ગુજરાત

gujarat

ETV Bharat / state

ગામમાં રાત્રિના સમયે બિંદાસ હરતા-ફરતા જોવા મળ્યા બે વનરાજા... - lion video viral - LION VIDEO VIRAL

એક તરફ જ્યાં માનવ અને સાવજ વચ્ચેનું માનવીય અને પ્રાણીલક્ષી સંતુલન સાસણ ગીરમાં સદીઓથી જળવાઈ રહ્યું છે, ત્યારે સાસણ ગીર ક્ષેત્ર તાબેનાં ક્યા ગામે જોવા મળ્યા લટાર મારતા વનકેસરી અને એ પણ રાત્રે, જુઓ અને વાંચો ઈટીવી ભારતનો આ વિશેષ વીડિયો અહેવાલ...

સિંહની લટારનો વીડિયો થયો વાયરલ
સિંહની લટારનો વીડિયો થયો વાયરલ

By ETV Bharat Gujarati Team

Published : Apr 15, 2024, 3:32 PM IST

ગામમાં રાત્રિના સમયે બે વનરાજાની લટાર

અમરેલી: અમરેલી જીલ્લાનો ઘણો-ખરો ભાગ બૃહદ ગીર વિસ્તારમાં આવે છે અને તે કારણોસર અમરેલી વિસ્તારનાં ધારી-ધોકડવાનાં વન્ય વિસ્તારની રેન્જ તેમજ અન્ય ગીરકાંઠાનાં અમુક ગામોમાં સાવજો વિચારતા જોવા મળે છે. અમરેલી જીલ્લાનાં ધારી તાલુકા વીરપુર ગામે તો ગામલોકોએ ખાસ આ મુદ્દે સીસીટીવી કેમેરાઓ લગાવેલા છે જેથી કરીને રાત-વરાતનાં લોકોને ગામમાં ક્યાંયે નીકળવું હોય તો સહુલિયત રહે અને જંગલનાં રાજા જો ગામમાં લટાર મારવા આવ્યા હોય તો તેમનો રસ્તો ન કાપે. આવા રાતનાં જંગલ વિસ્તારમાંથી અમરેલી જીલ્લાનાં બાબાપુર ગામનાં ગ્રામ્ય વિસ્તારોમાં મુક્ત રીતે વિહરી રહેલા બે સિંહોનો વીડિયો ઈટીવી ભારતને મળ્યો છે, વીડિયોની ખરાઈ કરતા બાબાપુરનાં લોકો સાથે વાતચીત કરતા માલુમ થયું કે, ગામમાં લટાર મારી રહેલા બે સિંહોનો આ વીડિયો બાબાપુર ખાતે આવેલી સર્વોદય શૈક્ષિણિક અને સામાજીક સંસ્થા આસપાસનો છે.

અત્રે ઉલ્લેખનીય છે કે જ્યારે એક તરફ શહેરી વિસ્તારોમાં શ્વાન દ્વારા કરડી ખાવાનાં કિસ્સાઓમાં ઉત્તરોત્તર વધારો થતો જાય છે, ત્યારે ગીરકાંઠાનાં ગ્રામ્ય વિસ્તારોમાં મુક્ત મને લટાર મારી રહેલા આ વનરાજ કેસરીની જોડીનો વીડિયો એ વાતની સાબિતી આપે છે, કે જંગલી પ્રાણી અને ગ્રામ્ય વિસ્તારોમાં રહેતા લોકોને કોઈ જાતની કનડગત કર્યા વગર પોતાની મસ્તીમાં લટાર મારવા નીકળેલા વનરાજ કેસરીઓ એ હ્યુમન-વાઈલ્ડ એનિમલ કોન્ફ્લિક્ટનાં દાવાઓને નક્કારી કાઢતા જોવા મળે છે.

વનકેસરીઓ હવે જંગલ વિભાગ દ્વારા ખેંચવામાં આવેલી તેમની હદને હાલતા ઓળંગીને એ હદની બહાર લટાર મારવા નીકળી પડે છે. હવે એ હદ જ્યારે એક તરફ રાજકોટ સુધીનાં સીમાડાઓ સુધી પહોંચી છે, તો બીજી તરફ એ હદ જાફરાબાદનાં દરિયા કિનારા સુધી અને ત્રીજી તરફ પોરબંદર જીલ્લામાં આવેલા બરડા ડુંગરો સુધી લંબાઈ ગઈ છે. સિંહોની આ વિચરણ કરવાની શૈલીને ધ્યાને લેતા સરકાર પણ સૌરાષ્ટ્રમાં રાજકોટ સુધીનાં ઘણા અને મોટા ભાગનાં વિસ્તારને ગીર વિસ્તાર સાથે સાંકળી લેવા તૈયારીઓ આદરી દીધી છે.

  1. Statue of Unity : હે ! તમે સફેદ સિંહની જોડી જોઈ ? SOU ખાતે વિદેશી પ્રાણીઓનું આગમન
  2. Etawah Lion Safari : ઇટાવા લાયન સફારીમાં "બાહુબલી"નું મોત, છ મહિનામાં 16 સિંહના મોત

ABOUT THE AUTHOR

...view details