ગુજરાત

gujarat

ETV Bharat / state

12 વર્ષની દીકરીની અનોખી સિદ્ધિ, જુઓ આંખે પાટા બાંધીને કડકડાટ વાંચે છે

નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના વાઘેથા ગામની 12 વર્ષની પ્રાચી વસાવાએ પ્રાણાયામ અને યોગ દ્વારા એક અનોખી સિધ્ધિ હાંસિલ કરી છે.

12 વર્ષની દીકરી આંખે પાટા બાંધીને કડકડાટ વાંચે છે
12 વર્ષની દીકરી આંખે પાટા બાંધીને કડકડાટ વાંચે છે (Etv Bharat gujarat)

By ETV Bharat Gujarati Team

Published : Nov 13, 2024, 11:44 AM IST

Updated : Nov 13, 2024, 1:17 PM IST

નર્મદા:જિલ્લાના નાંદોદ તાલુકાના વાધેથા ગામની 12 વર્ષની પ્રાચી વસાવાએ પ્રાણાયામ અને યોગ દ્વારા એક અનોખી સિધ્ધિ હાંસિલ કરી છે. બાળકી આંખે પાટા બાંધી પેપર, મેગેઝિન કડકડાટ વાંચી બતાવે છે. એની આ અનોખી સિધ્ધિને લીધે આસપાસના વિસ્તારમાં લોકોનું આકર્ષણનું કેન્દ્ર બની છે. આ અનોખી સિદ્ધી પાછળ તે તેના પિતાની જેમ જ યોગ અને પ્રાણાયમ કરે છે તેના લીધે આ સિદ્ધી પ્રાપ્ત થઇ છે.

કેવી રીતે મેળવી આ અનોખી સિદ્ધિ:નાંદોદ તાલુકાના વાધેથા ગામની 12 વર્ષની પ્રાચી નીતેશભાઈ વસાવા જાંબુઘોડા ગામની શાળામાં ધોરણ 7માં અભ્યાસ કરે છે અને ત્યાં જ હોસ્ટેલમાં રહે છે. પ્રાચી નાનપણથી તેના પિતા નીતેશભાઈ સાથે મેડિટેશન અને પ્રાણાયામ કરતી આવી છે અને તેના કારણે તેને આંખે પાટા બાંધવા છતાં હાથમાં આપેલા લખાણને કડકડાટ વાંચવાની સિધ્ધિ મળી છે. પ્રાચી 8 વર્ષની હતી ત્યારથી એના પિતા નિતેશભાઈ પાસે મેડિટેશન અને પ્રાણાયામ શીખતી હતી, ત્યારબાદ હાલમાં 20 દિવસથી બાળકી આંખે પાટા બાંધી વાંચી શકે છે.

12 વર્ષની દીકરી આંખે પાટા બાંધીને કડકડાટ વાંચે છે (Etv Bharat gujarat)

બાળકીની સિદ્ધિથી લોકો આશ્ચર્યચકિત: હજુ તે ધોરણ 7માં અભ્યાસ કરે છે. તે જાંબુઘોડાની શાળાના સંચાલકો કે અન્ય વિદ્યાર્થીઓને તેની આ સિધ્ધિ બાબતે જાણકારી નથી, કેમ કે પ્રાચી હાલ વેકેશનમાં તેના ગામ વાધેથા આવી છે અને જેના ઘરે રહી હજુ પણ એ પ્રેક્ટિસ કરી રહી છે. પ્રાચીની આ અનોખી સિધ્ધિથી ગામના લોકો સાથે પરિવારજનો પણ આશ્ચર્યમાં મુકાઈ ગયા છે.

આ પણ વાંચો:

  1. આદિવાસીઓનું દેશી કોલ્ડ સ્ટોરેજ "મોહટી", 50 વર્ષ સુધી અનાજ સંગ્રહ કરવાની બિન ખર્ચાળ પદ્ધતિ
  2. પતિની શહીદી બાદ પોતે દેશની સેવામાં હાજર કોમલબેન, ભારતીય સેનામાં જોડાઈ બન્યા મહિલાઓ માટે ઉત્તમ દ્રષ્ટાંત
Last Updated : Nov 13, 2024, 1:17 PM IST

ABOUT THE AUTHOR

...view details