ગુજરાત

gujarat

ETV Bharat / state

ઉપલેટાના 85 વર્ષીય કુલશમ પઠાણે પૂર્ણ કર્યા 30 રોઝા, જાણો રોઝા રાખવાનું ધાર્મિક કારણ અને મહત્વ - Ramzan 2024 - RAMZAN 2024

રાજકોટ જિલ્લાના ઉપલેટા શહેરમાં એક મુસ્લિમ સમુદાયની 85 વર્ષની વૃદ્ધ મહિલાએ પવિત્ર રમજાન માસ દરમિયાન 30 જેટલા રોઝા રાખી, ખુદાની ઈબાદત કરી અને રમજાન માસની ઉજવણી કરી છે. જુઓ ETV BHARAT નો વિશેષ અહેવાલ

ઉપલેટાના 85 વર્ષીય કુલશમ પઠાણ
ઉપલેટાના 85 વર્ષીય કુલશમ પઠાણ

By ETV Bharat Gujarati Team

Published : Apr 11, 2024, 11:31 AM IST

Updated : Apr 11, 2024, 11:45 AM IST

ઉપલેટાના 85 વર્ષીય કુલશમ પઠાણે પૂર્ણ કર્યા 30 રોઝા

રાજકોટ :ઉપલેટા શહેરમાં રહેતા મુસ્લિમ સમુદાયના 85 વર્ષીય મહિલાએ મુસ્લિમ સમાજના પવિત્ર ગણાતા રમઝાન માસ નિમિત્તે 30 રોઝા રાખીને રમઝાનની વિશેષ ઉજવણી કરી છે. આ વૃદ્ધ મહિલાએ રાખેલા 30 રોઝા સૌ કોઈ માટે પ્રેરણાસ્વરૂપ બાબત બની છે. આ મહિલા છેલ્લા ઘણા વર્ષોથી પવિત્ર રમઝાન માસ દરમિયાન રોઝા રાખે છે, પરંતુ છેલ્લા બે વર્ષથી તેઓ 30-30 રોઝા રાખીને રમઝાન માસ દરમિયાન દુઆ કરીને ખુદાની બંદગી કરે છે.

પવિત્ર રમઝાન માસ :ઉપલેટામાં રહેતા આ વૃદ્ધ મહિલાના પરિજનોએ જણાવ્યું કે, હાલમાં ઉનાળાની કાળઝાળ ગરમી અને તડકા વચ્ચે પણ કુલશમબેન ઈબ્રાહીમભાઈ પઠાણે રોઝા રાખ્યા છે. છેલ્લા બે વર્ષથી તેઓ પૂરેપૂરા 30 જેટલા રોઝા રાખે છે. આ મહિલા મુસ્લિમ સમાજના પવિત્ર ગણાતા એવા પવિત્ર રમજાન માસની આસ્થા, શ્રદ્ધા સાથે ઉજવણી કરી દરેક સમાજ દરેક સમુદાય માટે દુઆ અને પ્રાર્થના કરી છે.

મુસ્લિમ સમુદાયના પવિત્ર રમઝાન માસનું મહત્વ :

  • ઈસ્લામમાં રમઝાનનું શું મહત્વ છે ?

પવિત્ર કુરાન અંતિમ ઈશ્વરીય માર્ગદર્શન છે, જેમાં જીવનની સમસ્ત સમસ્યાઓનું નિરાકરણ છે અને પરલોકની સફળતાનું સાધન છે, કુરાન આ રમઝાન માસમાં પયગંબર મોહમ્મદ સાહેબ પર અવતરિત થયું હતું. એટલે જ આ મહિનાને પવિત્ર અને મહિમામય ગણવામાં આવે છે.

મુસ્લિમ સમુદાયના પવિત્ર રમઝાન માસનું મહત્વ
  • રમઝાનમાં કેમ રાખવામાં આવે છે રોઝા ?

રમઝાનમાં દિવ્ય કુરાનનું અવતરણ થયું અને કુરાનથી એ લોકો માર્ગદર્શન પ્રાપ્ત કરી શકે છે જે લોકો સંયમી, પોતાની ઈચ્છા અને વાસના ઉપર કાબૂ ધરાવનાર અને ઈશ પરાયણ હોય છે. રોઝા આ જ ગુણો માનવાનું કહે છે, એટલે આ મહિનામાં રોઝા રાખવાનો આદેશ કરવામાં આવ્યો છે.

  • રોઝા રાખતી વખતે શું ધ્યાન રાખવું ?

રોઝામાં પરોઢથી લઈ સૂર્યાસ્ત સુધી કોઈ પણ વસ્તુ ખાવા-પીવા અને પોતાની પત્ની સાથે સહશયન કરવાનો નિષેધ હોય છે. આ સાથે એવું કોઈ પણ કાર્ય જે ઈસ્લામમાં વર્જિત ઠરાવવામાં આવ્યું છે તેનો વિચાર સુદ્ધા કરવાની મનાઈ હોય છે.

  • રોઝા ક્યારે શરૂ થાય અને ક્યારે પૂર્ણ થયા ગણાય ?

રોઝા પરોઢે (સુર્યોદયથી લગભગ એક-દોઢ કલાક પહેલા) શરૂ થાય છે અને સૂર્યાસ્ત થયે પૂર્ણ થાય છે.

  • શું કરવાથી રોઝા તૂટી જાય ?

પરોઢથી સૂર્યાસ્ત વચ્ચે જાણી જોઈને કોઈ પણ વસ્તુ ખાવા-પીવાથી અને સ્ત્રી સાથે સહશયન કરવાથી રોઝા તૂટી જાય છે. ભૂલથી ખાવા-પીવાથી રોઝું તૂટતું નથી. આ સિવાય રોઝામાં કોઈ પણ ખોટું કાર્ય કરવાથી, ગાળો આપવાથી અને ઝઘડો કરવાથી રોઝા સ્વીકાર્ય રહેતા નથી.

ઉપલેટાનો પઠાણ પરિવાર
  • આરોગ્યની દ્રષ્ટિએ રોઝા રાખવાનું શું મહત્વ ?

આરોગ્યની દ્રષ્ટિએ રોઝા શરીર માટે અત્યંત લાભદાયક છે. હાલમાં જ એક મહત્વપૂર્ણ શોધ થઈ છે કે જ્યારે માણસ 12 થી 14 કલાક અન્નનો એક પણ દાણો કે જળનો એક પણ ઘુંટ લેતો નથી, તો તેના શરીરમાં સ્વભક્ષણની પ્રક્રિયા શરૂ થઈ જાય છે. આ પ્રક્રિયાના ફળ સ્વરૂપે શરીરના જુદા-જુદા અવયવો પર અને લોહીની નસો ઉપર જામેલ ક્ષાર ખવાતો જાય છે. આમ વધારાના ફેટ અને કોલેસ્ટ્રોલ શરીરમાંથી દૂર થાય અને શરીરની સર્વિસીંગ થઈ જાય છે. આ ત્રીસ દિવસ રોઝા કરવાથી શરીરપૂર્ણ રૂપે સ્વસ્થ અને યુવા થઈ જાય છે.

  • સામાજિક દ્રષ્ટિએ રોઝા રાખવાનું શું મહત્વ ?

રોઝાનો મૂળ ઉદ્દેશ તો સંયમ કેળવવા, પોતાની ઈચ્છાઓ પર કાબૂ મેળવવા અને ઈશપરાયણતા પ્રાપ્ત કરવાનો છે. પણ રોઝા રાખવાથી આરોગ્યલક્ષી અને સમાજલક્ષી ઉદ્દેશ્યની પ્રાપ્તિ પણ થાય છે. સામાજિક દ્રષ્ટિએ જ્યારે માણસ ભૂખ્યો અને તરસ્યો રહે તો તેને વંચિતોની ભૂખ અને તરસનો એહસાસ થાય છે. તેના મનમાં ગરીબો અને વંચિતો માટે સદભાવના અને સહૃદયતા જન્મે છે.

  • 27 મો રોઝો શા માટે મહત્વપૂર્ણ ગણાય છે ?

એવું માનવામાં આવે છે કે રમઝાન માસમાં કુરાનનું અવતરણ મહિનાના અંતિમ દશકની એકી રાત્રીમાંથી કોઈ એક રાત્રિમાં થયું હતું. એમાં પણ મોટાભાગના વિદ્વાનોનું કથન છે કે રમઝાનની 27 મી રાતે આ અવતરણ થયું હતું, એટલા આ રોઝાનું એટલું મહત્વ છે.

  • રોઝા અને ઉપવાસને ધર્મમાં શા માટે સ્થાન આપવામાં આવ્યું છે ?

રોઝા અને ઉપવાસ રાખવાથી શારીરિક ઈચ્છા અને મનની વાસનાઓ પર અંકુશ મેળવી શકાય છે. આત્મીય શક્તિઓનો ઉત્થાન થાય છે. ઈશ્વરની આજ્ઞાપાલનની શક્તિ મળે છે અને સાથે સાથે શરીર પણ નિરોગી થાય છે. એટલે જ દરેક ધર્મમાં રોઝા અને ઉપવાસને સ્થાન આપવામાં આવ્યું છે.

ચાંદના દર્શન કરી ઈદની ઉજવણી : પવિત્ર રમજાન માસના રોઝા પૂર્ણ થયા બાદ બીજા દિવસે એટલે કે 29 માં દિવસે જો ચાંદ દેખાય તો આગળના 30 મા દિવસે રમજાન ઈદની ઉજવણી કરવામાં આવે છે. પરંતુ જો 29 મા દિવસે ચાંદ ન દેખાય તો પૂરા 30 રોજાની ઉજવણી કરી 31 માં દિવસે રમજાન ઈદની ઉજવણી કરવામાં આવે છે. આ રીતે મુસ્લિમ સમુદાયના પવિત્ર ગણાતા રમજાન માસમાં માત્ર મુસ્લિમ નહીં પણ બિન મુસ્લિમ સમુદાયના લોકો પણ રોજા રાખી પોતાના ઈશ્વર અને ખુદાને આસ્થા-શ્રદ્ધા સાથે પ્રાર્થના કરે છે.

  1. સુરતના કીમમાં ચેટીચાંદ પર્વની ધામધૂમથી ઉજવણી, સિંધી સમુદાયે કરી નવા વર્ષની શરૂઆત
  2. વ્યાસપીઠ પર બિરાજમાન થઇ લોકશિક્ષક બન્યાં શિક્ષક સાગરભાઈ દવે, ભાવનગરમાં નિરાળી કથા જૂઓ
Last Updated : Apr 11, 2024, 11:45 AM IST

ABOUT THE AUTHOR

...view details