ગુજરાત

gujarat

ETV Bharat / state

રાજકોટમાં IPO રોકાણથી સારા વળતરની લાલચ આપી કારખાનેદાર સાથે 8.75 કરોડની છેતરપિંડી - FRAUD WITH THE MANUFACTURER

ભાગીદારી કંપની ધરાવતા કારખાનેદારને IPO માં રોકાણથી સારું વળતર મળશે તેવી લાલચ આપી કલકતાના પિતા-પુત્ર સહિતના આરોપીઓએ રૂપિયા 8.75 કરોડની છેતરપિંડી કરી હતી.

રાજકોટમાં IPO રોકાણથી સારા વળતરની લાલચ આપી કારખાનેદાર સાથે 8.75 કરોડની છેતરપિંડી
રાજકોટમાં IPO રોકાણથી સારા વળતરની લાલચ આપી કારખાનેદાર સાથે 8.75 કરોડની છેતરપિંડી (Etv Bharat Gujarat)

By ETV Bharat Gujarati Team

Published : Oct 13, 2024, 3:02 PM IST

રાજકોટ: ભાગીદારી કંપની ધરાવતા કારખાનેદારને IPO માં રોકાણથી સારું વળતર મળશે તેવી લાલચ આપી કલકતાના પિતા-પુત્ર સહિતના આરોપીઓએ રૂપિયા 8.75 કરોડની છેતરપિંડી કરી હતી, જેની કારખાનેદારે ક્રાઇમ બ્રાંચમાં ફરિયાદ નોધાવી છે. કારખાનેદાર પોતાની કંપનીનો IPO લાવવાની પ્રક્રિયા કરી રહ્યા હતા ત્યારે આ કોલકાતાના આ શખ્સો સાથે મુલાકાત થઇ હતી અને છેતરપીડીની ભોગ બન્યા હતા.

કારખાનેદારે આરોપીઓ સામે ફરિયાદ નોંધાવી: બનાવની મળતી વિગત મુજબ યુનિવર્સિટી રોડ પાસે આવેલ પુષ્કરધામ પાસે રહેતા અને શિવાલિક-2માં ઓફિસ ધરાવતા અશોક દુધાગરાએ કલકાતાના કમલ જવરલાલ કોઠારી અને તેના પુત્ર આનંદ કોઠારી તેમજ લિપિકા ભટ્ટાચાર્ય વિરુધ્ધ ક્રાઇમ બ્રાંચમાં ફરિયાદ નોંધાવી છે. આ અંગેની ફરિયાદમાં કારખાનેદારે ફરિયાદમાં જણાવ્યું કે, તે પોતે કોટન યાર્નનું ટ્રેડિંગનું કામ કરે છે. જેની એન્જલ ફાયબર લિમિટેડ નામની ફેક્ટરી કાલાવડમાં આવેલી છે. જેમાં કોટનના દોરા બનાવવાનું કામ થતું હતું.

કલકાતાના પિતા-પુત્રે કારખાનેદારને છેતર્યો:કારખાનેદારને વર્ષ 2018માં પોતાની કંપનીનો IPO લાવવો હતો. જે અંગે કારખાનેદારના ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ જે.જી ઉનડકટ દ્વારા કોલકાતાના મર્ચન્ટ બેંકર કમલ કોઠારી સાથે થયો હતો. જે આરોપીઓ દ્વારા જેની એન્જલ ફાયબરના IPO નું બોમ્બે એક્સચેન્જમાં લિસ્ટિંગ કરાયું હતું અને ફરિયાદીની પેઢીના IPO લીડ મેનેજર તરીકે ગિનિસ સિક્યુરિટી મુંબઇ-કલકાતાના માલિક કમલ કોઠારી હતા. જેની ઓફિસ મુંબઇમાં આવેલી છે. આરોપી કમલ કોઠારી સાથે તેનો પુત્ર પણ ઓફિસમાં બેઠો હતો.

3 કરોડ સિક્યુરિટી પેટે કારખાનેદારને આપ્યા: પિતા-પુત્રે કારખાનેદાર અશોક દુઘાગરાને જણાવ્યું હતું કે, અમે અલગ અલગ કંપનીના IPO લાવવાના છીએ અને તેમાં રોકાણ કરવાથી સારુ વળતર મળશે તેવી લાલચ આપી હતી. જેમાં કારખાનેદારે ડિસ્પ્લે કોમર્શિયલ પ્રા.લિ અને પાટર્ન ટ્રેડર્સ પ્રા.લિમાં રુ.8.75 કરોડનું રોકાણ કર્યું હતું. 8.75 કરોડના રોકાણ સામે પાટર્ન ટ્રેડર્સની લિપિકા ભટ્ટાચાર્યએ 10 ચેક રુપે રુ. 3 કરોડ કારખાનેદારને આપ્યા હતા.

આરોપી મહિલાના ખાતામાં પૈસા નહોતા: જ્યારે કારખાનેદારને રુપિયાની જરુર પડતા લિપિકા ભટ્ટાચાર્યએ આપેલા ચેક કારખાનેદાર અશોક દુઘાગરાએ પોતાના બેંક એકાઉન્ટમાં જમા કરાવ્યા તો લિપિકા ભટ્ટાચાર્યના બેંક એકાઉન્ટમાં 3 કરોડ નહી હોવાનું જાણવા મળ્યું હતું. જેથી કારખાનેદારને પોતાની સાથે થયેલા દગાનો ભાસ થતા કારખાનેદાર અશોક દુધાગરાએ કોલકાતાના રહેવાસી આરોપી પિતા- પુત્ર અને મહિલા આરોપી લિપિકા ભટ્ટાચાર્ય સામે રુ.8.75 કરોડની છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી.

આ પણ વાંચો:

MCC દ્વારા મહા સંમેલનનું આયોજન, અમદાવાદના જુહાપુરા ગાંધી હોલ ખાતે યોજાયો કાર્યક્રમ

નવમું નોરતુ લોહીયાળ બન્યું: જામનગરના ઉદ્યોગકાર અને સેવાભાવીની હત્યા, જાણો SP પ્રેમસુખ ડેલુએ શું કહ્યું?

ABOUT THE AUTHOR

...view details