બારડોલી નગરપાલિકાની ટીમ આજે સવારથી અલગ અલગ મિલકતોમાં સર્વે કામગીરી શરૂ કરી હતી (Etv Bharat Gujarat) બારડોલી: બારડોલી મામલતદાર દ્વારા રાજકોટ અગ્નિકાંડ બાદ કડક કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. મામલતદાર દ્વારા પાંચ જેટલી અલગ અલગ ટીમો બનાવવામાં આવી છે. આ ટીમો શહેર ઉપરાંત ગ્રામ્ય વિસ્તારમાં તપાસ કરી ગુરુવારે સાંજે 5 વાગ્યા સુધીમાં રિપોર્ટ કરવાનો આદેશ કરવામાં આવ્યો છે. ફાયર સેફટીના એન.ઓ.સી. નહિ હોય તો તાત્કાલિક ધોરણે જે તે મિલકતને સિલ કરવાના આદેશ જારી થતા મિલકત ધારકોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.
નગરપાલિકાએ દયારામ પટેલ માર્ગ પર અલંકાર સિનેમા તરફ આવેલી સ્ટાર વ્યુ એપાર્ટમેન્ટ અને અરિહંત કોમ્પ્લેક્સની દુકાનો સિલ કરી હતી. (ETV bharat Gujarat) જાહેર મિલકતો પર ચકાસણીના આદેશ: બારડોલી તાલુકામાં આવેલ તમામ જાહેર થતા ખાનગી મિલકતો જેવી કે શાળા, કોલેજો, ટ્યુશન કલાસ, કોચિંગ ઇન્સ્ટિટ્યૂટ, ગેમઝોન, સમાજ વાડી, પેટ્રોલપંપ, સિનેમાગૃહ, મનોરંજનના સ્થળો તથા અન્ય જાહેર સ્થળો કે જ્યાં લોકોની ભીડ થતી હોય ત્યાં સલામતીના કારણોસર તપાસ શરૂ કરવામાં આવી છે. આ ચકાસણી બાબતે કુલ પાંચ ટીમો કાર્યરત કરવામાં આવી છે.
બારડોલીમાં ફાયર સેફટીનો અભાવ ધરાવતી બિલ્ડીંગ સામે કાર્યવાહી શરૂ કરવામાં આવી (ETV bharat Gujarat) 30મી મે સુધી રિપોર્ટ કરવા સૂચનો: 30મી મે એટલે કે ગુરુવારે સાંજ સુધીમાં તપાસ કરી મામલતદારને રિપોર્ટ કરશે. એક ટીમ નગરપાલીકા વિસ્તારમાં, બે ટીમ ગ્રામ્ય વિસ્તારમાં, એક ટીમ હોસ્પિટલ અને એક ટીમ શાળા કોલેજોમાં તપાસ શરૂ કરી છે. જેને લઈને મિલકત સંચાલકોમાં ફફડાટ ફેલાય ગયો છે.
21 મિલકતોનો સર્વે: બારડોલી નગરપાલિકાની ટીમ આજે સવારથી અલગ અલગ મિલકતોમાં સર્વે કામગીરી શરૂ કરી હતી. જેમાં 21 જેટલી બહુમાળી બિલ્ડીંગોનો સર્વે કરાયો હતો. આદેશ જારી થતાં નગરપાલિકાએ દયારામ પટેલ માર્ગ પર અલંકાર સિનેમા તરફ આવેલી સ્ટાર વ્યુ એપાર્ટમેન્ટ અને અરિહંત કોમ્પ્લેક્સની દુકાનો સિલ કરી હતી.
રહેણાંક ફ્લેટને હાલ રાહત: હાલ ઉપરના રહેણાંક ફ્લેટ સામે કોઈ કાર્યવાહી કરી નથી. જેને લઈને દુકાનદારોએ રજુઆત કરી છે કે તેઓ ફાયર સેફટી માટે તૈયાર છે પણ, ફ્લેટ ધારકો સાથ સહકાર આપતા નથી. આથી તેમના નળ અને ગટર કનેક્શન કાપી નાખવામાં આવે તેવી માંગ કરી હતી. જે અંગે પાલિકાના અધિકારીઓએ પણ હકારાત્મક અભિગમ રાખી આગામી દિવસોમાં કાર્યવાહી કરવાની ખાતરી આપી છે. ફાયર ઓફિસર ઋષિ સોનીએ જણાવ્યું હતું કે, મામલતદારના આદેશ બાદ કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. અત્યાર સુધીમાં ફાયર એનઓસી વગરની બે બિલ્ડીંગો સીલ કરવામાં આવી છે.
- સીમ રિપ્લેસ કરી બેન્ક એકાઉન્ટમાંથી લાખો રૂપિયાની ઉઠાંતરી કરતા નાયઝીરિયન ગેંગના શખ્સની ધરપકડ
- ગીર સોમનાથમાં ફાયર સેફ્ટી મુદ્દે કલેક્ટરનું કડક વલણ, પોલીસ વિભાગને આપ્યા વિશેષ અધિકાર - Gir Somnath Fire Safety