ગુજરાત

gujarat

ETV Bharat / state

દંપતી વચ્ચે જમવા બાબતે થયેલા ઝઘડાનો આવ્યો કરૂણ અંજામ - vadodara suicide - VADODARA SUICIDE

વડોદરા જીલ્લાના પાદરા ગામે પત્ની જોડે જમવા બાબતે પતિનો અચાનક ઝઘડો થયો હતો. જેનો કરૂણ અંત આવ્યો હોવાનું સામે આવ્યું છે. દંપતિ વચ્ચે જમવાને લઇને ઝઘડો થયા બાદ પતિને મનમાં લાગી આવતા તેણે એકાએક ઝેરી દવા ગટગટાવી લીધી હતી.

VADODARA SUICIDE
VADODARA SUICIDE

By ETV Bharat Gujarati Team

Published : Apr 16, 2024, 10:33 AM IST

વડોદરા: વડોદરા જીલ્લાના પાદરા ગામે પત્ની જોડે જમવા બાબતે પતિનો ઝઘડો થયો હતો. ત્યારબાદ પતિને મનમાં લાગી આવતા પતિએ એકાએક ઝેરી દવા ગટગટાવી લીધી હતી. પતિએ જે પગલું ભર્યું તે કરૂણ અંત તરફ લઈ ગયું હોવાનું નોંધાયું હતું.

ઝેરી દવા ગટગટાવી:વડોદરા જીલ્લાના પાદરા ખાતે ટાવર પાસે સીમ વિસ્તારમાં વૈશાલીબેન પ્રવિણભાઇ પઢીયાર (ઉં. 37) અને પ્રવિણભાઈ મહિપતભાઈ પઢીયાર (ઉં. 37) નામનું દંપતિ રહેતું હતું. રાત્રિના સમયે સાડા સાત વાગ્યાના અરસામાં દંપતિ વચ્ચે જમવાની બાબતે ઝઘડો થયો હતો. આ ઝઘડો થયા બાદ પતિ પ્રવિણભાઈ પઢીયારને મનમાં લાગી આવતા તેમણે ઝેરી દવા ગટગટાવી લીધી હતી. સારવાર દરમિયાન તેમનું મોત નિપજ્યું હતું.

108ને કોલ કર્યો હતો: મળતી માહિતી મુજબ સીમમાં રહેતા પઢીયાર પરિવારનો કોલ આવ્યો હતો. જેમાં પતિએ ઝેરી દવા ગટગટાવી દીધી હતી. જેથી 108 એમ્બ્યુલન્સ મારફતે નજીકની વડુ સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.

વધુ સારવાર અર્થે વડોદરા હોસ્પિટલમાં ખસેડયા: મળતી માહિતી મુજબ વડું હોસ્પિટલમાં પ્રવિણભાઈને પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી. જ્યાં તેમની તબિયત લથડી હોવાનું ધ્યાને આવતા વધુ સારવાર માટે વડોદરા રીફર કરવામાં આવ્યા હતા. વડોદરામાં તેમની ગોત્રી હોસ્પિટલ ખાતે ગંભીર હાલતમાં સારવાર શરૂ કરવામાં આવી હતી. પરંતુ સારવાર દરમિયાન પણ તેઓની તબિયત સુધરી ન હતી. જેથી 13 એપ્રિલના રોજ પ્રવિણભાઈનું સારવાર દરમિયાન મોત થયું હતું.

સમગ્ર પરિવારમાં શોક છવાયો:દંપતી વચ્ચે જમવા બાબતે તકરાર થઇ હતી. જેમાં પતિએ ઝેરી દવા ગટગટાવી લીધી હતી. પરંતુ સારવાર દરમિયાન તેઓનું મોત નિપજ્યું હતું. જેને લઈને પરિવારમાં શોકની લાગણી છવાઈ ગઈ હતી.

વડુ પોલીસ મથકે અકસ્માતનો ગુનો નોંધાયો: દંપતી વચ્ચે થયેલા ઝઘડામાં પતિએ ઝેરી દવા ગટગટાવી લીધી હતી પરંતુ સારવાર દરમિયાન તેનું મોત નિપજ્યું હતું. જેને લઈને વડુ પોલીસ મથકમાં અકસ્માતે મોતનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. ત્યાર બાદ વડુ પોલીસ દ્વારા આ અંગેની વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે .

સુસાઈડ નોટમાં માત્ર નામ જ કોઈને દોષિત નથી બનાવતું,જાણો કયા કેસમાં દિલ્હી હાઈકોર્ટે કરી આ ટિપ્પણી? - DELHI HC COMMENT ON SUICIDE NOTE

ABOUT THE AUTHOR

...view details