રાજકોટ: ST વિભાગની લાઇન ચેકિંગ સ્કવોડ અને વીજીલન્સ સ્કવોડએ ગયા મહીના દરમિયાન હાઇવે અને ડિવીઝનનાં નો-પાર્કિંગ ઝોન વિસ્તારોમાં ચેકિંગ હાથ ધાર્યું હતું. આ ચેકિંગ દરમિયાન એસ.ટી. તંત્રની ચેકિંગ ટીમોએ કટકી કરતા કંડક્ટરો અને વિના ટીકીટે મુસાફરોને ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. જેમાં 4 કટકીબાજ કંડકટર ઝડપાયા હતા. અને ટિકીટ વિના મુસાફરી કરતા 32 મુસાફરો ઝડપાઈ ગયા હતા.
રાજકોટ એસ.ટી.ના 4 કટકીબાજ કંડકટર અને ટિકિટ વગર મુસાફરી કરતા 32 મુસાફરો ઝડપાયા - Rajkot ST System Verification - RAJKOT ST SYSTEM VERIFICATION
રાજકોટમાં એસ.ટી. તંત્રની ચેકિંગ ટીમોએ કટકી કરતા કંડક્ટરો અને વિના ટીકીટે મુસાફરોને ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. જેમાં 4 કટકીબાજ કંડકટર અને ટિકીટ વિના મુસાફરી કરતા 32 મુસાફરો ઝડપાઈ ગયા હતા. જાણો વધુ વિગતો... Rajkot ST System Verification
Published : Jul 6, 2024, 1:31 PM IST
નો-પાર્કિંગ ઝોન વિસ્તારોમાં ચેકિંગ: રાજકોટ ST વિભાગની લાઇન ચેકિંગ સ્કવોડ અને વીજીલન્સ સ્કવોડએ ગયા મહીના દરમિયાન હાઇવે અને ડિવીઝનનાં નો-પાર્કિંગ ઝોન વિસ્તારોમાં ચેકિંગ હાથ ધરાયું હતું. આ ચેકિંગ દરમિયાન એસ.ટી. તંત્રની ચેકિંગ ટીમોએ કટકી કરતા કંડક્ટરો અને વિના ટીકીટે મુસાફરોને ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. જે અંગે ST વિભાગનાં વિભાગીય નિયામક જે.બી. કલોતરા પાસેથી મળતી વિગતો મુજબ ગયા મહીને લાઇન ચેકિંગ સ્કવોડએ 2100 થી વધુ બસ ચેક કરી હતી.
ખાનગી વાહનોને પણ ડિટેઇન:ચેકિંગ દરમિયાન 4 કંડક્ટરોને કટકી કરતા ઝડપી લેવાયા હતા, જ્યારે 32 મુસાફરો મફતમાં મુસાફરી કરતા ઝડપાયા હતા. મુસાફરો પાસેથી 8 હજારનાં દંડની વસુલાત કરવામાં આવી હતી. જ્યારે નો-પાર્કિંગ ઝોનનો ભંગ કરનાર ખાનગી વાહનોને પણ ડિટેઇન કરી દંડ ફટકારાયો હતો. વિજીલન્સ સ્કવોડએ નો-પાર્કિંગ ઝોનનો ભંગ કરતા 100 ખાનગી વાહનોને ડિટેઇન કર્યા હતા અને 7 લાખથી વધુ નો દંડ વસુલાયો હતો. એસ.ટી. બસ સ્ટેન્ડ નજીકથી ઘણા મુસાફરો નો ઝોન પાર્કિંગ તેમજ ખાનગી વાહનો લઇ જતા હોય છે તો તેના પર સતત વોચ રાખવી જોઈએ તેવી માંગ પણ ઉઠી રહી છે.