બનાસકાંઠાઃહાલમાં અંબાજીમાં મા અંબાનો ભાદરવી પૂનમનો મહામેળો ચાલી રહ્યો છે ત્યારે મેળામાં રૂપિયા 1 લાખ 20 હજારની ડુપ્લિકેટ 500ના દરની ચલણી નોટો લઈને ફરતા એક શખ્સને એલસીબીની ટીમે ઝડપીને કાર્યવાહી કરી છે. ભાદરવી પૂનમના મેળામાં લાખોની સંખ્યામાં માઈ ભક્તો મા અંબાના દર્શન માટે દૂર દૂરથી આવતા હોય છે. તેવામાં સામાજિક તત્વો તેમજ ગુનાહિત માનસિકતા ધરાવતા લોકો ચોરી જેવા ઈરાદાઓને પાર પાડવા ભીડભાડમાં ફરતા હોય છે.
અંબાજી મેળામાં નકલી નોટો ઝડપાઈ (Etv Bharat Gujarat) લોકોની વચ્ચે પોલીસની ટીમઃ જોકે આવા શખ્સોને પકડવા અને સબક શીખવાડવા માટે પોલીસ પણ આ જ ભીડમાં સિવિલ ડ્રેસમાં રહી તેમના ઈરાદાઓને નાકામ કરતી હોય છે. ત્યારે ભાદરવી પુનમના મેળામાં ડુપ્લીકેટ ચલણી નોટો લઈ ફરતો આવો એક શખ્સ ભાભર તાલુકાના બુરેઠા ગામનો એલસીબી ટીમના હાથે ઝડપાઈ ગયો છે, જેનું નામ ભરતભાઈ હરગોવિંદભાઈ પ્રજાપતિ છે. જેની પાસેથી 500ના દરની એક લાખ વિસ હજારની ડુપ્લીકેટ ચલણી નોટો મળી આવી છે. જેની હાલ પોલીસે અટકાયત કરી લીધી છે.
પોલીસે શરૂ કરી વધુ તપાસઃ પોલીસે ઝડપાયેલા આ શખ્સની પૂછપરછ હાથ ધરી છે કે, 500ના દરની ડુપ્લીકેટ ચલણી નોટો ક્યાંથી લાવ્યો અને આ ડુપ્લીકેટ ચલણી નોટો લઈને અંબાજી ભાદરવી પૂનમના મેળામાં આવવા પાછળના તમામ કારણો જાણવાના પ્રયાસો હાથ ધર્યા છે. તેમજ આ શખ્સ અન્ય કોઈ ગુનામાં સંડોવાયેલો છે કે કેમ? તે દિશામાં તપાસ આરંભી છે. જોકે ભાદરવી પૂનમના મેળામાં પોલીસની સુરક્ષા જોતા શ્રદ્ધાળુઓ પણ પોલીસની કામગીરીથી ખુદ સલામત અનુભવ કરી રહ્યા છે.
આ અંગે જિલ્લા પોલીસવડા અક્ષયરાજ મકવાણાએ કહ્યું કે, ભાદરવી પૂનમના મેળામાં પોકીટમારી સહિત સામાન્ય ગુનાઓ બનતા હોય છે. જોકે બીજી તરફ પોલીસ પણ એલર્ટ રહેતી હોવાથી તેને અટકાવી શકાય છે. પોલીસને મળેલી માહિતી મુજબ ડુપ્લીકેટ ચલણી નોટો લઈ ફરતા શખ્સની અટકાયત કરાઈ છે. હાલમાં એક આરોપી છે જેની તપાસ ચાલી રહી છે.
- હવે 5 કલાકમાં અમદાવાદથી ભુજ, દેશની પ્રથમ નમો ભારત રેપિડ મેટ્રો ટ્રેનનો પ્રારંભ, લોકોએ કરી ફ્રી મુસાફરી - Namo Bharat Rapid Metro Train
- પાલનપુરમાં ઈદ-એ-મિલાદુન્ન નબીના તહેવાર નિમિત્તે ઝુલુસ નીકળ્યું - eid e milad julus