પોરબંદર:ઇન્ડિયન કોસ્ટ ગાર્ડે પોરબંદરના દરિયામાંથી ગુપ્ત માહિતી આધારે એન્ટી-નાર્કોટિક્સ ઓપરેશન હાથ ધર્યું હતું. જેમાં પાકિસ્તાની બોટમાંથી 14 લોકો સાથે રૂપિયા 600 કરોડથી વધુની કિંમતનો અંદાજે 90 કિલો હેરોઇન પકડવામાં આવ્યું છે. આ ઓપરેશનને સફળ બનાવવામાં ભારતીય કોસ્ટ ગાર્ડ, ATS અને NCBએ સહયોગ કર્યો હતો.
મધદરિયે દિલધડક ઓપરેશન: ભારતીય સુરક્ષા એજન્સીઓને સુચના મળી કે પાકિસ્તાની ડ્રગ્સ માફિયા હાજી અસ્લમ ઉર્ફે બાબુ બલોચ દ્વારા પાકિસ્તાનના કરાંચી બંદરેથી એક પાકિસ્તાની ફીશીંગ બોટ અલ-રઝામાં કેટલોક ગેરકાયદે માદક પદાર્થ હેરોઈ અથવા મેથામ્ફેટાઈમાઈનો જથ્થો ભરી 25 એપ્રિલ 2024ની રાત 26 એપ્રિલ 2024ની વહેલી સવારે પોરબંદરના IBML નજીક ભારતીય જળસીમાં આવનાર છે. આ ડ્રગ્સનો જથ્થો તામીલનાડુના કોઈ ભારતીય વહાણમાં તામીલનાડુના માણસો મારફતે શ્રીલંકાના ડ્રગ્સ માફિયાઓને ડીલીવરી કરનાર છે. આ પાકિસ્તાની હબોટ તેના રેડિયો ઉપર પોતાની કોલ સાઈન અલી નામથી ભારતીય વહાણને તેની કોલ સાઈન હૈદર નામનો પાસવર્ડ શેર કરી તે ડ્રગ્સના જથ્થાની ડીલીવર કરવાની હતી. પરંતુ ઈન્ડિયન કોસ્ટ ગાર્ડ, એટીએસ અને એનસીબીના સંયુક્ત ઓપરેશને પાકિસ્તાનમાંથી ભારતમાં ઘુસાડવામાં આવતો ડ્રગ્સનો જથ્થો મધદરિયેથી ઝડપી લીધો. પાકિસ્તાની બોટ સાથે પોલીસે ડ્રગ્સનો 86 કિલો જથ્થો અને 14 આરોપીની ધરપકડ કરી છે.
14 પાકિસ્તાની નશાનો સૌદાગરો ઝડપાયા
- નાસીર હુસૈન આઝમ ખાન, જુનબુ મવલી, બલુચીસ્તાન-પાકિસ્તાન
- મહોમ્મદ સીદ્દીક અહેમદ ભટ્ટી, લોકુ ચિલ્લારામ રોડ, ખડ્ડા માર્કેટ, કરાંચી પાકિસ્તાન
- અમીર હુસૈન ગુલામ, ગોત વદરાવલ્લીમ્મદ, લસબેલ્લા, બલુચીસ્તાન પાકિસ્તાન
- સલલ ગુલામ નબી, જુનબુ મવલી, લસબેલ્લા, બલુચીસ્તાન, પાકિસ્તાન
- અમન ગુલામ નબી, જુનબુ મવલી, લસબેલ્લા, બલુચીસ્તાન, પાકિસ્તાન
- બધલ ખાન અમીર કે, જુનબુ મવલી, લસબેલ્લા, બલુચીસ્તાન, પાકિસ્તાન
- અબ્દુલ રાશીદ ઝબરી, જુનબુ મવલી, લસબેલ્લા, બલુચીસ્તાન, પાકિસ્તાન
- લાલ બક્ષ અલી મુરાદ, જુનબુ મવલી, લસબેલ્લા, બલુચીસ્તાન, પાકિસ્તાન
- ચાકર ખાન, લસબેલ્લા, બલુચીસ્તાન, પાકિસ્તાન
- કાદીર બક્ષ અલી મુરાદ, લસબેલ્લા, બલુચીસ્તાન, પાકિસ્તાન
- અબ્દુલ સમાદ હુસૈન, લસબેલ્લા, બલુચીસ્તાન, પાકિસ્તાન
- એમ હકીમ અર્ફ નોરો, લસબેલ્લા, બલુચીસ્તાન, પાકિસ્તાન
- મુહમ્મદ ખાન હુસૈન, લસબેલ્લા, બલુચીસ્તાન, પાકિસ્તાન
- નુર મહમ્મદ હુસૈન, લસબેલ્લા, બલુચીસ્તાન, પાકિસ્તાન