ગુજરાત

gujarat

ETV Bharat / state

ભારત-પાકિસ્તાન સરહદ પાસે સવારના 5:39 વાગ્યે 2.6ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો નોંધાયો - Earthquake shock in Kutch

ભૂકંપના આંચકાનો સિલસિલો યથાવત, ભારત પાકિસ્તાન સરહદ પાસે સવારના 5:39 વાગ્યે 2.6ની તીવ્રતાનો આંચકો નોંધાયો છે.

કચ્છમાં ભુકંપનો આંચકો
કચ્છમાં ભુકંપનો આંચકો (Etv Bharat Gujarat)

By ETV Bharat Gujarati Team

Published : May 9, 2024, 11:11 AM IST

કચ્છ: સરહદી જિલ્લા કચ્છના સરહદી વિસ્તારમાં આજે વહેલી સવારના સમયમાં ફરી એકવાર ભૂકંપનો આંચકો નોંધાયો છે. 2001ના વિનાશક ભૂકંપ બાદ જિલ્લામાં ભૂકંપના નાના નાના આંચકાઓનો સિલસિલો અવિરતપણે ચાલુ રહ્યો છે. આજે પશ્ચિમ કચ્છના ભારત-પાક સરહદ વિસ્તારમાં 2.6ની તીવ્રતાનો ભૂકંપના આંચકો નોંધાયો હતો. સવારના 5:39 કલાકે આ ભૂકંપનો આંચકો નોંધાયો હતો.

સવારના 5:39 કલાકે 2.6ની તીવ્રતા સાથે ભૂંકપના આંચકા: વર્ષ 2001માં કચ્છમાં આવેલા વિનાશક ભૂકંપ બાદ ખાસ કરીને વાગડની ફોલ્ટ લાઈન પર નાના નાના આંચકાઓ નોંધાઈ રહ્યા છે. તો ખાવડા વિસ્તાર પાસે પણ નાના નાના આંચકાઓનો સિલસિલો અવિરતપણે ચાલુ છે. આજે સવારના 5:39 કલાકે 2.6ની તીવ્રતા સાથેના ભૂંકપના આંચકાથી કચ્છના ખાવડા વિસ્તારમાં કંપનની અસર થઈ હતી. ભૂકંપનો કેન્દ્રબિંદુ ખાવડાથી 56 કિલોમીટર દૂર ભારત પાકિસ્તાન સરહદ નજીક નોંધાયો હતો.

ખાવડા વિસ્તારમાં નોંધાયો આંચકો: ઉલ્લેખનીય છે કે કચ્છના ખાવડા વિસ્તારમાં અવારનવાર ભૂકંપના આંચકાઓ સક્રિય ફોલ્ટલાઈન પર જ નોંધાઈ રહ્યા છે. પશ્ચિમ કચ્છના ખાવડા વિસ્તારમાં આવેલ ભૂકંપની ફોલ્ટલાઈન પર અવાર નવાર 1.0 થી 4.0ની તીવ્રતાના આંચકાઓ નોંધાઈ રહ્યા છે. આમ તો ખાસ કરીને વાગડ વિસ્તારના ભચાઉ, રાપર, દુધઈની આસપાસના વિસ્તારમાં અવારનવાર આંચકાઓ અનુભવાતા હોય છે.આજે સવારે ફરી પશ્ચિમ કચ્છના સરહદી વિસ્તાર ખાવડા પાસે આંચકો અનુભવાયો હતો.

4થી વધુ તીવ્રતાના આંચકાના સમયે લોકોમાં ભય: કચ્છમાં વર્ષ 2001ના ભૂકંપ બાદ જેટલી પણ ફોલ્ટ લાઈન છે તે ફોલ્ટ લાઈનની સક્રિય થઈ છે અને તેની આસપાસ જ છેલ્લાં કેટલાક સમયથી ભૂકંપના આંચકાઓ નોંધાઈ રહ્યા છે. અવારનવાર આવતા નાની તીવ્રતાના આંચકાઓને લીધે કોઈ પણ પ્રકારની નુકસાનીના સમાચાર સામે નથી આવી રહ્યા. પરંતુ 4થી વધુ તીવ્રતાના આંચકાના સમયે ક્યારેક લોકોમાં ભય પણ ફેલાય છે.

  1. ગરમીનો પારો વધતાની સાથે જ વીજ માંગમાં પણ ઉછાળો જોવા મળ્યો - Steady increase in power generation
  2. ત્રણ વર્ષનો દીપડો પાંજરે પુરાયો, નવસારીના સાધકપુર ગામના લોકોએ લીધો રાહતનો શ્વાસ - Navsari Wildlife

ABOUT THE AUTHOR

...view details