જુનાગઢ: કહેવત છે કે 'રામ રાખે તેને કોણ ચાખે' આ કહેવત સાર્થક થતો કિસ્સો સામે આવ્યો છે માધવપુરના મધદરિયેથી. જી હાં, માધવપુરના દરિયામાં વેરાવળ વિસ્તારની બોટને મધ દરીયે કોઈ મોટા જહાંજે ટક્કર મારતા બોટ દરિયામાં ગરકાવ થઈ ગઈ હતી. આ બોટમાં ત્રણ માછીમારો સવાર હાત જે દરિયામાં ડૂબવા લાગ્યા હતા.
દરિયામાં ગરકાવ થઈ વેરાવળની બોટ
વેરાવળના જાલેશ્વર વિસ્તારની એક બોટને માધવપુરના દરિયામાં જહાંજે ટક્કર મારતા માછીમારી કરી રહેલી બોટ દરિયામાંડૂબવા લાગી અને ગણતરીની સેકેન્ડોમાં તો આખી બોટ દરિયામાં ગરકાવ થઈ ગઈ હતી. જેમાં સવાર માછીમારી બોટના માછીમારોએ ડૂબેલી બોટમાં રહેલા ત્રણેય માછીમારોને સફળતાપૂર્વક રેસ્ક્યુ કરીને તેમની બોટમાં ખેંચી લીધા હતા. અકસ્માત એટલો ગંભીર હતો કે, જહાજની ટક્કર બાદ માછીમારીની બોટ થોડા જ સમયમાં દરિયામાં ગરકાવ થતી જોવા મળી હતી. જેનો વીડિયો સોશિયલ મીડિયામાં ડૂબતા માછીમારોને રેસ્ક્યુ કરનાર બોટના માછીમારોએ ઉતારી લીધો હતો.
મધદરિયે જહાજની ટક્કરથી વેરાવળની બોટ દરીયામાં ગરકાવ (વાયરલ વીડિયો) માછીમારી દરમિયાન મધદરિયે અકસ્માત
વેરાવળના જાલેશ્વર વિસ્તારની બોટમાં બાબા કબીર, સાહિલ સુલેમાન અને મોહસીન નામના ત્રણ માછીમારો માધવપુર નજીક માછીમારી કરી રહ્યા હતા. INDGJ32 MD 6578 રજીસ્ટર નંબર ધરાવતી આ બોટને માછીમારી દરમિયાન કોઈ મોટા જહાજે ટક્કર મારી હોય તેવુ વીડિયોમાં પણ સ્પષ્ટ જોઈ શકાય છે. સમય રહેતા બાજુમાં માછીમારી કરી રહેલી બોટના માછીમારોએ ત્રણેય માછીમારોને સફળતા પૂર્વક રેસ્ક્યુ કર્યા હતા. નહિંતર મધદરિયે આ પ્રકારના એક્સિડન્ટમાં માછીમારોનું રેસ્ક્યુ કરવા માટે ખૂબ મુશ્કેલ ભરી પરિસ્થિતિ માંથી પણ પસાર થવું પડે છે, અને કોસ્ટ ગાર્ડની પણ મદદ લેવામાં આવે છે. પરંતુ સદનસીબે અકસ્માતના સમયે જ એક બોટ નજીકમાં હતી, જે ડૂબેલી બોટના ત્રણેય માછીમારો માટે તારણહાર બની ગઈ, જેના કારણે ત્રણેય માછીમારોના જીવ બચી ગયા.
- આણંદ: મહીસાગર નદીમાં નાવડી પલટી જતાં 3નાં મોત, ડૂબતા પુત્ર અને ભાણેજના બચાવવા જતા પિતા પણ ડૂબ્યા
- મુંબઈના દરિયા કાંઠે બોટ પલટી, 3 નૌસૈનિક સહિત 13નાં મોત, 101 લોકોને રેસ્ક્યૂ કરાયા