ગુજરાત

gujarat

ETV Bharat / state

બીજેપી ઉમેદવાર હેમાંગ જોશીના હસ્તે સિનિયર MLAએ ખેસ પહેરવાનું ટાળતો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ - vadodara news

વડોદરા શહેરમાં વોર્ડ નંબર 19 માં ફેરણી સમયે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર હેમાંગ જોશીના હસ્તે સિનિયર એમએલએ ખેસ પહેરવાનું ટાળતો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ

vadodara news
vadodara news

By ETV Bharat Gujarati Team

Published : Apr 3, 2024, 10:55 PM IST

vadodara news

વડોદરા: લોકસભા બેઠક ઉપર ભારતીય જનતા પાર્ટી એ ઉમેદવાર બદલવા છતાં પણ વિવાદ યથાવત રહ્યો છે. એટલું જ નહીં પરંતુ ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોમાં મનમેળ ન હોવાના કારણે આ સમગ્ર ઘટના બનતી હોય તેવું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે.

યોગેશ પટેલે હેમાંગ જોશીના હસ્તે ખેસ પહેરવાનુ ટાળ્યું: સૌ પ્રથમ ભારતીય જનતા પાર્ટીના લોકસભાના ઉમેદવાર તરીકે રંજનબેન ભટ્ટ જેમને ત્રિજી વખત રિપીટ કરાતા વિરોધના વાદળો ઘેરાયા હતા. હાઈ કમાન્ડોથી આ ડેમેજ કંટ્રોલ ન થતા 2024માં પ્રથમ ચૂંટણી હશે કે ભારતીય જનતા પાર્ટીએ ઉમેદવાર બદલવાનો વારો આવ્યો અને ભારતીય જનતા પાર્ટીએ ડો. હેમાંગ જોશીનું નામ જાહેર કયું હતું. છેલ્લા એક સપ્તાહથી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર ડો. હેમાંગ જોશીએ પ્રચાર પૂરજોશમાં શરૂ કરી દીધો હોય ત્યારે આજરોજ અચાનક ફેરણી દરમિયાન સિનીયર MLA યોગેશ પટેલે લોકસભાના ઉમેદવાર હેમાંગ જોશીના હસ્તે ખેસ પહેરવાનુ ટાળ્યું હોવાનો વિડીયો વાયરલ થયો હતો જેને લઈને વડોદરા શહેરના ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો મનમેળનો અભાવ જોવા મળ્યો હતો.

વડોદરા શહેરના રાજકારણને લઈને PM પણ ચિંતિત: વડોદરા લોકસભા બેઠક ઉપરથી રંજનબેન ભટ્ટને ભાજપે ત્રિજી વખત ટિકીટ આપતા સમગ્ર શહેરમાં ભારે ચકચાર મચી જવા પામી હતી. શહેર ભાજપની જુથબંધી ઉઘાડી પડી અને તેની સાથે વિરોધ પણ વઘતો જતો. વડોદરામાં ભાજપના ઉમેદવાર માટે આટલો અને આ પ્રકારનો વિરોધ હાઇકમાન્ડ સહિત વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ વડોદરાના રાજકારણને લઈને ચિંતિત થઈ ગયા હતા. જેથી ભાજપે નિર્ણય કરતા રંજનબેન ભટ્ટે ચૂંટણી નહીં લડવાની અનિચ્છા દર્શાવતા ડો. હેમાંગ જોશી નવા ઉમેદવાર જાહેર કરાયા. ભાજપ હાઇકમાન્ડને લાગ્યું કે હવે વિવાદ અને વિરોધનો અંત આવી ગયો હશે. પરંતુ તેવું જોવા મળી રહ્યું નથી. આજે પણ એ વિવાદ યથાવત જ રહેલો છે.

ફેરણીમાં ખૂલ્લી જીપ પર સવાર: વડોદરા શહેરના માંજલપુર વિધાનસભામાં લોકસભાના ઉમેદવાર ફેરણી માટે પહોંચ્યાં હતા. જ્યાં તેમની સાથે વડોદરા શહેરના સિનીયર ધારાસભ્ય યોગેશ પટેલ પણ ઓપન જીપમાં સવાર હતા. આ સમયે મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો અને સમર્થકો પણ ઉપસ્થિત હતા. જેમાં જીપ ઉપર સવાર ડૉ.હેમાંગ જોશી સાથે સિનીયર ધારાસભ્ય યોગેશ પટેલને ખેસ પહેરાવવા ગયા અને તેમણે ખેસ પહેરવાનુ ટાળ્યું હોવાનુ વિડીયોમાં સોશિયલ મીડિયા ઉપર વાયરલ થયો હતો.

શું યોગેશ પટેલ સાંસદના ઉમેદવારથી નારજ છે?: જોકે આ ઘટના બાદ ફેરણી શરૂ થઇ અને કેટલીક તસ્વીરોમાં સિનીયર ધારાસભ્યના ગળામાં ભાજપનો ખેસ ધારણ કર્યો હોવાનુ પણ જોવા મળી રહ્યું છે. પરંતુ અહીં પ્રશ્ન એ છે કે, શું યોગેશ પટેલ સાંસદના ઉમેદવારથી નારજ છે ? અને એજ કારણથી તેમણે હેમાંગ જોશીના હાથે ખેસ પહેરવાનું ટાળ્યું ?

MLA યોગેશ પટેલનો ખેસ ન પડતો વિડીયો વાયરલ: કોઇ પણ ચૂંટણી કાર્યકરો વગર જીતવી અશક્ય છે. કાર્યકરો જ સાચા અર્થમાં ઉમેદવારને ચૂંટણી જીતાડતા હોય છે. તેવું ભારતીય જનતા પાર્ટી ખુદ માને છે. પરંતુ જ્યારે કોઇ ઉમેદવાર કાર્યકરના સમયની કિંમત ન કરે ત્યારે પરિસ્થિતિ કંઇ જુદી સર્જાતી હોય છે. પરંતુ આ બાબતે સત્ય હકીકત એ છે કે સિનિયર ધારાસભ્ય યોગેશ પટેલ અને લોકસભાના ઉમેદવાર ડો. હેમાંગ જોશીના સોશિયલ મીડિયામાં વાયરલ થયેલ વિડિયોને લઈને સમયની મહત્વતા રહેલી છે.

કાર્યકરોએ આતુરતાપૂર્વક રાહ જોઈ: જાણવા મળતી માહિતી મુજબ ગતરોજ માંજલપુર વિધાનસભામાં વોર્ડ નં-19માં લોકસભાના ઉમેદવાર ડો. હેમાંગ જોશીની સાંજે સાડા પાંચ વાગે ફેરણીનો કાર્યક્રમ હતો. જેમાં મકરપુરા સ્થિત હનુમાનજી મંદિરથી ફેરણીની શરૂઆત કરવાની હતી. જેથી ધારાસભ્ય યોગેશ પટેલ વોર્ડના કાઉન્સીલર, હોદ્દેદારો અને મોટી સંખ્યામાં કાર્યકરો સમય અનુસાર સ્થળ ઉપર ઉપસ્થિત હતા.પરંતુ સાંજે સાડા પાંચનો ફેરણીનો કાર્યક્રમ અંદાજીત બે કલાક બાદ શરૂ થયો કારણે કે, લોકસભાના ઉમેદવાર અન્ય કાર્યક્રમમાં વ્યસ્ત હોવાથી સમયસર પહોંચી શક્યા ન હતા. જેથી સિનિયર ધારાસભ્ય યોગેશ પટેલ સહિત કાઉન્સીલરો અને કાર્યકરો રોષે ભરાયા હતા. તેવામાં અંદાજીત સાત વાગ્યાની આસપાસ ડો. હેમાંગ જોશી ફેરણી માટે સ્થળ ઉપર પહોંચ્યાં ત્યારે કાગડોળે રાહ જોઇને કંટાળેલા અને ગુસ્સે ભરાયેલા સિનિયર ધારાસભ્યે રોકડુ સંભળાવી ખેસ પહેરવાનુ ટાળ્યું હતું. એટલું જ નહીં પરંતુ ખેડની સમય પણ યોગેશભાઈ પટેલના ગળામાં ભારતીય જનતા પાર્ટીનો કેસ તસવીરમાં દ્રશ્યમાન થતો નથી.

વડોદરા શહેરનું રાજકારણ ગરમાયું: લોકસભા 2024ની ચૂંટણીને લઈને ક્યાંક ને ક્યાંક વડોદરા શહેરના ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓમાં મતભેદોના કારણે વિવાદો સર્જાતા હોય છે .જેને લઈને ભારતીય જનતા પાર્ટી એ પ્રથમ ઉમેદવાર છેલ્લી બેટમથી જીતીને આવતા એવા રંજનબેન ભટ્ટને ત્રીજી વખત રીપીટ કરવામાં આવ્યા હતા.પરંતુ વડોદરા શહેરમાં તેમનો વિરોધ વકયો હતો .જેણે લઈને ભારતીય જનતા પાર્ટી એ ઉમેદવારને બદલવાની ફરજ થઈ પડી હતી. જેથી ડો. હેમાંગ જોશી નું નામ જાહેર કરવામાં આવ્યું હતું. પરંતુ નામ જાહેર થતાં પણ હજુ વિરોધના વાદળો ઘેરાયેલા છે. જેથી કાર્યકર્તાઓ પણ આ બાબતે વધુ મૂંઝવણમાં મુકાયા હતા.

  1. પાલનપુર બસપોર્ટમાં પોલીસની રેઇડ, કાફેની ગભરાયેલી યુવતીઓએ ત્રીજા માળથી છલાંગ લગાવી - Raid in Palanpur Bus Port Cafe
  2. "આ એના મોઢેથી કેમ અને કેવું નીકળ્યું" - રાજુ રાણા, ભાવનગરમાં રુપાલા વિરુદ્ધ રાજપૂત સંમેલન યોજાયું - Parsottam Rupala

ABOUT THE AUTHOR

...view details