ગુજરાત

gujarat

ETV Bharat / state

રાજ્યમાં વરસી રહેલા ભારે વરસાદના પરિણામે ગુજરાતના 31 જળાશયો સંપૂર્ણ છલકાતા હાઈ એલર્ટ - 31 Dam of Gujarat - 31 DAM OF GUJARAT

ગુજરાતમાં વરસી રહેલા ભારે વરસાદના પરિણામે ગુજરાતના 31 જળાશયો સંપૂર્ણ છલકાતા હાઈ એલર્ટ કરવામાં આવી રહ્યું છે. જેેમાં ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમમાં 55% જળ સંગ્રહ અને સૌરાષ્ટ્રના 141 જળાશયોમાં 46.40 ટકા જળ સંગ્રહ નોંધાયો છે., 31 Dam of Gujarat on high alert after completely filled

ગુજરાતના 31 જળાશયો સંપૂર્ણ છલકાયા
ગુજરાતના 31 જળાશયો સંપૂર્ણ છલકાયા (Etv Bharat Gujarat)

By ETV Bharat Gujarati Team

Published : Jul 23, 2024, 2:58 PM IST

અમદાવાદ: રાજ્યમાં વરસી રહેલા વરસાદના પરિણામે 31 જળાશયો સંપૂર્ણ છલકાતા હાઈ એલર્ટ જાહેર કરાયા છે. ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર યોજનામાં જળસંગ્રહ 55 ટકા નોંધાયો છે. સરદાર સરોવરમાં હાલમાં ૧,૮૩,૭૨૪ એમ.સી.એફ.ટી. એટલે કે કુલ સંગ્રહ શક્તિના ૫૫ ટકા જેટલો જળસંગ્રહ જ્યારે આ સિવાય રાજ્યના કુલ ૨૦૬ જળાશયોમાં ૨,૨૩,૬૮૫ એમ.સી.એફ.ટી. એટલે કે કુલ સંગ્રહ શક્તિના ૩૯.૯૩ ટકા જેટલો જળસંગ્રહ નોંધાયો છે તેમ, જળ સંપત્તિ વિભાગના અહેવાલમાં જણાવાયું છે.

રાજ્યમાં વરસી રહેલા વરસાદના પરિણામે આઠ જળાશયોમાં 15 હજાર ક્યુસેકથી વધુ પાણીની આવક નોંધાઈ છે. જેમાં દમણગંગામાં 51,786 ક્યુસેક, ઉકાઈમાં 31,206 ક્યુસેક, રાણા ખીરસરામાં 23,656 ક્યુસેક, વેણુ-2માં 18,906 ક્યુસેક, ઉમિયાસાગરમાં 18,468 ક્યુસેક, ઓઝત-વિઅર(વંથલી)માં 16,024 ક્યુસેક, ઓઝત-વિઅરમાં 15,256 ક્યુસેક તથા સરદાર સરોવરમાં 13,419 ક્યુસેક પાણીની આવક નોંધાઈ છે. આ સિવાય રાજ્યના 29 ડેમ 70 ટકાથી 100 ટકા ભરાતા એલર્ટ અપાયું છે. આ ઉપરાંત સરદાર સરોવર સહિત 19 ડેમ 50 થી 70 ટકા ભરાતા વોર્નિંગ આપવામાં આવી છે જ્યારે 50 ડેમ 25થી 50 ટકા ભરાયા છે.

આ ઉપરાંત સૌરાષ્ટ્રના 141 જળાશયોમાં 46.40 ટકા, દક્ષિણ ગુજરાતના 13માં 42.55 ટકા, મધ્ય ગુજરાતના 17માં 35.10, કચ્છના 20માં 32.36 તથા ઉત્તર ગુજરાતના 15 જળાશયોમાં 26.50 ટકા પાણીનો સંગ્રહ થયો છે તેમ, જળ સંપત્તિ વિભાગની યાદીમાં વધુમાં જણાવ્યું છે.

  1. જુનાગઢમાં ભારે વરસાદને કારણે વેલિંગડન ડેમનું સૌંદર્ય ખીલી ઉઠ્યું, જૂનાગઢવાસીઓ પહોંચ્યા આ નજારો માણવા... - The beauty of Wellingdon Dam
  2. ગુજરાતની જીવાદોરી નર્મદા ડેમમાં 54 ટકાથી વધુ જળસંગ્રહ, ૨૦૬ જળાશયોમાં 35 ટકાથી વધુ પાણી - Narmada Dam water capacity

ABOUT THE AUTHOR

...view details