનો સર્વે કરાવી સહાય આપે તેવી માંગણી છે.

વરસાદથી ઘોડાપૂરના દ્રશ્યો સર્જાયા:રાજકોટ જિલ્લા કોંગ્રેસના પ્રમુખ અને માજી ધારાસભ્ય લલિત વસોયાએ જણાવ્યું છે કે, ગત દિવસોમાં ઉપલેટા પંથકમાં ખૂબ ધોધમાર વરસાદ પડ્યો છે. જેના કારણે નદી નાડાઓમાં ડેમના પાણી છોડવાના કારણે અને વરસાદથી ઘોડાપૂરના દ્રશ્યો સામે આવ્યા હતા. તેથી આ પરિસ્થિતિને લઈને ખેડૂતોનો મોલ અને તેમની જમીનો ધોવાઈ ગઈ છે. ઉપરાંત પશુપાલકોને પણ ઘણું નુકસાન થયું છે. આ તમામ બાબતોને ધ્યાને લઈ સરકાર સમક્ષ રજૂઆત કરી ઉપલેટા તાલુકામાં ખેડૂતો સહિત પશુપાલકો અને અન્ય લોકોને પુરથી થયેલા નુકસાનીનું સર્વે કરી સમગ્ર વિસ્તારને લીલો દુઃષ્કાળ ગ્રસ્ત જાહેર કરી વળતર ચૂકવવા રજૂઆતો કરી છે.

કાયદેસર સર્વે કરી ખેડૂતોને વહેલું વળતર ચુકવવા માંગ: થોડા સમય પહેલા પડેલા વરસાદના કારણે ઉપલેટા પંથકના ઘણા ખરા ખેડૂતોના પાક ધોવાણ થઈ ગયા હતા. જેમાં તેમનું સર્વે પૂર્ણ કરી સરકારે સહાયની જાહેરાત કરી છે. જાહેરાત કર્યા બાદ પુનઃ વરસાદ અને પૂરના કારણે અગાઉની સહાય મળે તે પહેલા પુનઃ નુકસાની વેઠવાનો વારો આવ્યો છે. જેના કારણે ખેડૂતોને અગાઉનું વળતર મળે તે પહેલા જ નવું નુકસાન ઉભો થઈ ગયું હોવાનું સામે આવ્યું છે. ત્યારે આવી પરિસ્થિતિઓની અંદર તમામ ખેડૂતોની માંગણીને ધ્યાને લઇ ઉપલેટા શહેર તેમજ તાલુકા કોંગ્રેસ સહિત તાલુકાના ખેડૂતો, આગેવાનો, અગ્રણીઓ, પશુપાલકો દ્વારા ગુજરાત રાજ્યના કૃષિ મંત્રીને સંબોધીને ઉપલેટા મામલતદારને આવેદન આપી વહેલામાં વહેલી તકે ઉપલેટા તાલુકામાં કાયદેસર સર્વે કરી ખેડૂતોને વહેલું વળતર ચુકવવામાં આવે તેવી માંગ કરી છે.

આ પણ વાંચો

  1. વલસાડમાં આરોગ્ય વિભાગનું સર્વેલન્સ: ડેન્ગ્યુના કુલ 27 કેસ નોંધાયા, સારવાર દરમિયાન 23 વર્ષીય યુવતીનું મોત - Dengue cases increased in Valsad
  2. મગરની પીઠ જેવા બન્યા જુનાગઢ શહેરના આંતરિક માર્ગોઃ વાહન ચાલકો સાથે શહેરીજનોને પડે છે અનેક મુશ્કેલી - Junagadh Road news

ABOUT THE AUTHOR

...view details