, મૃતક નયનભાઈના પત્નીનું બે દિવસ પછી શ્રીમંત હોવાનું જાણવા મળ્યું હતું (Etv Bharat Gujarat) પાટણ: પાટણ શહેરના સરસ્વતી નદીમાં ગણેશ વિસર્જન માટે આવેલા પાટણ શહેરના વેરાઈ ચકલા વિસ્તારમાં રહેતા પ્રજાપતિ પરિવારના ચાર સભ્યો અને અન્ય પરિવારના ત્રણ સભ્યો સહિત કુલ 7 લોકો પાણીમાં ગરક થયા હોવાની ઘટના સર્જાઈ હતી. સરસ્વતી નદીના બેરેજમાં ડૂબેલા 7 પૈકી ચાર લોકોના મોત થયા છે, જ્યારે તરવૈયાઓ દ્વારા ત્રણને બચાવી લેવામાં આવ્યા હતા. ત્યારબાદ તેઓને જનતા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતા.
શું હતી સંપૂર્ણ ઘટના: ગણેશજીનું પાંચ દિવસનું વિસર્જન કરવા માટે પાટણના પરિવારજનો સરસ્વતી નદી ખાતે પહોંચ્યા હતા. ત્યાં સરસ્વતી નદીના બેરેજમાં પરિવરના ડૂબતાં બાળકને બચાવવા અન્ય છ લોકો કૂદી પડ્યા હતા. પરિણામે સાતે સાત પરિવારજનો પણ ડૂબ્યા હતા. આ ઘટનામાં 4 લોકોના મોત થયાં છે. આ ઘટનામાં એક જ પરિવારના માતા, બે પુત્રો અને મામાએ જીવ ગુમાવ્યો છે. ઘાટના વિશે જાણ થતાં સમગ્ર પાટણમાં શોકમય વાતાવરણ બની ગયું છે.
મૃતક નયનભાઈના પત્નીનું બે દિવસ પછી શ્રીમંત હતું:તમને જણાવી દઈએ કે, ઘટનામાં પ્રજાપતિ પરિવારના જીમિત નીતિનભાઈ, શીતલબેન નીતિશભાઈ તેમનો પુત્ર દક્ષ નીતિશ ભાઈ અને શીતલબેનના ભાઈ નયન રમેશભાઈની લાશ મળી આવી હતી. જ્યારે મેહુલભાઈ પ્રેમચંદભાઈ પંડિત અને બંટીભાઈ ભગવાનભાઈ પંડિત સહિત અન્ય એક શખ્સને બચાવી લેવામાં આવ્યાં છે. ઉલ્લેખનીય છે કે, મૃતક નયનભાઈના પત્નીનું બે દિવસ પછી શ્રીમંત હોવાનું જાણવા મળ્યું હતું. જે હાલ શ્રીમંતનો ખુશીનો પ્રંસગ શોકમાં ફેરવાઇ ગયો છે.
મૃતકોની અંતિમવિધિ પદ્મનાથ મુક્તિધામ ખાતે કરાઈ:એક જ પરિવારના ચાર લોકોના મોતથી સમગ્ર વિસ્તારમાં શોક છવાયો છે ઉપરાંત પરિવારજનોના હૈયાફાટ રૂદનથી વિસ્તારમાં ગમગીની છવાઈ ગઈ છે. તમને જણાવી દઈએ કે, આ મૃત્યુ પામેલા પરિવારજનોની અંતિમયાત્રા તેઓના નિવાસ્થાન વેરાઈ ચકલા ખાતેથી કાઢવામાં આવી છે અને મૃતકોની અંતિમવિધિ પદ્મનાથ મુક્તિધામ ખાતે કરાઈ છે.
આ પણ વાંચો:
- વડોદરા બાદ કચ્છમાં કાંકરીચાળાની ઘટના, ગણેશ વિસર્જન કરી પરત ફરેલા યુવાનો પર પથ્થરમારો - stones palting in kutch
- વડોદરા બાદ કચ્છમાં કાંકરીચાળાની ઘટના, ગણેશ વિસર્જન કરી પરત ફરેલા યુવાનો પર પથ્થરમારો - stones palting in kutch