સુરત:‘સ્વચ્છતા હી સેવા-2024’ અભિયાન અંતર્ગત કેન્દ્ર સરકારના યુવા કાર્યક્રમ અને ખેલ મંત્રાલય હેઠળના નહેરૂ યુવા કેન્દ્ર-સુરત દ્વારા આજે 2 જી ઓકટોબર-મહાત્મા ગાંધીજીની જન્મજયંતી નિમિત્તે ચોર્યાસી તાલુકાના ડુમ્મસ બીચ પર ‘માય ભારત’ અંતર્ગત ‘કોસ્ટલ ક્લિનીંગ ડ્રાઈવ' કાર્યક્રમ યોજાયો હતો, જેમાં કેન્દ્રીય યુવા કાર્યક્રમ અને ખેલ મંત્રાલયના સચિવ મિતા રાજીવલોચન નહેરૂ યુવા કેન્દ્ર અને NSSના 500 યુવાઓ સાથે ડુમ્મસ બીચની સાફસફાઈ ઝુંબેશમાં જોડાયા હતા.
સુરતમાં ડુમ્મસ બીચ ખાતે ‘સ્વચ્છ ભારત દિવસ’ અંતર્ગત કોસ્ટલ ક્લિનીંગ ડ્રાઈવ યોજાઈ, NSSના 500 યુવાઓએ ભાગ લીધો - international clean day
સુરતના ડુમ્મસ બીચ પર ‘સ્વચ્છતા હી સેવા 2024’ કાર્યક્રમનું આયોજન કરાયું હતું. જેમાં કેન્દ્રીય યુવા કાર્યક્રમ અને ખેલ મંત્રાલયના સચિવ મિતા રાજીવલોચન 500 યુવાઓ સાથે આ સ્વચ્છતા ઝુંબેશમાં જોડાયા હતા., international clean day
Published : Oct 2, 2024, 7:03 PM IST
ગાંધીજીની 155 મી જન્મજયંતી:સ્વચ્છ ભારત મિશનના 10 વર્ષ પૂર્ણ થતા કેન્દ્ર સરકાર દ્વારા તારીખ 2 જી ઓકટોબરને ‘સ્વચ્છ ભારત દિવસ’ તરીકે થઈ રહેલી દેશવ્યાપી ઉજવણી તેમજ સ્વચ્છતા પખવાડિયાની પૂર્ણાહુતિના ભાગરૂપે આયોજિત આ કાર્યક્રમમાં પૂજ્ય ગાંધીજીની 155 મી જન્મજયંતી નિમિત્તે સૌએ સ્વચ્છાંજલિ અર્પણ કરી હતી. કેન્દ્રીય સચિવ, જિલ્લા યુવા અધિકારી સચિન શર્મા સહિત ઉપસ્થિત સૌએ 'સ્વચ્છતા હી સેવા' અભિયાન અંતર્ગત સ્વચ્છતાના શપથ લીધા હતા.
આ પણ વાંચો: