ગુજરાત

gujarat

ETV Bharat / state

ઇલેક્ટ્રોનિક ઇન્ટરલોકિંગ સિસ્ટમ ફળી : રાજકોટ રેલવે ડિવિઝનના 50 સ્ટેશન આધુનિક સિસ્ટમથી સજ્જ - Rajkot Railway Division - RAJKOT RAILWAY DIVISION

ભારતીય રેલવે મુસાફરોની સલામતી અને સેફ્ટી માટેની સુવિધાઓ માટે હંમેશા અગ્રેસર રહે છે. ત્યારે રાજકોટ રેલવે વિભાગ આધુનિક બન્યું છે. જેમાં રાજકોટ ડિવિઝનના 56 ઇન્ટરલોક સ્ટેશનો પૈકી 50 સ્ટેશનમાં ઇલેક્ટ્રોનિક ઇન્ટરલોકિંગ સિસ્ટમ લાગુ કરવાની તૈયારીમાં છે. જાણો વિગતે માહિતી...,50 stations of Rajkot Railway

રાજકોટ રેલવે વિભાગ
રાજકોટ રેલવે વિભાગ (ETV Bharat Gujarat)

By ETV Bharat Gujarati Team

Published : Aug 24, 2024, 10:40 AM IST

રાજકોટ: મુસાફરો તેમજ લોકોની સલામતી અને સેફ્ટીને ધ્યાને રાખી ભારતીય રેલવે આધુનિકતા તરફ આગળ વધી રહ્યું છે. જેમાં ટ્રેનની અવરજવર પર ચોક્કસ નિયંત્રણ સુનિશ્ચિત કરવા તેમજ માનવીય ભૂલની શક્યતાને દૂર કરવાના ભાગરૂપે પશ્ચિમ રેલવેમાં આવતા સ્ટેશનોને ઇલેક્ટ્રોનિક ઇન્ટરલોકિંગ સિસ્ટમથી સજ્જ બનાવમાં આવી રહ્યા છે. જેમાં પશ્ચિમ રેલવેમાં આવતા રાજકોટ ડિવિઝનને પણ 50 સ્ટેશન પર આ સિસ્ટમને લાગુ કરી દેવામાં આવી છે અને ઇલેક્ટ્રોનિક ઇન્ટરલોકિંગ સિસ્ટમને કાર્યરત કરી દેવાઇ છે.

ઇલેક્ટ્રોનિક ઇન્ટરલોકિંગ સિસ્ટમ (ETV Bharat Gujarat)

રાજકોટ ડીઆરએમ અશ્વની કુમારના જણાવ્યા મુજબ, ભારતીય રેલવે મુસાફરોની સલામતી અને સેફ્ટી માટેની સુવિધાઓ માટે હંમેશા અગ્રેસર રહે છે. ત્યારે ઇલેક્ટ્રોનિક ઇન્ટરલોકિંગ સિસ્ટમ લાગુ કરવામાં આવતા સુરક્ષા પર મોટો ફાયદો થશે. સાથે સાથે ટ્રેનોની સ્પીડને વધારવામાં પણ સફળતા મળી છે. આ સિસ્ટમથી વિરોધાભાસી માર્ગો, ખોટા સિગ્નલ અથવા માનવ ભૂલને કારણે થતા અકસ્માતોનું જોખમ પણ ઘટ્યું છે.

મોનીટરીંગ બોર્ડ (ETV Bharat Gujarat)

કમ્પ્યૂટર આધારિત ઇલેક્ટ્રોનિક ઇન્ટરલોકિંગ સિસ્ટમ: રાજકોટ રેલવે ડિવિઝન તબક્કાવાર રીતે તમામ ઇલેક્ટ્રિકલ સિગ્નલિંગ ઇન્સ્ટોલેશનને નવી કમ્પ્યૂટર સાથે જોડી ઇલેક્ટ્રોનિક ઇન્ટરલોકિંગ સિસ્ટમથી બદલી રહ્યું છે. રાજકોટ ડિવિઝનમાં 56 ઇન્ટરલોક સ્ટેશનનો સમાવેશ થાય છે. તે પૈકી 50 સ્ટેશનને યુનિવર્સલ ફેલ સેફ બ્લોક ઇન્સ્ટ્રુમેન્ટ સાથે કમ્પ્યૂટર આધારિત ઇલેક્ટ્રોનિક ઇન્ટરલોકિંગ સિસ્ટમ જોડવામાં આવ્યું છે.

ઇલેક્ટ્રોનિક ઇન્ટરલોકિંગ સિસ્ટમ (ETV Bharat Gujarat)

રેલવે તંત્ર આધુનિક બન્યું: વધુમાં તેમણે જણાવ્યું હતું કે બાકીના 6 સ્ટેશન પણ નજીકના ભવિષ્યમાં એડવાન્સ્ડ ઈલેક્ટ્રોનિક ઈન્ટરલોકિંગ (EI) સિસ્ટમથી સજ્જ થઈ જશે. EI સિગ્નલો, પોઈન્ટ્સ અને લેવલ-ક્રોસિંગ ગેટ્સને નિયંત્રિત કરવા માટે કમ્પ્યૂટર-આધારિત સિસ્ટમ્સ અને ઈલેક્ટ્રોનિક સાધનોનો ઉપયોગ કરે છે. પરંપરાગત ઇલેક્ટ્રિકલ રીલે ઇન્ટરલોકિંગ સિસ્ટમ્સથી વિપરીત જ્યાં અસંખ્ય વાયર અને રીલનો ઉપયોગ થાય છે, ત્યાં EI ઇન્ટરલોકિંગ લોજિકનું સંચાલન કરવા માટે સોફ્ટવેર અને ઇલેક્ટ્રોનિક ઘટકોનો ઉપયોગ કરે છે. તે યાર્ડમાં સિગ્નલિંગ ગિયરમાંથી મળેલા ઇનપુટ્સને વાંચે છે અને ઓપરેશનલ કન્સોલ (VDU) માંથી મળેલા આદેશોને ફેલ-સેફ રીતે પ્રોસેસ કરે છે. આમ રેલ્વે તંત્ર વધુને વધુ આધુનિક બની લોકોની સુરક્ષાને પણ ધ્યાને લઇ રહ્યું છે.

ઇલેક્ટ્રોનિક ઇન્ટરલોકિંગ સિસ્ટમ (ETV Bharat Gujarat)
  1. આ રૂટ પર 27 જોડી સ્પેશિયલ ટ્રેન દોડાવાશે પશ્ચિમ રેલવે, 18 અને 20 ઓગસ્ટ થી બુકિંગ થશે શરૂ - Western Railway of india
  2. સુરતના કીમ ગામે મહિલાનું ટ્રેનની અડફેટે મોત, શાકભાજી લઈને આવી રહી હતી ઘરે - woman died by hit train

ABOUT THE AUTHOR

...view details