ગુજરાત

gujarat

ETV Bharat / state

હોળીના પર્વને લઈ યાત્રાધામ અંબાજીમાં ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું, દર્શન માટે ભક્તોની લાગી લાંબી કતાર - Holi 2024 - HOLI 2024

51 શક્તિપીઠ પૈકીનું શક્તિપીઠ પવિત્ર યાત્રાધામ અંબાજી અને અંબાજી ખાતે આજે હોળી પર્વને લઈને મોટી સંખ્યામાં ભક્તો માં અંબાના ધામ અંબાજી દર્શનાર્થે પહોંચ્યાં છે અંબાજી મંદિરમાં આજે વહેલી સવારથી ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી વહેલી સવારથી લાંબી લાંબી કતાર ભક્તોની દર્શન માટે લાગેલી જોવા મળી હતી જ્યારે અનેક ભક્તોએ અંબાજી મંદિરમાં હોળી પર્વને લઈને માં અંબાના દર્શન કરી પૂજા અર્ચન કરી ધન્યતા અનુભવી હતી.

અંબાજી મંદિરમાં શ્રધ્ધાળુઓનું ઘોડાપૂર
અંબાજી મંદિરમાં શ્રધ્ધાળુઓનું ઘોડાપૂર

By ETV Bharat Gujarati Team

Published : Mar 24, 2024, 9:37 PM IST

અંબાજીઃમંદિરમાં આમ તો આડા દિવસે પણ ભક્તોનો ઘસારો જોવા મળતો હોય છે પણ ખાસ કરીને કહી શકાય વાર અને તહેવાર નિમિત્તે ભક્તો મોટી સંખ્યામાં અંબાજી દર્શનાર્થે પહોંચતા હોય છે જ્યારે આજે હોળી પર્વને લઈ માનવ મહેરામણ અંબાજી મંદિરમાં ઉમટયું હતું ચોક્કસથી કહી શકાય અંબાજી મંદિર નૃત્ય મંડપ મંદિર ચાચર ચોક સહિત મોટી સંખ્યામાં અંબાજી મંદિરમાં ભક્તોનો ઘસારો જોવા મળ્યો હતો સાથે જ અંબાજી મંદિર આજે બોલ મારી અંબે જય જય અંબે નાદ થી ગુંજી ઉઠ્યું હતું પવિત્ર હોળીના તહેવાર નિમિત્તે મોટી સંખ્યામાં ભક્તો દૂર દૂરથી અંબાજી દર્શનાર્થે પહોંચ્યા હતા.

માં અંબાના દર્શન કરવા માટે ભાવિકો ઉમટ્યા

ભક્તોનું ઘોડાપૂરઃઅંબાજી મંદિરમાં દર્શનની સાથે સાથે અંબાજી મંદિરમાં મળતો પ્રસાદ પણ દેશ-વિદેશમાં વખણાય છે જ્યારે અંબાજી મંદિરમાં દર્શન માટેની સાથે જ ભક્તો પ્રસાદ લેવા માટે પણ લાંબી કતાર લગાવી લાઈનમાં ઉભેલા જોવા મળ્યા હતા વિશેષ અંબાજી મંદિરમાં મોટી સંખ્યામાં ભક્તો દર્શનાર્થે પહોંચતા હોય છે જ્યારે અંબાજી આવતા અનેક ભક્તો પ્રસાદ પણ અંબાજીથી લઈને જતા હોય છે જ્યારે આજે હોળીના પર્વ નિમિત્તે પ્રસાદ કાઉન્ટર પર પણ ભક્તોની ભીડ જોવા મળી હતી.

અંબાજી મંદિરમાં શ્રધ્ધાળુઓનું ઘોડાપૂર

માનવ મહેરામણઃ પવિત્ર યાત્રાધામ અંબાજી અને અંબાજી ખાતે દિવસે અને દહાડે અનેક ભક્તોમાં અંબાના દર્શનાર્થે અંબાજી આવતા હોય છે ખાસ કરીને કહી શકાય આખા વર્ષ દરમિયાન અંદાજે 1.25 કરોડ કરતાં પણ વધારે લોકો માં અંબાના દર્શન કરી ધન્યતા અનુભવે છે વિશેષ અંબાજી મંદિર વાર અને તહેવારની સાથે આડા દિવસોમાં પણ ભક્તોથી ઉભરાયેલું જોવા મળતું હોય છે અંબાજી મંદિર સાથે અનેક ભક્તોની આસ્થા જોડાયેલી છે જ્યારે અનેક ભક્તો આસ્થા સાથે માં અંબાના દર્શનાર્થે અંબાજી આવતા હોય છે.

અંબાજી મંદિરમાં શ્રધ્ધાળુઓનું ઘોડાપૂર

અંબાજીમાં હોળીનો વિશેષ મહિમાઃ અંબાજી મંદિરમાં દરરોજ આરતી કરવામાં આવે છે આરતીની સાથે પૂનમની આરતીનું ભક્તોમાં એક વિશેષ મહત્વ રહેલું છે જ્યારે ચોક્કસથી કહી શકાય આજે પૂનમની આરતી સાંજે હોળી પ્રગટાવી અને મસાલો જ્યારે પરત અંબાજી મંદિરમાં આવશે ત્યારબાદ કરવામાં આવશે ચોક્કસથી કહી શકાય આજે પરંપરાગત હોળીની પૂજા અર્ચના કરી હોળી પ્રગટાવવામાં આવશે હોળી પ્રગટ્યા બાદ મસાલા જ્યારે અંબાજી મંદિરમાં આવશે ને ત્યારબાદ ભટ્ટજી મહારાજ દ્વારા અંબાજી મંદિરમાં આરતી કરવામાં આવે છે.

અંબાજી મંદિરમાં શ્રધ્ધાળુઓનું ઘોડાપૂર

અંબાજી મંદિરનો વિશેષ શણગારઃપવિત્ર યાત્રાધામ અંબાજી મંદિરમાં હોળી પર્વને લઈને રંગબેરંગી ફૂલોનો આલ્હાદક શણગાર કરાયો હતો કરાયેલ શણગારે ભક્તોમાં આકર્ષણ જમાવ્યું હતું વિશેષ કરીને કહી શકાય અંબાજી મંદિરમાં વિવિધ પ્રકારે શણગાર કરવામાં આવે છે જ્યારે હોળી પર્વને લઈ રંગબેરંગી ફૂલોથી અંબાજી મંદિર નૃત્યમંડપ સાથે જ ગર્ભ ગૃહની બહારના એરિયામાં રંગબેરંગી ફૂલોનો શણગાર કરાયો હતો જે શણગાર જોઈ ભક્તો પણ પ્રફુલિત થયા હતા.

  1. અંબાજીમાં 24 તારીખે સાંજે 7 કલાકે હોળી પ્રગટાવાશે, લોકોમાં હોળી નિમિત્તે અનેરો ઉત્સાહ - Holi 2024
  2. Holi 2024 : સાડા પાંચ હજાર ફૂટ ઊંચાઈ પર હોલિકા દહન, ગિરનારના અંબાજી મંદિરમાં શ્રીફળ હોળી

ABOUT THE AUTHOR

...view details