ગુજરાત

gujarat

ETV Bharat / state

પાટણમાં નાયક પરિવારે ભર્યું ભગવાન જગન્નાથનું મામેરું, ભવ્ય શોભાયાત્રા નીકળી - Jagannath Rath Yatra 2024

ઉત્તર ગુજરાતની સૌથી મોટી રથયાત્રા એટલે પાટણની ભગવાન જગન્નાથની 142મી રથયાત્રા આવતીકાલે શહેરમાં નીકળશે. તે પૂર્વે આજે યજમાન નાયક પરિવાર દ્વારા ભગવાનનું મામેરું કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સામાજિક-રાજકીય આગેવાનો સહિત મોટી સંખ્યામાં પાટણવાસીઓ ઉમટી પડ્યા હતા.

ભગવાન જગન્નાથનું મામેરું
ભગવાન જગન્નાથનું મામેરું (ETV Bharat Reporter)

By ETV Bharat Gujarati Team

Published : Jul 6, 2024, 10:52 PM IST

પાટણ :ઉત્તર ગુજરાતની સૌથી મોટી રથયાત્રા પાટણ ભગવાન જગન્નાથની 142મી રથયાત્રા યોજાશે. આ પ્રસંગ પૂર્વે આજે શનિવારે સાંજે પાટણ શહેરમાં ભગવાન જગન્નાથનું ભવ્ય મામેરુ યજમાન પરિવારના નિવાસસ્થાનેથી ભરવામાં આવ્યું હતું. આ પ્રસંગે શહેરમાં ભગવાનના મામેરાની ભવ્ય શોભાયાત્રા નીકળી હતી.

નાયક પરિવારે ભર્યું ભગવાન જગન્નાથનું મામેરું (ETV Bharat Reporter)

ભગવાન જગન્નાથનું મામેરું :પાટણમાં અષાઢી બીજના રોજ ભગવાન જગન્નાથની 142મી રથયાત્રા નીકળવાની છે. ત્યારે રથયાત્રાના એક દિવસ પૂર્વે પાટણ શહેરના બડવાવાડા ખાતેથી ભગવાન જગન્નાથના મામેરાના યજમાન અતુલકુમાર શિવશંકર નાયકના નિવાસસ્થાને પૂજન અર્ચન અને આરતી બાદ ભગવાન જગન્નાથનું ભક્તિ સંગીતના સૂરો અને પુષ્પવર્ષા સાથે ભવ્ય મામેરુ નીકળ્યું હતું.

ભવ્ય શોભાયાત્રા નીકળી :આ પ્રસંગે મોટી સંખ્યામાં ભક્તજનો જોડાયા હતા. શહેરમાં નીકળેલી ભગવાન જગન્નાથના મામેરાની શોભાયાત્રા બડવાવાડાથી બેન્ડના મધુર ગીતો સાથે નીકળી હતી. જે બાદમાં ચતુર્ભુજ બગીચો, જુનાગજ, હિંગળાચાચરથી ઘીવટા નાકા, બહુચરાજી મંદિર અને રોકડીયા ગેટ થઈ જગદીશ મંદિર ખાતે આવી પહોંચી હતી.

યજમાન નાયક પરિવાર :અહીં મંદિરના ટ્રસ્ટીઓ અને રથયાત્રા સમિતિ દ્વારા ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને ભાઈ બલભદ્રના મામેરાનું ભવ્ય સામૈયું કરવામાં આવ્યું હતું. મામેરાના યજમાન અતુલકુમાર શિવશંકર નાયક પરિવાર દ્વારા ભગવાન જગન્નાથને મામેરામાં વિવિધ પ્રકારના વસ્ત્રો સુંગાર માટે સોના-ચાંદીના સેટ, સ્પ્રે, આભૂષણો તેમજ ચાંદીની લગડી સાથે રૂ. 1,82,111 ની રોકડ ભેટ આપવામાં આવી હતી.

પાટણવાસીઓ ઉમટી પડ્યા :અતુલભાઈ નાયક અને તેમનો પરિવાર ભગવાનનું મામેરું ભરી ધન્ય બન્યો હતો. શહેરમાં ભગવાનના મામેરા પ્રસંગે નીકળેલી શોભાયાત્રામાં પાટણના ધારાસભ્ય કિરીટ પટેલ, ગુજરાત પ્રદેશ ભાજપના પૂર્વ મહામંત્રી કે. સી. પટેલ, શહેર ભાજપ પ્રમુખ કિશોર મહેશ્વરી, પાટણ નગરપાલિકા પ્રમુખ હિરલબેન પરમાર, જગન્નાથ મંદિર ટ્રસ્ટના મેનેજીંગ ટ્રસ્ટી પિયુષભાઈ આચાર્ય સહિત રાજકીય-સામાજિક આગેવાનો અને બડવાવાડાના રહીશો મોટી સંખ્યામાં જોડાયા હતા.

  1. પાટણમાં ભગવાનનું ભવ્ય મામેરુ ભરાશે, યજમાન નાયક પરિવારે નગરજનોને આપ્યું આમંત્રણ
  2. પાટણ શહેરમાં યોજાનાર રથયાત્રાની પત્રિકા આવી વિવાદમાં, ધારાસભ્ય કિરીટ પટેલનું નામ નહી

ABOUT THE AUTHOR

...view details