સુરત: માંગરોળ તાલુકામાં ઐતિહાસિક મોટામિયાં માંગરોળની ગાદી ખાતે ગુરુપૂર્ણિમા પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. માંગરોળ સહિત અન્ય તાલુકાઓ અને જિલ્લામાંથી સવારથી જ મોટી સંખ્યામાં ગુરુ દર્શન અને આશીર્વાદ માટે લોકોની ભીડ ઉમટી પડી હતી.
માંગરોળમાં ઐતિહાસિક મોટામિયાં ગાદી ખાતે ગુરુપૂર્ણિમા પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી - GURU PURNIMA - GURU PURNIMA
માંગરોળ તાલુકામાં ઐતિહાસિક મોટામિયાં માંગરોળની ગાદી ખાતે ગુરુપૂર્ણિમા પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. માંગરોળ સહિત અન્ય તાલુકાઓમાંથી સવારથી જ મોટી સંખ્યામાં ગુરુ દર્શન અને આશીર્વાદ માટે લોકોની ભીડ ઉમટી પડી હતી.
Published : Jul 21, 2024, 10:20 PM IST
ડો. મતાઉદ્દીન ચિશ્તીએ શિષ્યોને આશિર્વાદ આપ્યા: ઐતિહાસિક ગાદીના પૂર્વ ગાદીપતિઓએ આપેલા સિદ્ધાંતો અને આદર્શ ઘેર-ઘેર ગાય પાળો,કોમી એકતા, ભાઈચારો, માનવસેવા, વ્યસનમુક્તિ,ઘેર ઘેર વૃક્ષો વાવો, શિક્ષણ મેળવો તથા ઘેર ઘેર સંસ્કાર આપોનો સંદેશ આગળ વધારવાનું કામ હાલના ગાદીપતિઓ કરી રહ્યા છે. મોટામિયાં બાવાની માંગરોળ ગાદીના વર્તમાન ગાદીપતિ હિઝ હોલીનેસ ખ્વાજા સલીમુદ્દીન ફરીદુદ્દીન ચિશ્તીની આજ્ઞા અનુસાર તેમના સુપુત્ર-અનુગામી ડો. મતાઉદ્દીન સલીમુદ્દીન ચિશ્તીએ મોટામિયાં માંગરોલની ગાદી ખાતે ઉપસ્થિત રહીને પોતાના અનેક શિષ્યોને આશિર્વાદ આપ્યા હતા.
ગુરુપૂર્ણિમા નિમિત્તે આપ્યો સંદેશ: વર્ષોની પરંપરા અનુસાર ગુરુ પૂર્ણિમાના દિને વિશેષ સંદેશ પાઠવતા તેમણે કહ્યું કે, ગુરુ મુર્શીદ પ્રત્યેની આસ્થા અને વફાદારીનો સેતુ મજબૂત કરવાનો સુવર્ણ અવસર એટલે જ ગુરૂપૂર્ણિમા છે. એકવીસમી સદીની ઝડપમાં ઘણી અગત્યની બાબતોની અવગણના ન થાય તેની કાળજી રાખીએ અને જીવનમાં ગુરૂ પીર મુર્શીદ કે માર્ગદર્શકનું સાંનિધ્ય આવશ્યક છે. જે જીવનને યોગ્ય રાહ બતાવવા ઉપયોગી છે. આજના દિવસે શિષ્યએ ગુરુ તરફથી મળેલ ઉપદેશ સમજી જીવનમાં ઉતારવો જોઇએ, સાથે કન્યા કેળવણી તથા શિક્ષણ પર ખાસ ભાર મૂકી વૃક્ષ વાવવા, વ્યસન મુક્તિ માટે તથા ઘેર-ઘેર સંસ્કરણ કેળવવા ખાસ આહવાન કર્યું હતું.