ગુજરાત

gujarat

ETV Bharat / state

રાજકોટમાં નિવૃત્ત બેંક મેનેજરને ડિજિટલ અરેસ્ટ કરનાર 7 સાયબર ગઠીયા ઝડપાયા

નિવૃત બેંક મેનેજરને ડીઝીટલ એરેસ્ટ કરી 56 લાખની ઠગાઈનો કેસ મામલે સાયબર ક્રાઇમ એ સાત આરોપીઓની ધરપકડ કરી છે.

સાયબર ક્રાઇમ એ સાત આરોપીઓની ધરપકડ કરી
સાયબર ક્રાઇમ એ સાત આરોપીઓની ધરપકડ કરી (Etv Bharat Gujarat)

By ETV Bharat Gujarati Team

Published : Nov 9, 2024, 8:03 PM IST

રાજકોટ: નિવૃત બેંક મેનેજરને ડીઝીટલ એરેસ્ટ કરી 56 લાખની ઠગાઈનો કેસ મામલે સાઇબર ક્રાઇમ એ સાત આરોપીઓની ધરપકડ કરી છે. શહેરમાં નિવૃત બેંક મેનેજર મહેન્દ્ર મહેતા સાથે ઠગાઈ થઈ હતી. સાયબર ક્રાઇમ દ્વારા 7 શખ્સોની કર ધરપકડ છે. મુખ્ય આરોપીઓ કમ્બોડિયાના હોવાની પ્રાથમિક હકીકત સામે આવી છે..

રાજકોટના નિવૃત બેન્ક કર્મચારીઓ ડિજિટલ હરસમેન્ટ મામલે સાઇબર ક્રાઇમ પોલીસે સાત શખ્સઓની ધરપકડ કરી છે. જૂનાગઢ,પાટણ બનાસકાંઠા અને અમદાવાદના શખ્સોના બેંક ખાતાનો ઉપયોગ થયો હતો. દરેક ખાતામાં રૂ. 5 લાખ થી રૂ. 10 લાખ સુધીની રકમ જમા થઈ હતી.

7 સાયબર ગઠીયા પોલીસના ચુંગાલમાં (Etv Bharat Gujarat)

તમામ આરોપીઓએ બેંક ખાતા ભાડે આપ્યા હોવાનું ખુલ્યું છે. દરેક બેંક ખાતા દીઠ સાયબર ગઠિયાઓ રૂ. 2000 થી 15000 સુધીનું ભાડું ચૂકવતા હતા. પોલીસ તપાસમાં ધરપકડનો આંક હજુ વધે તેવી શકયતાઓ છે, આરોપીઓ જૂનાગઢ, પાટણ,અમદાવાદના રહેવાસી છે. આજે શખ્સોનને કોર્ટમાં ચાર દિવસના રિમાન્ડ માટે રજૂ કરવામાં આવ્યા છે

સમગ્ર મામલે રાજકોટ એસીપી ક્રાઇમ એ માહિતી આપી હતી. આવા પ્રકારના ગુન્હા આંતરરાષ્ટ્રીય હોય,વધુ તપાસ બાદ સમગ્ર હકીકત સામે આવશે. ડિજિટલ હરેસમેન્ટના કેસમાં સાઇબર ક્રાઇમ દ્વારા મુખ્ય સૂત્રધારો ન પકડવા પકડાયેલા આરોપીઓની પૂછપરછ કરી હતી. મુખ્ય આરોપીઓ કંબોડિયાના હોવાની પ્રાથમિક હકીકત સામે આવી છે. આરોપીઓ આઈ.પી કંમ્બોડિયાના નીકળ્યા છે.

ઝડપાયેલા સાયબર ગઠીયા

  1. મહેકકુમાર ઉર્ફે મયંક નીતિનભાઈ જોટાંગિયા.. જુનાગઢ
  2. હિરેનકુમાર મહેશભાઈ સુબા જૂનાગઢ
  3. પઠાણ મોહમ્મદ રિઝવાન ઈલાજશાં.અમદાવાદ
  4. પરેશભાઈ ખોડાભાઈ ચૌધરી પાટણ
  5. કલ્પેશભાઈ ખોડાભાઈ ચૌધરી પાટણ
  6. વિપુલભાઈ લાલુભાઇ દેસાઈ પાટણ
  7. વિપુલભાઈ જેઠાભાઈ નાયક અમદાવાદ

આ કેસમાં ચાલતો બેંકના ખાતાધારકો ને પકડવામાં આવ્યા છે.. આવા કિસ્સાઓમાં મોટાભાગે આંતરરાષ્ટ્રીય આરોપીઓ હોય છે. મુખ્ય આરોપીઓને પકડવા માટે પોલીસે પણ ખૂબ જ મહેનત કરવી પડતી હોય છે, ત્યારે આ કેસમાં રાજકોટ પોલીસ મુખ્ય આરોપી સુધી પહોંચવાના પ્રયાસો કરી રહી છે. સાથે જ લોકોને પણ સાવચેત રહેવા માટે રાજકોટ પોલીસના અધિકારીઓએ અપીલ કરી હતી.

  1. 'તમારું ખાતું મોટા ફ્રોડમાં વપરાયું છે...' રાજકોટમાં નિવૃત્ત બેંક કર્મીને ડિજિટલ એરેસ્ટ કરીને ઠગોએ 56 લાખ પડાવ્યા
  2. સાયબર ક્રાઇમનું આંતરરાષ્ટ્રીય નેટવર્ક : ત્રણ આરોપી ઝડપાયા, જપ્ત થયેલ મુદ્દામાલ જોઈ ચોંકી જશો

ABOUT THE AUTHOR

...view details