સુરત: જિલ્લા વિકાસ અધિકારી શિવાની ગોયલની અધ્યક્ષાતામાં જિ.પંચાયતના સભાગૃહમાં જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિના અધિકારી-કર્મચારીઓની સમીક્ષા બેઠક યોજાઈ હતી. જેમાં જિ. પ્રાથમિક શિક્ષણાધિકારી, નાયબ જિ.પ્રા. શિક્ષણાધિકારી, હિસાબી અધિકારી (શિક્ષણ શાખા), તા.પ્રા. શિક્ષણાધિકારીઓ, બી.આર.સી.કો-ઓર્ડીનેટરો તથા સમગ્ર શિક્ષા કચેરીના તમામ સ્ટાફગણની કામગીરીની સમીક્ષા કરી જિ.વિકાસ અધિકારીશ્રીએ માર્ગદર્શન આપ્યું હતું.
નીચા ગ્રેડવાળી શાળા માટે આયોજન: જિ.વિકાસ અધિકારીએ ગુણોત્સવ 2.0 માં ઉચ્ચ ગ્રેડ પ્રાપ્ત શાળાઓ સાથે નીચા ગ્રેડવાળી શાળાઓ આગવું આયોજન કરી ઉંચો ગ્રેડ પ્રાપ્ત કરે તેવું સૂચવ્યુ હતું. પ્રાથમિક શાળાઓના જર્જરિત ઓરડાઓ અંગે ચર્ચા કરી તેને નિયમોનુસારની કાર્યવાહી કરી દૂર કરવા જણાવ્યુ હતું. તેમજ નવા ઓરડાઓ, ખૂટતા શૌચાલયો, MDM શેડ અંગે તાત્કાલિક દરખાસ્ત કરવા સૂચના આપી હતી. કોમ્પ્યુટર લેબ અને સ્માર્ટ ક્લાસ ધરાવતી શાળાઓમાં શિક્ષકો અને વિદ્યાર્થીઓ શૈક્ષણિક હેતુસર સ્માર્ટ ક્લાસનો મહત્તમ ઉપયોગ કરે અને ગુણવત્તાયુક્ત શિક્ષણ પ્રાપ્ત કરે તેના પર ભાર મૂક્યો હતો.
શિવાની ગોયલની અધ્યક્ષાતામાં યોજાઈ શિક્ષણ સમિતિના સમીક્ષા બેઠક (ETV Bharat Gujarat) ખૂટતી સુવિધાઓ ઉપલબ્ધ કરાવી: જિલ્લા વિકાસ અધિકારીએ શાળાના તમામ બાળકો વાંચન-લેખન-ગણનમાં પારંગત બને તે સુનિશ્ચિત કરવા ભારપૂર્વક જણાવી હતું. આ ઉપરાંત જિલ્લા પંચાયત સંચાલિત છાત્રાલયોનો રિવ્યુ કરી તેમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે ખૂટતી સુવિધાઓ ઉપલબ્ધ કરવા સૂચના આપી હતી. તેમણે KGBV (કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય)ના ધો. 10 તથા ધો.12 (સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહ)માં આવેલા 100% પરિણામને બિરદાવ્યુ હતું અને શાળા-પરિવારને અભિનંદન પાઠવ્યા હતા.
વાલીઓને અભિનંદન:તેમણે અંતરિયાળ વિસ્તારમાં સ્થળાંતર થતા વિદ્યાર્થીઓ માટે સિઝનલ હોસ્ટેલની દરખાસ્ત કરવા તેમજ તમામ શાળાઓમાં ફાયર સેફટી અને ફાયર એન.ઓ.સી.બાબતે પુન: ચકાસણી કરવા તેમજ નિવૃત્ત થનાર શિક્ષકોને તમામ લાભો સમયસર, સરળતાથી મળી રહે તે સુનિશ્ચિત કરવા જણાવ્યું હતું. દિવ્યાંગ બાળકોને મળવાપાત્ર તમામ લાભોની DBT મારફતે થતી ચૂકવણીની સરાહના કરી હતી.
- રાજ્યની મેડીકલ કોલેજની ફી વધારાનો NSUI દ્વારા મોરબીમાં વિરોધ કરાયો, ભાજપ હાય હાયના નારા લગાવ્યા, નકલી ચણલી નોટો ઉડાડી - Morbi News
- આ તે શાળા છે કે ખંડેર ! તંત્રના પાપે ખુલ્લામાં બેસી ભણવા મજબૂર રાછેણા પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ - Banaskantha Public Issue