ગુજરાત

gujarat

ETV Bharat / state

છોટા ઉદેપુર લોકસભા બેઠક પર જેતપુર પાવી ખાતે કોંગ્રેસની જાહેરસભા યોજાઈ - Chhota Udaipur Lok Sabha seat

છોટાઉદેપુર લોકસભા મતવિસ્તારના ઇન્ડિયા ગઠબંધનના કોંગ્રેસ પક્ષની જાહેર સભા યોજાઇ,જેમાં ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટીના નેતાઓ અને મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.

By ETV Bharat Gujarati Team

Published : Apr 27, 2024, 8:08 AM IST

Updated : Apr 27, 2024, 8:54 AM IST

છોટા ઉદેપુર લોકસભા બેઠક પર જેતપુર પાવી ખાતે કોંગ્રેસની જાહેરસભા યોજાઈ
છોટા ઉદેપુર લોકસભા બેઠક પર જેતપુર પાવી ખાતે કોંગ્રેસની જાહેરસભા યોજાઈ

છોટાઉદેપુર: છોટા ઉદેપુર લોકસભા બેઠક પર ઇન્ડિયા ગઠબંધનમાંથી કોંગ્રેસના ઉમેદવાર સુખરામ રાઠવાના સમર્થનમાં યોજાયેલ જાહેર સભામાં ગુજરાત કોંગ્રસના પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલે સરકાર પર આકરા પ્રહારો કરતાં જણાવ્યું હતું કે, છોટા ઉદેપુર જિલ્લામાં નકલી કચેરી બનાવી કરોડોનો ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો છે, શિક્ષણ તદ્દન કથળેલું છે, તેમ છતાં અહંકારી સરકાર ૪૦૦ પારની વાતો કરે છે.

શક્તિસિંહ ગોહિલ

કોંગ્રેસની જાહેર સભા: ઇન્ડિયા ગઠબંધનના કોંગ્રેસના ઉમેદવાર સુખરામ રાઠવાના સમર્થનમાં પાવી જેતપુર ખાતે “જાહેર સભા” યોજાઇ હતી. જેમાં ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટીના મહામંત્રી, રાજ્ય સભા સાંસદ અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રભારી મુકુલ વાસનીક, ગુજરાત પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ, હાથથી હાથ જોડોના પ્રદેશ કનવિનર ઇન્દ્રનીલ રાજ્યગુરુ, ધારાસભ્ય શૈલેષ પરમાર સહિત મોટી સંખ્યામાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના નેતાઓ સહિત કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.

નકલી કચેરી ખોલી કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર: પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે મીડિયા સાથે વાત કરતાં જણાવ્યું હતું કે, છોટા ઉદેપુર લોકસભા બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર સુખરામ રાઠવાની જનસભામાં જનતાનો આભાર માનું છું. ભારતીય જનતા પાર્ટીની અહંકારી વલણ અપનાવ્યું છે. આદિવાસી બક્ષીપંચના લોકોની જરૂરિયાત અનુસાર નાણાં વપરાવા જોઈએ એની જગ્યાએ નકલી કચેરી ખોલી કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો છે.

  1. નવસારી લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નૈષધ દેસાઈએ ચૂંટણી લડવા માટે ફંડની અપીલ કરી, વિડીયો વહેતો કર્યો - Loksabha Election 2024
  2. સાત દિવસથી સંપર્ક વિહોણા કુંભાણીને કોંગ્રેસે કર્યા સસ્પેન્ડ, કુંભાણીએ કોંગ્રેસની જ કરી ટીકા - Nilesh Kumbani suspended
Last Updated : Apr 27, 2024, 8:54 AM IST

ABOUT THE AUTHOR

...view details