ગુજરાત

gujarat

ETV Bharat / state

Surat Samuh Lagna: 84 યુગલોએ ભગવાન રામ અને માતા સીતાના પરિધાનમાં મંગલ ફેરા લીધા - સીતાના પરિધાનમાં મંગલ ફેરા લીધા

સુરત શહેરમાં ખાસ સમૂહ લગ્ન ઉત્સવ યોજાયું હતું જેમાં વર અને વધુ ભગવાન રામ અને સીતાના પરિધાનમાં આવ્યા હતા અને રામાયણના પ્રસંગોને જીવિત કર્યા હતા. તેઓએ ભગવાન રામ અને માતા સીતાના રૂપમાં સપ્તપદીના ફેરા લીધા હતા. 84 યુગલોએ પરણાઈ સૂત્રમાં બંધાઇ પોતાના દાંપત્યજીવનની શરૂઆત કરી હતી.

84-couples-performed-mangal-fera-in-the-garb-of-lord-rama-and-mother-sita
84-couples-performed-mangal-fera-in-the-garb-of-lord-rama-and-mother-sita

By ETV Bharat Gujarati Team

Published : Feb 25, 2024, 3:05 PM IST

ભગવાન રામ અને માતા સીતાના પરિધાનમાં મંગલ ફેરા લીધા

સુરત:શ્રી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની સ્થિતિમાં સુરત શહેરમાં ખાસ રામાયણ થીમ પર સમુહ લગ્ન ઉત્સવ યોજાયું હતું. જેમાં 84 યુગલોનો સમૂહ લગ્ન આયોજિત કરવામાં આવ્યું હતું જેને 'પ્યોર વિવાહ' લગ્ન ઉત્સવ 2024 તરીકે નામ આપવામાં આવ્યું હતું. રાજ્યસભાના સાંસદ અને જાણીતા ડાયમંડ ઉદ્યોગપતિ ગોવિંદ ઢોલકીયા ના નેતૃત્વમાં આ સમૂહ લગ્ન ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું.

સુરત શહેરના આ અભ્રમાં ગોપીન ફાર્મ ખાતે આ લગ્ન ઉત્સવનું આયોજન કરાયું હતું. મા તમામ વર વધુ ભગવાન રામ અને માતા સીતા ના પરિધાનમાં હાજર રહ્યા હતા અને લગ્ન ગ્રંથિ સાથે જોડાયા હતા.આ લગ્ન ઉત્સવમાં રામાયણ થીમ પર અલગ અલગ પ્રસંગોને જીવંત કરવામાં આવ્યા હતા. યુગલો ભગવાન રામ અને સીતા બનીને આવ્યા અને સપ્તપદીના ફેરા લીધા હતા.

રામલલાની શોભાયાત્રા

આયોજક અને રાજ્યસભાના સાંસદ ગોવિંદ ઢોલકિયાએ જણાવ્યું હતું કે, અયોધ્યામાં 500 વર્ષ પછી ભગવાન રામના મંદિરનું ભવ્ય નિર્માણ કરવામાં આવ્યું છે અને ભગવાન રામની પ્રતિમાન પ્રાણ પ્રતિષ્ઠા પણ થઈ છે આ પ્રસંગની સ્મૃતિમાં આપ્યોર વિવાહ શીર્ષક હેઠળ રામાયણ થીમ પર લગ્ન ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. રામાયણ થીમ પર આયોજિત આ લગ્નનો સમૂહ અલગ અલગ રામાયણના દ્રશ્યોને જીવંત કરવામાં આવ્યા હતા. અમે વર્ષ 2015 થી આપ્યો વિવાહ આયોજિત કરીએ છીએ અત્યાર સુધીમાં 813 થી પણ વધુ યુગલો લગ્નગ્રંથિથી જોડાયા છે. પૈસા બચાવો ઓર્ગન ડોનેશન બેટી બચાવો જેવા અનેક સંદેશો થકી આપ પ્યોર વિવાના પરિસરમાં રામલલાની શોભાયાત્રા નું પણ આયોજન કરાયું હતું. આ લગ્ન ઉત્સવમાં અમારી કંપની સાથે જોડાયેલા લોકો યુવાનોના લગ્ન અમે કરીએ છીએ.

  1. Vadodara news: ધારાસભ્ય કેતન ઈનામદારે એક જ માંડવે 751 દીકરીઓના કરાવ્યા સમૂહ લગ્ન
  2. કેશોદમાં સમ્યક સેવા સમિતિ દ્વારા સમૂહ લગ્નનું આયોજન, બૌદ્ધ વિધિ દ્વારા લગ્નબંધનમાં જોડાશે દલિત સમાજના યુગલ

ABOUT THE AUTHOR

...view details