વડોદરા: શહેર એક સંસ્કારી નગરી તરીકે જાણીતું છે. દરેક તહેવારોનો મહિમા આ શહેરમાં જોવા મળે છે. એટલુ જ નહીં પરંતુ અહીં સયાજીરાવ ગાયકવાડના સમયથી ચાલતી પરંપરાની ઝાંખી હજુ પણ દેખાય છે. વડોદરામાં માંડવીમાં આવેલા ભગવાન વિઠ્ઠલનાથજીના મંદિરેથી આજે સવારે દેવપોઢી એકાદશીના દિવસે ચાંદીની પાલખીમાં પ્રભુની 215મી નગરયાત્રા શરૂ કરવામાં આવી છે.
વરઘોડો નીકળવાના પહેલા રાજમાતા શુભાંગીની રાજે ભગવાનની પૂજા કરી (Etv Bharat Gujarat) ગાયકવાડ પરિવાર દ્વારા પૂજા થઈ: આ વરઘોડા પુર્વે રાજમાતા શુભાંગીની રાજે, ગાયકવાડ પરિવાર દ્વારા પૂજા, અર્ચન અને આરતી કરી હતી. ત્યારબાદ પાલખીનું આગળ પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. આન-બાન-શાનની સાથે નીકળેલી આ યાત્રા પ્રભુ ભક્તોને દર્શન આપી આગળ વધી હતી. શહેરની મધ્યમાં માંડવી દરવાજા નજીક ભગવાન વિઠ્ઠલનાથજીનું મંદિર આવેલું છે. આ મંદિરેથી વર્ષમાં બે વાર ભગવાન નગરચર્યાએ નીકળે છે. જેમાં આજે દેવપોઢી એકાદશી નિમિત્તે 'વિઠ્ઠલ.. વિઠ્ઠલ વિઠ્ઠલા હરિ.. ઓમ.. વિઠ્ઠલા'ના નાદ સાથે અનેક ભજન મંડળીઓ, ભક્તજનો મોટી સંખ્યામાં જોડાયા હતા. દેવપોઢી એકાદશીને બાળકો ફુગ્ગા અગિયારસ તરીકે પણ ઓળખે છે. આ દિવસે પાણી ભરેલા ફુગ્ગા બાળકો એકબીજા પર ફેંકી આનંદ મેળવે છે.
વર્ષોની પરંપરા મુજબ દેવપોઢી અગિયારશે વિઠ્ઠલનાથજી નગરચર્યાએ નીકળ્યા (Etv Bharat Gujarat) સાવચેતીના ભાગરૂપે ચુસ્ત પોલીસ બંદોબસ્ત:વરઘોડાના રૂટ ઉપર ઠેર ઠેર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી ચાંદીની પાલખીમાં વિઠ્ઠલનાથજી બિરાજીને નગરચર્યાએ પ્રભૂ ભક્તોને દર્શન આપવા નીકળ્યાં હતા. વરઘોડામાં બેન્ડવાજા, બંસરી સહિત ભક્તજનો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. વરઘોડાના માર્ગમાં ઠેર ઠેર ભક્તજનો દ્વારા પ્રભુને બિરાજમાન કરાવી આરતી કરવમાં આવી રહીં છે. શહેરનાં વિવિઘ રાજમાર્ગો પરથી પસાર થઇ આ વરઘોડો નીજ મંદિર પરત ફર્યો હતો. આ પ્રસંગે પ્રભુનો વરઘોડો પસાર થવાના રૂટ પર ઠેર ઠેર ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો હતો.
વર્ષોની પરંપરા મુજબ રાજવી પરિવારે પૂજા અર્ચના કરી:આજે દેવપોઢી એકાદશી નિમિત્તે ભગવાન વિઠ્ઠલનાથજીનો વરઘોડો ગાયકવાડ પરિવારની પૂજા અર્ચન બાદ ભક્તોને દર્શન આપવા માટે નીકળ્યો હતો. ભક્તોએ ફૂલહાર અને પ્રસાદ ચડાવી ભગવાનના આશીર્વાદ મેળવ્યા હતા. સાથે સાથે ભક્તોએ ભગવાનનો વરઘોડો આગળ ખેંચીને લાવવા અને લઈ જવાનું કામ કર્યું હતું.
શહેરના વિવિધ માર્ગો પર વરઘોડાનું ભવ્ય સ્વાગત: આ વરઘોડો ન્યાયમંદિર, લહેરીપુરા, પ્રતાપ ટૉકીઝ થઇ અમદાવાદી પોળ બાદમાં આરાધના ટોકીઝ પાસે આવેલા કેદારેશ્વર મહાદેવના મંદિર થઈ પરત ફરશે. આ વર્ષે બે તહેવાર ભેગા હોવાના કારણે ટ્રસ્ટ અને મંદિર પ્રશાસન દ્વારા વરઘોડો બે કલાક વહેલો પૂર્ણ કરવામાં આવ્યો હતો. એટલું જ નહીં શહેરની વિવિધ ફળોના નાકા પર ભગવાન વિઠ્ઠલનાથજીના વરઘોડાનું ભવ્ય સ્વાગત પણ કરવામાં આવ્યું હતું.
- આજે ગાયત્રી જયંતી, જાણો ગાયત્રી મંત્રની આ વિશેષ વાત - Gayatri Jayanti 2024
- આજે નિર્જળા એકાદશી, શા માટે તેને ભીમ અગિયારસ તરીકે પણ ઓળખાય છે ? જાણો મહિમા... - Nirjala Ekadashi fast